________________
ધમકથાઓ સાર
આ અધ્યયનમાં આરાધક અને વિરાધકનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. આરાધક એટલે ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલનાર, અને વિરાધક એટલે તે પ્રમાણે નહિ ચાલનાર.
જે મનુષ્ય પોતે માનેલાં સ્વજને સાથે કે અન્ય ધમવાળાઓ સાથે કઈ પ્રકારની અથડામણમાં આવે છે, તેને આમાં સ્પષ્ટ શબ્દમાં વિરાધક કહાો છે. અને જે બધા સાથે સમભાવથી વતે છે, તેને આરાધક કહ્યો છે. અન્ય તીર્થિક (અન્ય સંપ્રદાયવાળાઓ) સાથે અથડામણમાં આવવાનું નિમિત્ત માત્ર સાંપ્રદાયિક અમિતા સિવાય બીજું કાંઈ કળી શકાતું નથી. ભગવાન જાણતા હતા કે આ એકજ કારણથી એક ધર્મને માનનારા પણ ભિન્ન ભિન્ન સંપ્રદાયવાળા અને જુદા જુદા ધર્મને માનનારા એ બધા પિતા પોતાને સાચા માનીને તે પ્રમાણે વર્તશે તે નહિ, પણ લડશે જરૂર. એવા લડનારાઓને તેમણે વિરાધક કહીને ખાસ વખોડક્યા છે. આથી સ્પષ્ટ માલમ પડે છે કે જિનપ્રવચનમાં પરસ્પર મતભેદને અંગે જેનેએ પરસ્પર ધમકલહ કરે એ ભગવાનની ચોખ્ખી વિરાધના છે. તેમ જ બીજા પ્રવચનની સાથે, તેમને મિથ્યા કહીને કલહ કરે એ પણ વિરાધના જ છે. ભગવાનના કહા પ્રમાણે જે પુરુષ સ્વ કે પરધમી સાથે સહિષ્ણુતાથી વર્તે છે તે જ આરાધક કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org