SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૨.૮ મગજ અને જ્ઞાનતંતુના રોગો (૩) ચાલમાં અસ્થિરતા, અશક્તિ, થાક (૪) હાથ તથા આંગળાંમાં નબળાઈ (૫) ખોરાક ગળે ઉતારવામાં તકલીફ (૬) બોલવામાં તકલીફ, બોલતાં બોલતાં અવાજ ધીમો પડવો, નાકમાંથી અવાજ નીકળવો (૭) શ્વાસોચ્છવાસની ક્રિયામાં તકલીફ માયસ્પેનિયા ગ્રેવિસના દર્દીઓ માટે શ્વાસોચ્છવાસની તકલીફ ખૂબ જ જોખમકારક પૂરવાર થઈ શકે છે. આ તકલીફ થાય ત્યારે દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવાનું ફરજિયાત બને છે. રોગ આગળ વધે ત્યારે અથવા શરીરમાં ચેપ અથવા ગર્ભાવસ્થા જેવા શારીરિક તાણ ઊભા કરતા સંજોગોમાં શ્વાસની તકલીફ થઈ શકે છે. આ રોગમાં અવારનવાર સ્નાયુઓની નબળાઈ જણાય છે, જે પાછી મટી પણ જાય છે અથવા તો થોડા સમય પછી વધી શકે છે અથવા લાંબા સમય સુધી યથાવત્ પણ રહી શકે છે, જો કે આ રોગની ઉગ્રતા દર્દીએ દર્દીએ અને કલાકે કલાકે પણ બદલાઈ શકે છે. વધારે પડતા શ્રમને કારણે દિવસને અંતે દર્દી વધુ નબળો દેખાય અને આરામ કરવાથી આ પરિસ્થિતિમાં આંશિક સુધારો મળે છે. આવા સંજોગોમાં આધુનિક સારવારથી દર્દીઓ મહદંશે રાહત મેળવીને સામાન્ય જીવન જીવી શકે છે. આ રોગમાં થાયમસ ગ્રંથિ પણ અગત્યનો ભાગ મજવે છે. તેના કોષો શરીરની રોગપ્રતિકારકતંત્રનો એક હિસ્સો ગણાય છે. છાતીમાં આવેલી આ ગ્રંથિ શૈશવમાં મોટી હોય છે, જે ક્રમશઃ નાની થતી જાય છે અને પુખ્તવયની સામાન્ય વ્યક્તિમાં તો તેને શોધવી પણ મુશ્કેલ બની જાય છે પરંતુ માયસ્થનિયા ગ્રેવિસના દર્દીઓમાં મહદંશે થાયમસ ગ્રંથિ મોટી જોવા મળે છે. ૧૦થી ૧૫% દર્દીઓમાં થાયમોમા નામની થાયમસ ગ્રંથિની ગાંઠ હોય છે જે આમ તો સાદી (એટલે કે કેન્સરની નહિ) હોય છે પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy