________________
૧૪૮
મગજ અને જ્ઞાનતંતુના રોગો દવાઓ :
મગજના ટી.બી.ની દવાઓ મુખ્યત્વે સ્ટ્રેપ્ટોમાઈસિન (SM)નાં ઈજેશન, આઈસોસાયાઝીડ (INH), રિફાષ્પીસીન (RF), પાયરેઝીનામાઇડ (PZ) તથા ઈથાક્યૂટોલ (EMB) છે જેને પ્રાઇમરી (પ્રથમ ચરણની) દવાઓ કહે છે. કેટલાક હઠીલા કેસમાં સ્પોરલોક્લાસિન કે સિપ્રોફલોક્લાસિન અથવા કેનામાઈસિન ઇજેક્શન, ઈથિઓનેમાઈડ અથવા સાઈક્લોસેરિન નામની દવાઓ પણ વાપરવામાં આવે છે જેને સેકન્ડરી (બીજા ચરણની) દવાઓ કહે છે. પરંતુ આ બધી જ દવાઓની કોઈ ને કોઈ આડઅસર હોય છે જેને માટે દર્દીનાં લક્ષણો ઉપરાંત લેબોરેટરી તપાસથી વખતોવખત જોવામાં આવે છે, જેમ કે INH, RF અથવા Pzથી યકૃત (લીવરમાં) ક્યારેક સોજો આવી શકે અને કમળાની અસર પણ દેખાય. તેથી ડૉક્ટર s.G.P.T. વગેરે માટે લોહીની તપાસ વખતોવખત કરાવતા રહે છે અને જો આમાં ગરબડ આવે તો જે તે દવા થોડો વખત બંધ કરવામાં આવે છે. કોઈ કેસમાં RFથી લાગલગાટ ઊલટી થયા કરે અથવા ભૂખ સાવ જ જતી રહે તો RF દવા બંધ કરવી પડે છે. પરંતુ તેનાથી લાલ પેશાબ થાય તો દવા બંધ કરવાની જરૂર નથી. ૪થી ૬ અઠવાડિયાંમાં દર્દીને સારો સુધારો થવા માંડે છે.
મગજમાં સોજો હોય અથવા cs" તપાસમાં પ્રોટીન વિશેષ હોય તો ખાસ કરીને સ્ટિરોઈડ દવાઓ ૪થી ૬ અક્વાડિયા માટે આપવામાં આવે છે અને જો મગજમાં ખૂબ મોટી ગાંઠો થઈ હોય તો ક્વચિત મોટું ઑપરેશન કરવામાં આવે છે અથવા નવા જ સ્ટીરિઓટેક્સીક બાયોપ્સીના નાના ઑપરેશન દ્વારા બાયોપ્સી સાથે નાની ગાંઠ હોય તો તે પણ કાઢી શકાય છે. સામાન્ય રીતે ગાંઠો માટે ઑપરેશનની જરૂર ભાગ્યે જ હોય છે. દવાથી જ ગાંઠો ઓગળવા માંડે છે, જેને માટે રથી ૩ મહિને સી.ટી. સ્કેન કે એમ.આર.આઈ. તપાસ કરાવતા રહી સુધારો જોતા રહેવું પડે છે. કમરના પાણીની તપાસ (csF) ભાગ્યે જ વારેઘડીએ કરવી પડે છે પરંતુ હઠીલાં દર્દોમાં કમરના પાણી દ્વારા અમુક વાર દવાઓ આપવામાં આવે છે જેને ઈન્ટ્રાથિકલ રૂટથી દવાઓ આપી તેમ કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org