________________
૨ઃ બે સાથે બાંધ્યા - તે નગરમાં વેપારીઓ શ્રેષ્ઠ, અઢારે વણેને સલાહકાર અને બજારના નાક જે ધન્ય નામે એક સાર્થવાહ રહેતે હતું. તેને ભદ્રા નામે ભાર્યા હતી. પણ સંતતિ ન હતી. ભર્યા ઘરમાં માત્ર એ બે જણ જ રહેતાં હતાં. તેમને પંથક નામે એક દેખાવડે, બાળકો રમાડવામાં કુશળ અને હૃષ્ટપુષ્ટ નેકર હતા.
તે જ નગરમાં વિય નામને ચંડાળ જે નિર્દય, ભયંકર, વિશ્વાસઘાતી અને જુગારી ચાર રહેતું હતું. તે ગીધની પેઠે માંસલુપ, અગ્નિપેઠે સર્વભક્ષી, અને પાણી પેઠે સર્વગ્રાહી હતા. તીર્થસ્થાને લૂંટતાં પણ તે અચકાતે નહિ.
તે વિજયચોર ચોરી માટે નગરની બહાર અને અંદર ઠામઠામ ફર્યા કરતે. દેવળમાં, પરબમાં, ઉજજડ ઘરમાં અને વેશ્યાઓને ત્યાં તે વારંવાર રખડયા કરતો. કેઈનો યજ્ઞ હોય, ઉત્સવ હેમ, પર્વનો દિવસ હોય, જમણવાર હોય, તિથિઓની ઉજવણી હોય, કે ઘણું દારૂડિયા એકઠા મળ્યા હેય એવી જગાઓ તે શોધ્યા જ કરે તથા ગામ બહારના બગીચા, ઉદ્યાને, વા, પુષ્કરણીઓ, જંગલો, ભાગેલા કૂવા અને શમશાનમાં પણ તે ભક્ષ્યની શોધમાં ભમ્યા કરતો.
ભદ્રાશેઠાણીને ધન અને વળવ અઢળક હોવા છતાં પાછળ કોઈ જ પાણી મૂકનાર ન હોવાનું અત્યંત દુઃખ હતું. પુત્ર વિના મરતાં પોતાની શી અવગતિ થશે તે ચિંતામાં જ તે હંમેશાં ગરક રહેતાં.
ધાવતાં, ખેળામાં રમતાં, અને કાલુકાલું બોલતાં બાળકનાં માબાપને ધન્ય છે, તેમને જન્મ સફળ છે. હું એકલી જ અધન્ય છું, અપુણ્ય છું. મારું વાંઝિયામહેણું શે ટળે ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org