SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ મગજ અને જ્ઞાનતંતુના રોગો સ્થિતિ(Posture)માં બોટોક્સ ઇંજેક્શનથી ઘણો ફાયદો થાય છે. પરંતુ ૪થી ૬ મહિને તેની અસર ફરી ઓછી થઈ જાય છે. સેરીબ્રલ પાલ્સીથી કડક થયેલા હાથપગની સારવારથી લઈને સ્નાયુઓના દુખાવા અને ઉંમરને છુપાવવા કરચલીની ટ્રીટમેન્ટ સુધી આ બધામાં બોઢુલીનીયમ ઇંજેક્શન ઉપયોગી છે તેવું સિદ્ધ થયું છે. તેનો ડોઝ નાના સ્નાયુમાં ૨ યુનિટથી માંડીને કુલ ૧૫૦-૨૦૦ યુનિટ સુધી હોઈ શકે. દવાઓ તેમ જ ખાસ કરીને બોઢુલીનીયમ ટોક્ષિનના ઉપચારથી મોટા ભાગના આવા ડિસ્ટોનીયા કાબૂમાં રહે છે પણ ક્યારેક જરૂર પડ્યે સર્જરી પણ કરાવી શકાય છે. સર્જરીમાં રાઈઝોટોમી, ડિનર્વેશન પ્રોસિજર વગેરેથી સારવાર કરાય છે. ક્યારેક સ્પાઈનલ કૉર્ડ સ્ટિમ્યુલેશન કરવામાં આવે છે. ડિસ્ટોનીઆના કોઈ કેસમાં ચામડી પર લગાવેલા પટ્ટા (પ્લિન્ટ) વાપરી શકાય છે. ડિસ્ટોનીઆના કેટલાક કેસોને સેકન્ડરી ડિસ્ટોની કહે છે. તેમાં મગજમાં કોઈને કોઈ પ્રકારની ખામી હોય છે, જેમ કે કોષોના ચયાપચયની વારસાગત બીમારી, વિલ્સન ડિઝિઝ, આનુવાંશિક ડિસ્ટોનીયા (ડિસ્ટોની આ મક્યુલોફોર્મન્સ), મગજની ગાંઠ, લોહીની ખામી, કેટલીક દવાઓની આડઅસર વગેરે. આમાંના કેટલાકમાં કારણને દૂર કરવાથી ડિસ્ટોનીઆમાં રાહત થાય છે. કેટલાકમાં કારણને સારી રીતે કાબૂ કરી શકાતું નથી. | ડિસ્ટોનીઆ સિવાયના કેટલાક અન્ય મૂવમેન્ટ ડિસઑર્ડર્સ પણ અત્યંત અગત્યના છે. (B) sizl24.1 (Chorea) : બેઝલ ગેગ્લીઆમાં આવેલા કૉડેટ ન્યુક્લીયસની કામગીરીમાં મુશ્કેલી સર્જાવાથી, હાથપગ-ગરદન-મોઢાનું વિચિત્ર, અહેતુક હલનચલન કે જે ઘણી વાર ક્રમબદ્ધ રીતે પુનરાવર્તિત થાય છે. (૧) રુમેટિક ફીવર તરીકે ઓળખાતા સાંધાના રોગથી થતો કોરીઆ (૨) હંટિગ્ટન કોરીઆ(વારસાગત) (૩) સેનાઈલ કોરીઆ (૪) ડિપ્લેરિયા, જુપિંગ કફ (કાલી ખાંસી, ઉટાંટિયું) રુબેલા તથા એન્સેફેલાઈટિસ વગેરે રોગોમાં થતો કોરીઆ (૫) થાઇરૉઇડના સ્રાવ વધી જવાથી થતો કોરીઆ (૬) વિલ્સન્સ ડિસિઝ, ન્યુરો એકેન્યોસીસ કોરીઆ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004950
Book TitleMagaj ane Gyantantu na Rogo
Original Sutra AuthorN/A
AuthorSudhir V Shah
PublisherChetna Sudhir Shah
Publication Year2010
Total Pages314
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy