________________
ધર્મ કથાએ અનેક પ્રકારનું ચિત્રકામ અને કેતરકામ હતું. તે મહેલોના દરેક ઓરડાની છાએ ચંદરવા બાંધેલા હતા અને તે દરેક અનેક પ્રકારના સુગંધિત અને રોગહર ધૂપથી નિરંતર સુવાસિત રહેતા. તેમનાં સર્વ બારીબારણાં ઉપર અનેક પ્રકારનાં ચિત્રવાળા, સુશોભિત, જુદીજુદી ભાતેની છાપવાળા તથા અનેક તરેહની ગૂંથણવાળા પડદાઓ બાંધેલા હતા.
આવા એક મહેલમાં ધારિણી દેવી પણ રહેતી હતી. એકવાર રાત્રે તે મચ્છરદાનીથી ઢંકાયેલા પલંગ ઉપર નરમ સુંવાળા અને સુવાસિત એછાડથી આચ્છાદિત બિછાનામાં અર્ધજાગૃત અવસ્થામાં સૂતી હતી. તે વખતે રાત્રીના પૂર્વ ભાગના અંતમાં અને અપર ભાગની શરૂઆતમાં મધરાતે તેણે એક સર્વલક્ષણસંપન્ન, રૂપાના ઢગલા જે સફેદ અને સાત હાથ ઊંચે એ ગજરાજ પિતાના મુખમાં પેસ હોય તેવું સ્વપ્ન જોયું ૧૩.
તે વપ્ન જોઈને જાગી ઊડેલી ધારિ દેવી હર્ષિત થઈને જ્યાં રાજા સૂતો હતો ત્યાં ગઈ તથા મધુર વાણીથી તેને જાગૃત કરી, તેની સામે બેસી, બે હાથ જોડી પિતાના સ્વપ્નનું વૃત્તાંત કહેવા લાગી.
રાજા સ્વમની વાત સાંભળી ઘણે ખુશ થ, તથા મનમાં વિચાર કરીને બોલ્યો :
“હે દેવાનુપ્રિયે તારું સ્વમ આરેગ્ય, સંતોષ અને આયુષ્ય વધારનારું છે તથા તેનાથી આપણને અર્થલાભ, પુત્રલાભ, રાજ્યલાભ અને ભેગસૌખ્યલાભ થશે એવું સૂચિત થાય છે. પૂરા નવ મહિના અને સાડાસાત દિવસ પૂરા થયે તારી કૂખે કુળદીપક એવા પુત્રરત્નને જન્મ થશે. તે યુવાન અને શૂરવીર થઈ આખા રાજ્યને સ્વામી થશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org