SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ચેતાતંત્ર (Nervous system) વિષે પ્રાથમિક માહિતી જેને આપણે “મન” કહીએ છીએ તે પણ મગજનો જ ભાગ નથી શું? જોકે ભૌતિક રીતે હદય(દિલ) છાતીમાં આવેલું છે પણ કવિઓ જે સંવેદનાત્મક હૃદયની વાત કરે છે તે વિષે વિચારતાં એમ જણાય છે કે તે ખરેખર તો મગજનો જ ઉલ્લેખ છે. મનુષ્યસર્જિત કોઈ પણ સુપર કમ્યુટરમાં કદીય આવી બધી અપેક્ષા આપણે રાખી શકીશું ખરાં? આશ્ચર્ય એ વાતનું છે કે આપણા મગજ વિષે આપણું મગજ જે વિચાર કરી શકે છે, વિશ્લેષણ કરી શકે છે, જોકે આપણને કોણે બનાવ્યા તે વિષેની કલ્પનાઓને ઘણી જ મર્યાદાઓ છે. મગજમાં પેદા થતા વિદ્યુત-તરંગોને ઈ.ઈ.જી. દ્વારા નોંધી શકાય છે. મગજના પાછલા ભાગમાંથી જાગૃત અવસ્થામાં આંખો બંધ રાખીને જે વીજળિક પ્રક્રિયા નોંધી શકાય છે તેને આલ્ફાતરંગ કહે છે. તેની તરંગસંખ્યા ૮થી ૧૩ Hz હોય છે. છેક આગળના ફ્રન્ટલ કૉર્ટેક્સ પરથી સામાન્ય રીતે બીટા તરંગ ૧૪થી ૪૦ Hટ જેટલી નોંધી શકાય છે. થીટા તરંગ ૪ થી ૭Hz ક્યારેક ટેમ્પોરલ ભાગમાં મળી આવે છે અને બાળકોમાં તે વધુ વિકસિત હોય છે. ડેલ્ટા પ્રક્રિયા એ પુખ્ત વ્યક્તિમાં જાગૃત અવસ્થામાં હંમેશાં રોગસૂચક (એબ્નોર્મલ) હોય છે અને ક્યારેક નિદ્રામાં તે બાળકોમાં નોંધી શકાય છે. બાકી, સામાન્ય રીતે ડેટા પ્રક્રિયા એ મગજની કોઈ માંદગીની નિશાની હોય છે. જે લોકોને વિવરણ પસંદ છે એમના માટે નીચેની માહિતી રસપ્રદ થઈ પડશે. પ્રાથમિક ઘટક - ચેતાકોષ અને ચેતાઓનું સંયોજન આગળ જણાવ્યું તેમ ચેતાતંત્રમાં મગજ, કરોડરજ્જુ, એમાંથી નીકળતી ચેતાઓ અને સ્નાયુઓને સંદેશો પહોંચાડતી નસોનો સમાવેશ થાય છે. (central and Peripheral Nervous system) મનુષ્યના મગજનું વજન લગભગ ૧૨૦૦થી ૧૪૦૦ ગ્રામ હોય છે, પણ એમાં લગભગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy