________________
ધમકથાઓ થાવસ્થા સાર્થવાહી વાસુદેવપાસે આવી*કહેવા લાગી –
“હે દેવાનુપ્રિય! મારો એકને એક પુત્ર અહંતની પાસે પ્રજિત થવાને તૈયાર થયે છે. મારે તેને આ છેલ્લો સત્કાર કરવાનો છે. તે તેને માટે ચામર, છત્ર અને સુગટ આપવાની મહેરબાની કરે.”
તે સાંભળીને વાસુદેવે કહ્યું – “હે દેવાનુપ્રિયે! તું નિશ્ચિત રહે. હું પોતે જ થાવસ્થા પુત્રને નિષ્કમણસત્કાર કરીશ.”
પછી કૃષ્ણ વાસુદેવ ચતુરંગ સેના સાથે વિજયગધ હરતીરાજ ઉપર બેસીને સાર્થવાહીને ઘેર આવ્યા અને થાંવસ્થા પુત્રને કહેવા લાગ્યા –
હે દેવાનુપ્રિય! તું ભેગને ત્યાગ શા માટે રે છે? મારી છાયામાં રહીને તે નિરાંતે ભેગે ભેગવ. તને જે કંઈ તકલીફ હોય તે મને કહી દે. હુ તે બધીનું નિવારણ કરી આપીશ.”
થાવસ્થા પુત્રે જવાબમાં વાસુદેવને કહ્યું – “હે દેવાનુપ્રિય! જે તમે મારા જીવિતનો નાશ કરનારા મૃત્યુને રેકી શકતા હે, કે શરીરના સૌંદર્યને વિનાશ કરનારી જરાને અટકાવી શકતા હે, તે હું જરૂર તમારી છાયામાં રહીને આ કામને ભગવ્યા કરું.”
કૃષ્ણ બાલ્યા- “હે દેવાનુપ્રિય ! મૃત્યુ કેઈથી રેકી શકાય તેવું નથી. દેવ અને દાનવ પણ તેને રોકી શક્તા નથી. કષાયના સંસ્કારોની હયાતી સુધી મૃત્યુને ભય રહેવાને જ.”
ત્યારે થાવગ્ગાપુત્ર બે –
હે દેવાનુપ્રિય! હું મૃત્યુભય ઈચ્છતે નથી તેથી જ તેને વધારનારા વિલાસના સંસ્કારને ત્યાગ કરવા ઈચ્છું છું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org