________________
પઃ શિલક ઋષિ આચારશુદ્ધિ કરતા પ્રાણી પરિણામે સર્વ દુઃખથી વિમુક્ત થાય છે.”
આટલું કહ્યા બાદ થાવાપુત્રે સામું સુદર્શનને પૂછયું – “હે દેવાનુપ્રિય! તમારા ધર્મમાં શું મુખ્ય છે”
સુદર્શને જવાબ આપે –
“હે દેવાનુપ્રિય! અમારા ધર્મમાં શૌચ મુખ્ય છે.” આટલું કહીને તેણે શુક પરિવ્રાજકે કહેલે શૌચપ્રધાન ધર્મ કહી સંભળાવ્યું. તે સાંભળીને થાવસ્ત્રાપુત્ર બેલ્યા:–
હે સુદર્શન! કઈ માણસ રુધિરથી ખરડાયેલા કાપડને રુધિરથી ધુએ તે તે સાફ થાય ખરું?”
સુદર્શને જવાબ આપે “ના તે સાફ ન થાય.”
થાવાપુત્રઃ– “એ જ પ્રમાણે હે સુદર્શન: હિંસા, અસત્ય અને ચૌર્ય વગેરે દોથી યુક્ત મનુષ્યની શુદ્ધિ હિસા, અસત્ય અને ચૌર્યની પ્રવૃત્તિથી થતી નથી. છે સુદર્શન! કોઈ માણસ રુધિરથી ખરડાયેલા કપડાને સાજીખારમાં અને બાફે તથા પછી શુદ્ધ પાણીથી ધુએ તે તે કપડું સાફ થાય ખરું?”
સુદર્શન – “હા. તે કપડું શુદ્ધ થાય ખરું.”
થાવસ્થાપત્ર – “એ જ પ્રમાણે, હે સુદર્શન: હિંસા, અસત્ય અને ચૌર્ય વગેરે દોષોથી યુક્ત મનુષ્યની શુદ્ધિ અહિંસા, સત્ય અને અસ્તેય વગેરે ગુણેને આચરવાથી થાય છે.”
આ સાંભળીને સુદર્શન ઘણે હર્ષિત થશે. તેણે થાવગ્નાપુત્રને નમસ્કાર કરીને કહ્યું –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org