SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ મગજ અને જ્ઞાનતંતુના રોગો મગજનો સોજો વધતો જવો (raised intracranial tension), ખેંચ આવવી, કોથળીનો રસ્તો અવરુદ્ધ થવો (હાઇડ્રોસિકેલસ), સબડ્યૂરલ એફ્યૂઝન કે સબડ્યૂરલ એમ્પાયમા મગજના આવરણની વચ્ચે પરુ થવું.) કે બ્રેઇન એક્સેસ (મગજની અંદર પરની ગાંઠ), બહેરાશ, મગજની શિરાઓ અવરુદ્ધ થવી (વિનસ થ્રૉમ્બોસિસ) અને વાસ્ક્યુલાઇટિસ – આ બધી ઓછા પ્રમાણમાં થતી પણ મૅનિન્જાઇટિસથી થતી ચોક્કસ જાણીતી એવી સમસ્યાઓ છે અને તેનું પણ યોગ્ય નિદાન કરી ત્વરિત સારવાર કરવી જોઈએ. આ ઉપરાંત આવી બધી ભારે દવાઓ પણ ક્યારેક કોઈ ને કોઈ આડઅસર કરી શકે, માટે તેની પણ સાવચેતી રાખવી જોઈએ. (૩) ફન્ગલ મૅનિન્જાઇટિસ ૧૫૨ મગજમાં થતા ફૂગના રોગને ફન્ગલ મૅનિન્જાઇટિસ કહેવાય. ફૂગ અનેક પ્રકારની છે જેમ કે ક્રીપ્ટોકોક્સ, કોકંસીડીઓસીસ, કેન્ડીડા, એસ્પરગીલસ, હિસ્ટોપ્લાઝમા, ફાયકોમાયસેટિસ વગેરે. કમરના પાણીનો રિપોર્ટ ટી.બી.ને મળતો જ હોય છે પણ વધુ ચોકસાઈથી માઇક્રોસ્કોપમાં જોતાં તેમાં ફન્ગસ મળી આવે છે (e.g. India ink preparation in cryptococcus). આ રોગ પણ ઝીણા તાવ, માથાના દુઃખાવા અને અશક્તિ તેમજ બેચેનીથી શરૂ થાય છે અને તેથી ઘણીવાર તેનું નિદાન શરૂઆતની કક્ષાએ થતું નથી હોતું અને તે દરમિયાન રોગ વધી જવાથી બેભાન થવું તથા ખેંચો આવવી વગેરે થાય છે. સામાન્ય રીતે જે વ્યક્તિના શરીરની રોગપ્રતિકારકશક્તિ સાવ ઘટી ગઈ હોય, તેમને ફન્ગસનો રોગ થાય, જેમ કે કૅન્સર, લિમ્ફોમા, એઇડ્સ, નશાયુક્ત દવાઓનું બંધાણ, વધુ પડતો દારૂ, વધુ પડતી ઍન્ટિબાયૉટિક દવાઓનું સેવન, હર્પિસ, કૅન્સ૨ની કેમોથૅરપી તેમજ વધુ પડતો ડાયાબિટીસ અથવા સ્ટીરોઈડ - આ બધા સંજોગોમાં ફન્ગસ શરીરમાં ફેલાવા માંડે છે. ક્વચિત્ દર્દી હૉસ્પિટલમાં બીજા રોગની સારવાર માટે ગયો હોય અને ટી.બી, ફન્ગસ (ફૂગ) અને બીજા પરજન્ય રોગ લઈને આવે તેવું પણ બને. અર્વાચીન તબીબી સારવારપદ્ધતિની આ એક આડઅસર છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy