________________
અદયયન-૧
૧૭૩ પદમાં પ૧,૦૮,૮૬,૮૪૦ શ્લોક હોય છે. દિગંબર સંપ્રદાયમાં પણ ૫૧,૦૮,૮૪,૬૨૧ કલેકનું એક પદ બતાવેલું છે. સમવાયાંગ અને નંદીમાં મૂળમાં જ્યાં નાયાધમ્મકતાનું પ્રમાણ બતાવ્યું છે ત્યાં માત્ર સારું જાડું આટલે જ ઉલેખ આવે છે. તેને અર્થ હજારે પદે એ થાય છે. અહીં જે પાંચ લાખ વગેરે પદની સંખ્યા બતાવી છે તે તેની વ્યાખ્યાઓને આધારે છે. કઃ ઉકિખાણાય
આ અધ્યયનમાં મેઘકુમારની વાત આવે છે. તેમાં તેણે હાથીના ભવમાં સસલાને બચાવવા જા જિતે પગ ઊંચે કર્યો હતો – એવું વર્ણન આવે છે. તે ઉપરથી આ અધ્યયનનું નામ ઉખિત્ત-@ાય પડયું છે. ૧૦: રાજગૃહ
આ નગર બૌદ્ધો અને તેનું પૂજનીય તીર્થ છે. ત્યાં મહાવીર અને બુદ્ધ અનેક ચાતુર્માસે કરેલા. તેથી જ તેને ઉલ્લેખ વારંવાર બંને ધર્મના ગ્રંથમાં આવે છે. જરાસંધના સમયમાં રાજગૃહ મગધની રાજધાની હતી એ જાતની નોંધ મહાભારતના સભાપર્વમાં મળે છે. તેનું બીજું નામ ગિરિવજ પણ તેમાં નેધેલું છે. ત્યાં પાંચ પહાડે છે એમ મહાભારતકારે તેમજ જૈન ગ્રંથકારોએ જણાવેલું છે. પણ તેમનાં નામમાં ભેદ નીચે પ્રમાણે છે –
મહાભારત –વહાર (ભાર), વારાહ, વૃષભ, ઋષિગિરિ, ચિત્યક વાયુપુરાણ –વિભાર, વિપુલ, રત્નકૂટ, ગિરિધ્વજ, રત્નાચલ જૈન-વૈભાર, વિપુલ, ઉદય, સુવર્ણ રત્નગિરિ.
આ પહાડને કારણે તેનું બીજું નામ ગિરિધ્વજ પડ્યું હશે. તેનું વર્તમાન નામ રાજગિર છે. તે બિહારથી લગભગ ૧૩, ૧૪ માઈલ દક્ષિણે આવેલું છે. આ જ રાજગૃહની બહાર ઉત્તરપૂર્વમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org