________________
ધર્મસ્થાએ આપી. અને જેલખાનામાંથી સર્વ કેદીઓ છેડી મૂકવાનું, તથા તેળવાનાં સાધનોનાં વજન અને માપવાનાં સાધનોનાં માપ, હોય તેનાથી વધારી મૂકવાનું કહ્યું.
આટલું કર્યા બાદ તે રાજાએ અઢારે વરસ અને ઉપવર્ણના લોકોને બેલાવીને આખા રાજ્યમાં દશ દિવસ સુધી જાહેર ઉત્સવ કરવાનું જણાવ્યું. તેમ જ તમામ પ્રજા તે દિવસે આનંદથી પસાર કરે તે માટે તે ઉત્સવ ચાલે ત્યાં સુધી રાજગૃહ અને તેની હકૂમત નીચેના પ્રદેશમાં જતાઆવતા માલનું દાણ માફ કરવાને, તમામ પ્રકારના કર ઉઘરાવવાનું, જપ્તી કરવાનું કે દંડ કરવાનું કામ બંધ કરવાને, તથા આખી પ્રજાનું દેવું રાજ્ય તરફથી ભરપાઈ કરવાનો હુકમ આપે.
ત્યાર બાદ તે રાજા બહારની ઉપસ્થાનશાળામાં બેસી દસ દિવસ સેંકડો, હજારો અને લાખના ખર્ચથી યાગ ૪ કરાવવા લાગ્યા, તથા પુષ્કળ દાન દેવા લાગ્યો. તે વખતે રાજ્યના મોટા અધિકારીઓએ અને નગરવાસીઓએ તેને પુષ્કળ નજરાણાં ભેટ કર્યા.
ઉત્સવના દશ દિવસેમાંથી પ્રથમ દિવસે કુમારને જાતકર્મ સંસ્કાર થયે, બીજે દિવસે જાગરણને ઉત્સવ થો અને ત્રીજે દિવસે કુમારને સૂર્યચંદ્રનાં દર્શન કરાવવામાં આવ્યાં. ત્યાર બાદ બાકીના સાત દિવસ સુધી આખા શહેરમાં સંગીત, નૃત્ય, વાદિત્ર, ખેલ, નાટક વગેરે દ્વારા આનંદની હેલી મચી રહી.
એ ઉત્સવ પૂરો થતાં રાજા શ્રેણિકે પોતાના મિત્રો, જ્ઞાતિજને, આત્મીયે, સ્વજનો, સંબંધીઓ, પરિજનો, ગણનાયકોY, દંડનાયકે, સેનાના માણસે, રાજ્યના બીજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org