________________
૧૮
ટિપ્પણ
ધમ માં નિષિદ્ધ જ છે. ભગવતીના ખીજા શતકમાં ભગવાનના પટ્ટશિષ્ય ઇંદ્રભૂતિ ગૌતમ, ભગવાન પાસે સ્કંદ તાપસ આવે છે એમ જાણીને તરત ઊભા થઈ તેને લેવા સામે જાય છે અને તેનું સ્વાગત પૂછે છે. એ જ રીતે અહીં કૃષ્ણ, પાંડવા અને કુતી વગેરે નારદને યેાગ્ય વિનય કરે છે, માત્ર દ્રૌપદી નથી કરતી એ તેની સાંપ્રદાયિક સંકુચિતતા જ બતાવી આપે છે. એવા અવિનય કરવાથી ધની રક્ષાને બદલે કુવા અધમ પેદા થાએ સૂત્રકારે સ્પષ્ટ બતાવ્યું છે.
૯: ત્રણ દિવસના
સૂત્રામાં જ્યાં જ્યાં કાઈ દેવને ખેલાવવાની હકીકત આવે છે ત્યાં બધે, એલાવનાર પૌષધશાળામાં કે એકાંત સ્થાનમાં જઈને ત્રણ દિવસના ઉપવાસ સાથે દેવને આવવાના સંકલ્પ સેવે છે અને પછી તે દેવ આવે છે, એવી હકીકત આવે છે. જ્યારે રામ' લકા ઉપર ચડયા ત્યારે વચ્ચે દરિયે આડે આવતા હાવાથી તેની સહાય લેવા માટે દરિયાને કાંઠે દાભ પાથરીને તે ત્રણ દિવસ રહ્યાને ઉલ્લેખ રામાયણુમાં પણ આવે છે. દેવને ખેલાવવાને આ વિધિ રામાયણુ અને જૈનસૂત્રમાં લગભગ મળતા આવે એવે વર્ણવાયેા છે. રામાયણુમાં લખ્યું છેઃ
ततः सागरवेलायां दर्भानास्तीर्य राघवः ।
अञ्जलिं प्राङ्मुखः कृत्वा प्रतिशिश्ये महोदधेः ॥ स त्रिरात्रोषितस्तत्र नयज्ञो धर्मवत्सलः । રામત તથા રામ સાગરે સરિતાં પતિમ્ ।। ૧૦: નરસિ’હરૂપ
સૂત્રમાં લખ્યા પ્રમાણે કૃષ્ણે નરસિંહરૂપ ધરીને પદ્મનાભની અવરકંકા નગરીને ધ્રુજાવી દીધી; ત્યારે વૈકિ પર પરામાં નરસિંહરૂપદ્મારા પ્રહલાદના પિતા હિરણ્યકશિપુને વિષ્ણુએ મારી નાખ્યાને ઉલ્લેખ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org