SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૧ મગજના ચેપી રોગો મેનિન્જાઈટિસ, એન્સેફેલાઈટિસ પલ્સ પોલીયો કાર્યક્રમ : દરેક નવજાત શિશુને પોલીયોની રસીનો સંપૂર્ણ કોર્સ કરાવવાના પરિણામ સ્વરૂપે દેશમાંથી આ રોગને સંપૂર્ણપણે દૂર કરવાના કાર્યમાં આપણે ઘણાંબધા સફળ થયા છીએ. સ્વાથ્ય વિભાગ અને તબીબી વિજ્ઞાનની આ મહત્ત્વની ઉપલબ્ધિ ગણી શકાય. છતાં પણ દેશનાં દૂર-દૂરનાં અંતરિયાળ ગામડાઓમાં ગમે ત્યારે પોલીયોના સમાચાર વર્તમાનપત્રોમાં આવતા રહે છે. સ્વાચ્યવિભાગે આ રોગને હંમેશા માટે મૂળમાંથી ઉખાડી ફેંકવાના ઉદેશ્યને પરિપૂર્ણ કરવા માટે પલ્સ પોલીયો અભિયાન આરંભ્ય છે અને પરિણામ સ્વરૂપે આ બીમારીને સંપૂર્ણપણે દૂર કરવાની દિશામાં આપણે મંજિલથી બસ હાથવેંત જ છેટા છીએ એવું કહી શકાય. (૯) રેબીસ (હડકવા) કૂતરું, વાંદરો, શિયાળ તથા ગરમ લોહીવાળાં અન્ય પ્રાણીઓ અને ચામાચીડિયું વગેરેના કરડવાથી થતો અને અચૂક મૃત્યુ લાવતો મગજનો વાઇરસથી થતો આ અતિ ભયંકર રોગ છે. પ્રાણી કરડ્યા પછી ૩૦ દિવસથી ૬૦ દિવસમાં અને ક્યારેક ૬ મહિના સુધીમાં શરીરમાં આ રોગ પ્રગટ થઈ જાય છે. શરૂઆતમાં વર્તણૂકમાં ફરક દેખાય છે અને દર્દી ઉત્તેજિત થઈ જાય છે અને પછી ખેંચ-લકવા વગેરે આવે. મુખ્યત્વે પાણીને જોઈને તે હબકી જાય (hydrophobia, પાણી જોવાની-પીવાની બીક) અને ટૂંક સમયમાં શ્વાસ બંધ થવાથી અથવા હૃદયની ગતિ બગડવાથી મૃત્યુ થાય છે. શ્રેષ્ઠ સારસંભાળ કે દવાઓ છતાં ભાગ્યે જ કોઈ દર્દી બચે છે. તેથી નિવારણ વધુ જરૂરી છે. રેબીસની રસી અને એન્ટીસીરમ, પ્રાણીના કરડવાના દરેક કેસમાં વાપરવું આથી હિતાવહ છે. જોકે જૂની રસી(સીરમ)ની કેટલીક આડઅસરો છે તેથી હવે નવી શોધાયેલ રિફાઈન્ડ રસીઓ (જે થોડી મોંઘી છે) જે HDcy નામથી ઓળખાય છે તે આપવી હિતાવહ છે. આ માટે ડૉક્ટરની સલાહ તરત જ લેવી જોઈએ. ઉપસંહાર: મગજના આ તમામ ચેપી રોગો પરની ચર્ચા પરથી જણાઈ આવે છે કે મગજના (તથા શરીરના) આવા જાતજાતના ચેપી રોગ થવા માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy