SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ મલ્ટિપલ હૅરોસિસ ૨૦૩ (૨) માયલાઇટિસ પ્રકારની બીમારીમાં કરોડરજ્જુને લગતાં લક્ષણોચિહ્નો આવે. તેને Postinfective Myelitis કે Transverse Myelitis કહે છે. તેમાં બંને પગ અથવા ચારેય હાથ-પગ કમજોર થાય, ત્યાં સંવેદના ઘટી જાય, ઝાડો-પેશાબ અટકે. ઓરી, અછબડાના કેસમાં તાવ આવે - શરદી-ખાંસી થાય, આખા શરીરે ચાઠાં (rash) દેખાય; અને તે પછી ૨-૨૦ દિવસો પછી ADEM બીમારી આવે અને બાળકને ફરી તાવ આવે; ખેંચ આવે અને બાળક બેભાન થઈ જાય. ઓરી પછી નાના મગજની બીમારી વધુ જોવા મળે છે, જેમાં શારીરિક સંતુલન બગડે. બીજા કેટલાક વાયરસ, જેમ કે એમ્પ્ટીન-બાર તેમજ માયકોપ્લાઝમા પછી પણ આવી બીમારી થઈ શકે, જેમાં નાના મગજ ઉપર મુખ્ય ચિહ્નો આવે. આ રોગ નાના મગજના ચેપી વાયરસથી થતા રોગથી જુદો પડે છે (viral cerebellitis), એ નોંધવું જોઈએ કેમ કે અહીં વાઇરસથી થતી ઍલર્જી એ રોગનું કારણ છે. અગાઉ જણાવ્યા મુજબ, હડકવા અથવા ઓરીની રસી પછી પણ આવી એન્સેફેલોમાયલાઇટિસ પ્રકારની બીમારી થઈ શકે. હડકવાની (જૂના પ્રકારની) રસીમાં દર ૭૫૦માં એક વ્યક્તિને આવી ઍલર્જી થઈ શકે અને તેમ થાય તો તેનો મૃત્યુદર ઊંચો હોવાથી આવી ૨૫% વ્યક્તિ મૃત્યુ પામતી હોય છે.. હડકવાની નવી રસી વાપરવાથી આવાં ન્યુરૉલૉજિકલ ચિહ્નો થતાં જોવા મળતાં નથી. આથી HDCV પ્રકારની હડકવાની રસી જ વાપરવી જોઈએ. આવા બધા કેસોમાં નોંધનીય પ્રમાણમાં દર્દીઓ મૃત્યુ પામે છે પણ જો રોગ કાબૂમાં આવે તો સુધારો પણ ઘણો સારો થાય છે. ADEMની ટ્રિટમેન્ટમાં High potency Steroids' વાપરવાં જોઈએ. કોઈ કોઈ ગંભીર કેસમાં પ્લાઝમા એક્ષચેન્જ અથવા મોંઘા એવા ઇમ્યુનોગ્લોબ્યુલિન વાપરી શકાય, જેનાથી જિંદગી બચી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy