________________
લાંબા સમય સુધી વાપરવી પડે તેવી ન્યુરૉલૉજીની દવાઓ વિશે સમજણ (૩) અન્ટિબાયોટિક દવાઓ :
૨૭૭
×ગજના ભયંકર ચેપી રોગો જેવા કે મૅનિન્જાઇટિસ વગેરેમાં યોગ્ય ડોઝમાં જરૂર મુજબ વાપરવાથી જિંદગી બચાવવા આ દવાઓ અનહદ અસરકારક-ઉપકારક સાબિત થઈ છે. પરંતુ આજકાલ એવું જોવામાં આવે છે કે આ દવાઓ આડેધડ અને અયોગ્ય-ફ્રેઝ (માત્રા)માં ગમે તેવા સાદા રોગમાં પણ ઘણી વાર બિનજરૂરી રીતે વાપરવામાં આવે છે. તેમાંની કેટલીક લિવર (યકૃત) અથવા કિડની (મૂત્રપિંડ)ને નુકસાન કરે છે, જેમકે એમાઈનૉગ્લાઈકૉસાઈડ દવા. કેટલીક દવાથી કોઈને શ્રવણશક્તિ બગડે અને લડિયાં શરૂ થાય (સ્ટ્રેપ્ટોમાઇસિન), ક્યારેક લોહી પાતળું પડી જઈ બ્લિડિંગ રારૂ થઈ જાય (સિફેલોસ્પોરિન).
પેનિસિલીન જૂથની કેટલીક દવાથી કોઈક દર્દીઓને ઇન્જેક્શન લીધા પછી મિનિટોમાં જ ભયંકર રિએક્શન આવે અને તેથી ડૉક્ટરની સામે જ દર્દીનું મૃત્યુ થઈ શકે છે. પેનિસિલીનની ગોળી કે મલમથી પણ આવું ઍલર્જિક રિએક્શન આવી શકે. તેથી પેનિસિલીન કે તેના જેવી દવાઓ વાપરતાં પહેલાં દર્દીને પૂછીને પોકસાઈ કરવી પડે કે તેને ભૂતકાળમાં આવી ઍલર્જી થઈ હતી ? તેથી યોગ્ય જગ્યાએ જ આવી ઍન્ટિબાયૉટિક વાપરવી અને ચામડી પર ટેસ્ટડોઝ આપી અડધો કલાક સુધીમાં રિઍક્શન તો નથી આવતું ને તેવી રાહ જોયા પછી જ પૂરો ડોઝ આપવો. સદ્ભાગ્યે આવા કેસો જવલ્લે જ બને છે. વળી, બિનજરૂરી ઍન્ટિબાયૉટિક દવાથી રેઝિસ્ટન્સ આવે અને પછી ભારે દવા જ વાપરવી પડે.
(૪) ક્વિનાઈન (Quinine) :
ક્વિનાઇન ઝેરી મલેરિયાના ઉપાય માટે વપરાય છે. તેનાથી કાનમાં સિસોટી જેવો અવાજ આવવો, ધાક પડવી, ચક્કર આવવાં, મૂંઝવણથી માંડીને ખેંચ આવવી કે કિડની કામ કરતી બંધ થઈ જવી
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International