SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ મૂવમેન્ટ ડિઓર્ડર્સ અને ડિસ્ટોનીઆ ૧૦૩ (૭) દવાઓની આડઅસરથી થતો કોરીઆ - ખાસ કરીને માનસિક રોગોની દવાઓ, ગર્ભનિરોધક ગોળીઓ, લિથિયમ, ઊલટીની દવાઓ, પારદ ઝેર, આ બધાં કારણોથી કોરીઆ થઈ શકે છે. કોરીઆમાં અગાઉ જણાવ્યા મુજબ ડોપામીન તત્ત્વ વધી જાય છે, તેથી ડોપામીનને અવરોધે તેવી હેલોપેરીડોલ, ક્લોપ્રોમેઝીન, ટેટ્રાબેનાઝીન અને રેસર્પીન વગેરે દવાઓ વાપરવામાં આવે છે. (C) ધ્રુજારી-કંપન ટ્રેમર (Tremor) : હાથપગનાં આંગળાંની કે ક્યારેક ગરદન-હોઠની ક્રમબદ્ધ, પરિવર્તિત અને એકસરખી ધ્રુજારીને ટ્રેમ૨-કંપન કહે છે. આ સૌથી વધુ પ્રચલિત મૂવમેન્ટ ડિસૂઑર્ડર છે. ઘણી વાર સ્વસ્થ માણસોને પણ થાક, કંટાળો, દવાની અસર, કૉફી, ગર્ભાવસ્થા જેવી પરિસ્થિતિમાં પણ ધ્રુજારી જણાય છે. દવાઓમાં સ્ટીરૉઇડ, દમની (સાલબ્યુટામોલ, થીઓફાઇલીન) દવાઓ, લિથિયમ, ટ્રાઇસાઇક્લિક તથા એન્ટિસાયકોટિક જેવી માનસિક રોગની દવાઓ અને ખેંચ માટે વપરાતી વાલ્ઝોએટ દવા મુખ્ય છે. થાઇરૉઇડ હોર્મોનનું પ્રમાણ વધવાથી પણ ટ્રેમર આવે. કેટલાક કિસ્સાઓમાં ટ્રેમર વારસાગત હોય છે, જેને ફૅમિલીઅલ -એસેન્શીઅલ ટ્રેમર કહે છે. કેટલાકને ઉંમરને લીધે ટ્રેમર આવે, વળી પાર્કિન્સોનિઝમના મુખ્ય લક્ષણમાં ટ્રેમરનો સમાવેશ થાય છે. વિલ્સન્સ ડિસિઝમાં પણ ધ્રુજારી આવી શકે. આમ અલગ અલગ કારણોથી થતા ટેમરમાં અલગ અલગ દવાઓ વપરાય છે, જેમ કે બીટા બ્લોકર (પ્રોપેનોલોલ), ડાયાઅેપામ, ક્લોનાઝપામ, ગાબાપેન્ટીન, પ્રીમીડોન, પાર્કિન્સોનિઝમ માટે ડોપામીનર્જીક દવાઓ. તો કેટલાક કેસમાં સર્જરીથી પણ ફાયદો થઈ શકે. (D) ટિક્સ (Tics) : ઝડપી, પરિવર્તિત ટેવ જેવી લાગતી હલનચલનની પ્રક્રિયાને ટિક્સ કહે છે. પાંચ ટકા બાળકોને આવી ‘ટેવ' હોય છે, જે તરુણાવસ્થામાં જતી રહે છે દા.ત. કોઈ દવાની આડઅસર કે વાઇરસના રોગથી પણ આમ થાય છે. પણ જે ખરાબ જાતની ટિક છે, તે Gilles de la Tourettee Syndrome માં જોવા મળે છે જેમાં ટિક્સની સાથે સાથે વર્તણૂકમાં ફેરફાર, (ADHD, OCD) તથા ખરાબ ભાષા જોવા મળે છે. આની યોગ્ય ટ્રિટમેન્ટ કરવી જોઇએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy