________________
ધમકથાઓ - પંથકનું વચન સાંભળતાં જ સેલક સચેત થયે અને વિચારવા લાગ્યો કે જે વિષયવિલાસને છેડવા હું કટીબદ્ધ થયેલે તેમાં જ હું પાછો સપડા છું. અને શિથિલ થઈને એક સ્થાને જ પડી રહ્યો છું. મારું તીવ્ર તપ કે સ્વાદ્રિયના જયની મારી ઉગ્ર સાધના કયાં ગયાં ? અરેરે ! આ શું થયું ? આમ વિચારી સેલ કે, વાપરવા આણેલાં સેજ, સંથારો, પીઠ અને ફલક તેમના માલિકને પાછાં સેંપી દઈ બીજે દિવસે જ એ સ્થાન છેડી પંથક સાથે વિહાર કરી જવાને નિશ્ચય કર્યો. બહાર ગયેલા શિષ્યોએ સેલકનો આ સંકલ્પ જા એટલે તેઓ પણ તેની સાથે રહેવા પાછા આવ્યા. તે બધાએ પુંડરીક પર્વત ઉપર જઈને પિતાનું શેષ જીવન વ્યતીત કર્યું.
એ પ્રમાણે હે જંબુ ! જે નિર્ગથ અને નિર્ચથીઓ સેલકની પેઠે કુશીલ થશે, શિથિલ થશે અને શ્રમણત્વથી ભ્રષ્ટ થશે તે બધાં સર્વ પ્રકારે નિંદનીય અને તિરસ્કારને પાત્ર થઈને ચોરાશીના ફેરામાં જ ફર્યા કરશે. પરંતુ જેઓ તેની પેઠે પાછાં ફરી સુશીલ થશે, તપ અને સંયમમાં ઉદ્યત થશે અને સ્વીકારેલા શ્રમણત્વની પૂરેપૂરી રક્ષા કરશે, તેઓ એની પેઠે કલ્યાણનું ભાજન થઈ નિર્વાણને પામશે.
હે જંબુ! આ પ્રમાણે શ્રમણભગવાન મહાવીરે આ પાંચમા અધ્યયનમાં વર્ણવેલું સેલકનું મને બળ મેં તને કહી સંભળાવ્યું.” એમ આર્ય સુધર્મા બેલ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org