________________
ધમકથાઓ હવે પુંડરીક અનગાર સંયમને પાળતા ગામેગામ ફરતા વિહરે છે. ખાનપાનમાં તે અત્યંત અનાસક્ત છે. નીરસ, વિરસ, ઠંડું, લૂખું એવું પરિમિત ભેજન પણ સ્વાધ્યાય અને સંયમમાં બાધ ન આવે એવી રીતે તે લે છે અને રાત્રીએ જાગરણ કરીંને ધર્મચિંતન કર્યા કરે છે.
આમ કરતાં કરતાં તેમને પણ અજીર્ણ થયું તથા તેથી તેમના શરીરમાં પિત્તજવર દાખલ થતાં દાહ થયો. તેમનું શરીર અશક્ત અને પરાક્રમહીન થઈ ગયું. તેથી તેમણે પિતાને છેવટને વખત જાણુંને, અહંત ભગવંતેને અને પોતાના ધર્માચાર્ય ધર્મોપદેશક સ્થવિરેને નમસ્કાર કર્યા; સ્થવિ પાસે સ્વીકારેલી અહિંસા, સત્ય વગેરેની પ્રતિજ્ઞાઓ યાદ કરી, અને પાપનું આલોચન કરતા તે કાળ કરીને સર્વાર્થસિદ્ધની ગતિએ પહોંચ્યા. ત્યાંથી તેમનું અવસાન થયા બાદ તે મહાવિદેહવાસ પામી, સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ સર્વ દુઃખેને અંત કરશે.
હે આયુષ્યમાન શ્રમણ ! આ પ્રમાણે જે નિગ્રંથ અને નિગ્રંથીઓ કંડરીકની પેઠે સંચમ સ્વીકાર્યા પછી મંદ થશે, સંયમથી ભ્રષ્ટ થશે અને સ્વીકારેલી બધી પ્રતિજ્ઞાએને ભંગ કરશે, તેઓ કંડરીકની પેઠે દુઃખી થઈ આ અપાર સંસારમાં ભમ્યા કરશે.
પરંતુ જે નિચ અને નિગ્રંથીઓ પુંડરીકની પેઠે શીલ અને સત્ય સ્વીકાર્યા પછી દઢ રહેશે, વિષયવિલાસમાં આસક્તિ નહિ રાખે અને કષાને વશ નહિ થાય, તેઓ શ્રમણ-શ્રમણ અને શ્રાવક-શ્રાવિકાઓને અર્ચનીય, વંદનીય, પૂજનીય અને પર્યપાસનીય થશે; તથા છેવટે આ ભયંકર સંસારકાંતારને પાર કરી શકશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org