________________
અદયયન-૧
૧ઃ ગુણશિલ ચૈત્ય
અઢારમા સૈકાને એક જૈન તીર્થયાત્રી લખે છે કે – “રાજગૃહી પૂરવ દિશિ, કોશ ત્રણ જબ જાય; ગુણસિલ વનની જાયગા, ગાંમ ગુણુયાં કહેવાય.
ગુણશિલ ચિત્ય રાજગૃહની પૂર્વઉત્તરે હેવાનું સૂત્રમાં લખેલું છે. આ યાત્રી રાજગૃહથી પૂર્વ દિશામાં ગુણશિલની જગ્યા હોવાનું લખે છે. એટલે સૂત્રોત ગુણશિલ અને આ યાત્રીએ જોયેલી ગુણશિલની જગા તથા ગુણયા ગામ કદાચ એક જ હોય. બીજે યાત્રી આ વિષે જણાવે છે કે –
“ગામ ગુણાકઅ જણ કહઈ ત્રિહુ કાસે તસ તીરે જી; ચૈત્ય ભલું જેહ ગુણશિલ, સમેય જિહાં વરે છે.”
આ દેહરામાં ત્રણ કોશ ક્યાંથી લેવા તે બરાબર જણાતું નથી, કારણ કે તેની ઉપર મુખ્ય વર્ણન પાવાપુરીનું આવે છે.
વર્તમાનમાં નવાદા સ્ટેશનેથી ત્રણેક માઈલ પર એક તળાવમાં મહાવીરસ્વામીનું મંદિર છે તેને ગુણાયા અથવા ગુણશિલ કહેવામાં આવે છે. એ નવાદાને ઉલ્લેખ પણ જનયાત્રી કરે છે. ૩૨ : ઉો
જે ક્ષત્રિયો આરક્ષક (રખવાળ) અને ઉગદંડ કરનારા હતા તેઓને ઉગ્રો કહેલા છે.
જે ક્ષત્રિયે ગુરુસ્થાને હતા તેઓને ભેગો કહેલા છે. ૩૮: રાજન્ય
જે ક્ષત્રિો ઋષભદેવની સમાન વયના હતા તેમને રાજ કહેલા છે. અને આ ત્રણ સિવાય બાકીનાને સામાન્ય ક્ષત્રિય કહેલા છે (આવશ્યક).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org