SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ તનાવ (સ્ટ્રેસ) ♦ તનાવ એટલે શું ? તનાવ એટલે શરીરના કોઈ પણ તંત્ર ઉપર પડતો દબાવ અને તેનાથી ઉત્પન્ન થતી સ્થિતિ. આપણી જીવનશૈલી કે આપણા મનોસામાજિક વાતાવરણમાં ઊભા થતા પડકારો ઝીલવા આપણું શરીર અને મન જે પ્રતિક્રિયાઓ ઉત્પન્ન કરે છે તેને સ્ટ્રેસ અથવા તનાવ કહે છે. તનાવ ફક્ત નકારાત્મક કે હાનિકારક જ હોય તેવું નથી તે હકારાત્મક પણ હોઈ શકે. તનાવથી અણધારી પરિસ્થિતિઓનો સામનો કરવાની ક્ષમતા વધે છે. પડકારરૂપ પરિસ્થિતિઓ જેવી કે સ્પર્ધા, પરીક્ષા વગેરેમાં તનાવની પ્રક્રિયાથી માણસ સતર્ક અને સજાગ બને છે. ‘સામનો કરો અથવા ભાગી છૂટો’ પ્રતિક્રિયા શું છે ? તનાવની પરિસ્થિતિ ઊભી થતાં જ આપણા શરીરમાં કેટલાક જૈવિક-રાસાયણિક ફેરફારો થાય છે, જે બે પ્રકારની પ્રતિક્રિયા ઉત્પન્ન કરે છે, લડવું અથવા ભાગી છૂટવું આ પ્રક્રિયા દરમિયાન શરીરમાં વાસ્તવમાં કયા ફેરફાર થાય છે તે આપણે જોઈએ. તનાવમાં આપણા શરીરનું સ્વયંસંચાલિત એવું અનુકંપી જ્ઞાનતંત્ર (sympathetic nervous system) ઉત્તેજિત થાય છે, જેના પરિણામે એડ્રિનલ ગ્રંથિમાંથી એડ્રિનલિન, નૉર-એડ્રિનલિન નામના રસનો સ્રાવ થાય છે અને આના કારણે શરીરમાં ચોક્કસ પ્રક્રિયાઓ જોવા મળે છે. તનાવના કારણે શરીર અને મગજ પર થતી વિવિધ તત્કાલીન અસરો (૧) શ્વાસોચ્છવાસ ઝડપી અને ટૂંકા બને છ. (૨) (3) હૃદયના ધબકારા વધી જાય તથા લોહીનું દબાણ વધે. હાથ-પગના લોહીના પુરવઠામાં ઘટાડો થાય જ્યારે સ્નાયુઓમાં લોહીનું પરિભ્રમણ વધે છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy