________________
R
શ્રી મહાવીર-કથા
ધારણ કરનાર ગૃહસ્થને ઘણી વાર જૂના જીવનમાઞને ન છેડવા ઈચ્છતી પત્ની સાથે કેવી અથડામણા વેઠવી પડે છે, તેનું સારું દષ્ટાંત મહાશતકનું જીવન પૂરું પાડે છે. ઉપાસકદશા સૂત્રમાંથી તે કથા અહીં ઉતારી છે.
મહાશતકને ૧૩ સ્ત્રીએ હતી. તેમાંથી રેવતીને તેને પિયરથી આઠ હિરણ્યકેાટી અને આઠ વ્રજ મળ્યાં હતાં. બાકીની આર સ્ત્રીઓને એક એક હિરણ્યકેાટી અને એક એક વ્રજ કન્યાદાનમાં મળ્યાં હતાં.
મહાશતકે વતા સ્વીકાર્યાં પછીના પ્રસંગ છે. રેવતીને એક વાર એવા વિચાર આવ્યે! કે, મારે, આર-માર શાકય હાવાથી હું સારી રીતે મહાશતક સાથે કામભોગે! ભાગવી શકતી નથી. માટે એ બારે શાકયોને અગ્નિ-શસ્ર-કે વિષ-પ્રયેાઞથી મારી નાખું, અને તેમની એક એક હિરણ્યકેાટી તથા વ્રજને મેળવી મહાશતક સાથે સુખે રહું.
લાગ મળતાં તેણે છ શાકયોને શસ્ત્રથી અને બાકીની અને વિષથી મારી નાખી. ત્યાર બાદ તેમનાં ધન તથા વ્રજ લઈને તે મહાશતક સાથે સુખે રહેવા લાગી.
તે રેવતી માંસલેાલુપ હતી અને અનેક પ્રકારના સેાળા તથા તળેલાં અને ભૂજેલાં માંસા, તથા સુરા વગેરેના આસ્વાદ. કરતી રહેતી હતી. એક વાર રાજગૃહમાં અમાધાતને દ્વેષ થયેા. ત્યારે પણ રેવતી પેાતાનાં પિયેરનાં માણુસા દ્વારા રાજ એ-એ ગાયના વાછરડા મરાવીને તેમનું માંસ ખાતી તથા યથેષ્ટ દારૂ પીતી.
લીધેલાં શિક્ષાવતા અને ગુણવ્રતાને પાળતા મહાશતકનાં ૧૪ વર્ષ ચાલ્યાં ગયાં. પછી પેાતાના મેાટા પુત્રને કારભાર સેાંપી, ધ પ્રવ્રુપ્તિ સ્વીકારી, બ્રહ્મચયપૂર્વક તે પૌષધશાળામાં જ રહેવા લાગ્યા.