________________
૧૪ પગ ઊંચે કર્યો શ્રમણભગવાન મહાવીરે કહેલી એ વાત સાંભળીને મેઘનું ચિત્ત વળી વધુ પ્રસન્ન બન્યું, તથા તેના ચિત્તમાં વિશેષતર પ્રવૃત્તિ, મિત્રીવૃત્તિ અને સમભાવને આવિર્ભાવ થયો. પિતાના પૂર્વભવની વાત સાંભળતાં જ તેને તે બધી વાતનું મરણ થઈ આવ્યું, આંખમાં હર્ષાશ્રુ આવ્યાં, આખા શરીરે રોમાંચ થયાં અને તેના સંવેગમાં બમણે વધારે થયે. પછી ભગવાન મહાવીરને વંદન તથા નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું –
“હે ભગવાન! આજથી માંડીને હું મારા આ શરીરને બધા જ સંતશ્રમણની સેવામાં સમપી દઉં છું.” એમ કહીને ભગવાન મહાવીરને ફરીવાર વંદન કરી આ પ્રમાણે બોલ્યો –
“હે ભગવાન! શ્રમણની આશાતનાના દેષમાંથી નિવૃત્ત થયેલા મને આપ ફરીવાર દીક્ષા આપે અને ધર્મોપદેશ કરે.”
શ્રમણભગવાન મહાવીરે તેને ફરીવાર દીક્ષા આપી અને ધર્મોપદેશ કરતાં કહ્યું કે, “હે દેવાનુપ્રિય! સંયમથી ચાલવું, બેસવું, ઊડવું, ખાવું, પીવું, બેલવું, અને સર્વ પ્રાણ, ભૂત, છો અને સર્વે સાથે સંયમથી વર્તવું.”
હવે મેઘકુમાર સમભાવથી રહે છે, સંયમથી વતે છે, ભગવાનના સ્થવિરે પાસે સામાયિક વગેરે અગિયાર અંગેનું અધ્યયન કરે છે, ઉગ્ર સંયમ તથા તપથી મન, વચન અને કાયાને પોતાનાં વશવતી કરે છે, દિવસે સૂર્યાભિમુખ આતાપના-ભૂમિમાં ઊભે રહીને તથા રાત્રે આઢયા વિના વીરાસને બેસીને ધ્યાન કરે છે અને આમ ઊડે ઊંડે રહેલા કામ, ક્રોધ, મેહ, લેભ વગેરેના સંસ્કારને નાશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org