________________
મકથા
રાજાએ હાથમાં પુષ્પ તથા ફળ લઇ ને વિનયસાથે તે સ્વગ્નપાટકાને ધારિણી રાણીનું સ્વમ કહી બતાવી તેનું ફળ પૂછ્યુ.
સ્વ×પાઠકોએ એ વિશે, પરસ્પર ઊહાપેાહ કરીને શાસ્ત્રની ગાથાઓ સાથે રાજાને જણાવ્યું:
“હે રાજન! અમારા સ્વશાસ્ત્રમાં ૧૭ ૪૨ સ્વસ તથા ૩૦ મહાસ્વપ્રો ગણાવેલાં છે. તે ૩૦ મહાસ્વપ્રમાં મહારાણીએ જણાવેલું સ્વસ આવે છે. તેનાથી તમને અથલાભ, પુત્રલાલ, રાજ્યલાભ અને લેાગસૌમ્યલાભ થશે એવું સૂચિત થાય છે. તેમજ પૂરા નવ માસ અને સાડાસાત દિવસ વીત્યા બાદ રાણીની કૂખે કુળદીપક પુત્રના જન્મ થશે. તે યુવાન અને શૂરવીર થઈ માંતા રાજ્યના સ્વામી થશે, અથવા ભાવિતાત્મા અનગાર થશે.”
આ હકીકત સાંભળીને રાજા તેમજ રાણી ખૂબ જ ખુશી થયાં. તેમણે તે સ્વપાકના વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વામિ તથા વસ્ત્ર, ગંધ, માલ્ય અને અલંકાર વડે સત્કાર કર્યો તથા તેઆને જિંદગીપર્યંત ચાલે તેટલું પ્રીતિદાન આપી વિદાય કર્યો. ત્યાર બાદ તે મને પેાતપાતાના આવાસમાં ચાલ્યાં ગયાં.
ત્યાર પછી ત્રીજે મહિને ધારિણી રાણીને એવા દાહ૪૧૮ થયા કે ઝીણું! ઝીણે! વરસાદ પડતા હોય, વીજળી ઝબૂકતી હૈાય, આકાશ ગાજતું હોય, માર ટહૂકતા હોય, અને દેડકાં ડોડો કરતાં હોય એવે વખતે, હું રાજા શ્રેણિકની સાથે હાથી ઉપર બેસીને રાજગૃહ પાસેના વૈભાર૧૯ વગેરે પહાડામાં ફરું તથા તે પહાડા પાસેનાં ઉદ્યાનેમાંથી ફૂલેા વીણું તે કેવું સારું!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org