________________
૨૬૫
મગજની શસ્ત્રક્રિયા-ન્યુરૉસર્જરી
ટ્યુમર, એન્યુરિઝમ વગેરેમાં આનો વ્યાપ સારો છે. આ સર્જરીને હાર્ટની ‘બીટિંગ હાર્ટ સર્જરી' સાથે સરખાવી શકાય.
તે જ રીતે ઑપરેટિંગ માઇક્રોસ્કોપની મદદથી સર્જરી કરવાથી, અતિ ઝીણવટથી કુશળતાપૂર્વક ફક્ત રોગીષ્ટ ભાગ જ દૂર કરવામાં આવે છે. બીજા ભાગોને નુકસાન થતું આનાથી અટકે છે. આ સર્જરી લાંબી ચાલે છે. ધીરજ અને કુશળતા તેમાં ખાસ જરૂરી રહે છે દા.ત. એપિલેપ્સી માટેની ટેમ્પોરલ લોબની સર્જરી.
હવે તો એનેસ્થેસિયા દ્વારા બેભાન કર્યા વગર ‘અવેક ક્રેનીઓટૉમી’ દ્વારા જાગતા-ભાનમાં હોય તેવા દર્દીઓનાં ઑપરેશનો પણ કરવામાં આપણાં ન્યૂરૉસર્જનોએ પટુતા કેળવી છે.
જ્યારે રોગ ખૂબ ફેલાઈ ગયો હોય, કાબૂ બહાર પ્રસર્યો હોય ત્યારે, ડહાપણ વાપરી સર્જનો થોડો-ઘણો ભાગ કાઢી લઈ મદદ કર્યાનો સંતોષ લે છે. ગાંઠનો બધો ભાગ કાપવો શક્ય ન હોય અથવા તેમ ક૨વાથી ઑપરેશન ટેબલ ૫૨ કે તરત થોડાક વખતમાં મૃત્યુનો ડર હોય અથવા તો ઑપરેશનથી શરીરનાં અંગોનો મોટો ભાગ નિર્જીવ થવાનો ડર હોય ત્યારે વ્યાવહારિક અભિગમ અપનાવીને થોડો ભાગ કાપી મૃત્યુમાંથી બચાવીને દર્દીને થોડીક રાહત આપવાનો હેતુ હોય છે. આને પેલિએટિવ સર્જરી કહે છે.
આમ ન્યુરૉસર્જરીના ૩ પ્રકાર છે :
(૧) રિસેક્ટિવ સર્જરી : જેમાં શક્ય તેટલો બગાડ વાઢકાપથી કાઢી નાખવામાં આવે છે.
(૨) પૅલિએટિવ સર્જરી ઃ જેમાં ઉપર મુજબ થોડોક ભાગ દૂર કરવામાં આવે છે.
(૩) ફંક્શનલ ન્યુરૉસર્જરી ઃ જેમાં કાપકૂપ ખાસ નથી પરંતુ મગજનો જે ભાગ કાર્યરત નથી તેને કોઈ નવતર રીતે કાર્યાન્વિત કરવામાં આવે છે.
તેમાં જરૂર પડ્યે નવા કોર્ષાનું રોપણ (Grafting) કરવાથી માંડીને મગજમાં સ્ટિમ્યુલેટર મૂકવામાં આવે છે અથવા તો રસાયણ કે દવાનો ઉપયોગ કરવામાં આવે છે. અગર તો નાના-નાના છેદ કરી નવા રસ્તા બનાવી
શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org