________________
આપેલાં ટિપણે વિચારક વાચકોને વૈદિક, જૈન અને બૌદ્ધ સંસ્કૃતિની એકવાક્યતાને ખ્યાલ જરૂર આપી શકે એવાં છે; તથા અહિંસામાંથી જન્મેલી અને અહિંસાને પિશે તેવી સ્યાદ્વાદમૂલક સર્વધર્મ સમભાવની વૃત્તિને જગાડનારાં છે.
આ રીતે અનુવાદ વાચાને ઉપયોગી થઈ પડે તે માટે ખાસ કાળજી રાખવામાં આવી છે. છતાં રહી ગયેલી ખામીઓને તેઓ દરગુજર કરશે અને અનુવાદકના ધ્યાન ઉપર લાવશે એવી આશા છે. આંખ ખરાબ થઈ જવાને લીધે આ જાતનું કામ હું કરી શકત નહિ; પણ વિદ્યાપીઠે શ્રી. ગોપાલદાસભાઈને મારા સહકારી નિમેલા છે તેથી જ આ ઉત્તમ કામ થઈ શક્યું છે. આ કામમાં તેમના અભ્યાસને લીધે લાભ ભૂલી શકાય તેમ નથી.
બેચરદાસ છ0 દેશી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org