________________
ટિપણું આ સૂત્રમાં વપરાયેલું આઈણણરૂપ એ આજબૂનું જ રૂપાંતર છે. નિર્યુક્તિમાં પણ ઉત્તમ ઘડે' એ અર્થમાં આઈન્સ શબ્દ વપરાયેલ છે. ત્યાં તેના વ્યાખ્યાકારોએ અને પ્રસ્તુત ટીકાકાર અભયદેવે તે શબ્દને સંસ્કૃત “આકર્ણ'માંથી ઊપજેલો બતાવ્યો છે. પરંતુ અર્થનો સંબંધ જોતાં તેને “આકીર્ણ'માંથી લાવવા કરતાં મૂળ “આજાનેય'માંથી લાવવો જ બરાબર છે. ૨ઃ હથિસીસ
ગચ્છાચારપના અને આવશ્યકચૂર્ણિમાં હસ્તિશીર્ષ નગરનું વર્ણન આવે છે. તેમાં લખેલું છે કે હસ્તિશીર્ષને રાજ દમદંત એક વાર રાજગૃહના રાજા જરાસંધની પાસે ગયો. પાંડવેને અને દમદંતને કોઈ પણ કારણથી વેર હતું. તેથી તેની ગેરહાજરીમાં પાંડવોએ તેનું હસ્તિશીર્ષ લૂંટયું અને બાળી નાખ્યું. રાજગૃહથી પાછા ફરતાં દમદતે આ હકીકત જાણી. તેથી તેણે પોતાના સૈન્ય સાથે હસ્તિનાપુરને ઘેરો ઘાલ્યો. પાંડવો હસ્તિનાપુરમાં ભરાઈ રહ્યા, બહાર નીકળ્યા નહિ. તેથી તેને એમ લાગ્યું કે સામી છાતીએ આવનારા શત્રુ સાથે યુદ્ધ કરવું એ ક્ષત્રિયને ધર્મ છે પણ આવા કિલબ પાંડવ સાથે યુદ્ધ કરવું એ ઠીક નથી. એમ સમજીને ઘણું દિવસ સુધી પાંડેને બહાર નીકળવાની વાટ જોયા પછી તે પિતાને ગામ ચાલ્યો ગયો. કેટલોક સમય ત્યાં રાજ્ય કર્યા પછી તે વિરક્ત થયે અને નેમિનાથના શિષ્ય ધર્મઘોષ પાસે તેણે પ્રવજ્યા લીધી.. ફરતો ફરતો એકવાર તે પાંડના હસ્તિનાપુરમાં આવી પહોંચ્યું. ત્યાં તે દરવાજા પાસે જ ધ્યાનમાં ઊભો રહ્યા. દુર્યોધને તેને ખૂબ હેરાન કર્યો અને યુધિષ્ઠિરે તેની ઠીકઠીક શુશ્રુષા કરી. ૩ઃ (ભીર તિવહન) પન
પદનનું સ્વરૂપ આપતાં ભગવતીની ટીકામાં જણાવ્યું છે કે તે બે પ્રકારનું છે. (૧) જલપત્તન અને (૨) સ્થલપત્તન. જ્યાં જલમાર્ગ હોય અને વહાણ લાંગરી શકાતાં હોય તે જલપત્તન અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org