________________
શ્રી મહાવીર કથા અને કદાચ કોઈને ધર્મમાં શ્રદ્ધા પણ ઉત્પન્ન થાય, પરંતુ તે પ્રમાણે પુરુષાર્થ કરવો, એ તેથી પણ દુર્ઘટ છે. કારણ કે, ઘણુ માણસેને સારી સારી વસ્તુઓમાં શ્રદ્ધા હેવા છતાં, તે પ્રમાણે તેઓ આચરણ નથી કરતાં.
પરંતુ જેઓ મનુષ્યપણું પામી, સદ્ધર્મનું શ્રવણ કરી, તેમાં શ્રદ્ધાયુક્ત બની, તે પ્રમાણે આચરણ કરે છે, તેવા સરળ અને શુદ્ધ માણસે જ, પાણીથી સિંચાયેલા અગ્નિની પેઠે નિર્વાણ પ્રાપ્ત કરે છે.
માટે કર્મબંધનના વિવિધ હેતુઓ જાણી, તેમને ત્યાગ કરો, તથા વિવિધ પ્રકારનાં શીલ વડે ઊર્ધ્વગતિ સાધે. પ્રયત્ન કરવા છતાં, આ જન્મમાં જ સંપૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત ન થઈ, તે તેથી નિરાશ થવાનું કોઈ કારણ નથી. તેવા મનુષ્યો ઉત્તમ વિભૂતિવાળી દેવાનિઓમાં જન્મ પામી, આયુષ્ય પૂરું થયે, ફરી મનુષ્યયોનિમાં સારાં સારાં કુળમાં અવતરે છે. ત્યાં તેમને નીચેનાં દશ ઉત્તમ અંગે પ્રથમથી પ્રાપ્ત થાય છે: (૧) ઘર અને વાડી, સેનું અને રૂપું (૨) સુશીલ મિત્રો (૩) સહદય નાતીલાઓ (૪) ઉત્તમ ગોત્ર (૫) ઉત્તમ વર્ણ (૬) આરોગ્ય (૭) તીક્ષ્ણ બુદ્ધિ (૮) ખાનદાનપણું (૯) યશ અને (૧૦) પરાક્રમ,
પૂર્વજન્મના સંસ્કારને કારણે પ્રથમથી જ વિશુદ્ધ આચરણવાળા તેઓ, અસામાન્ય માનષિક વિભૂતિઓ ભોગવતા છતા તેમાં અનાસક્ત રહી, શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત કરે છે; તથા જ્ઞાનીઓએ વર્ણવેલે સંયમપ્રધાન મોક્ષમાર્ગ સ્વીકારી, તપથી કમીશને નાશ કરી, શાશ્વત સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
[ ઉત્ત. ૩}