________________
• પ્રસ્તાવના ૦
द्वात्रिंशिका • ૩૦મી બત્રીસીના ૯મા શ્લોકની ટીકામાં પાના નં.૨૦૧૮ પર અવિરતક્ષાયિકસમકિતી અને કેવલજ્ઞાનીના
આંશિક કૃતકૃત્યપણાને સમજાવી અંતે શુદ્ધ નિશ્ચયનયથી સિદ્ધોમાં સંપૂર્ણ કૃતકૃત્યપણું બતાવ્યું છે. • ૩૦મી બત્રીસીના ૧૧મા શ્લોકની ટીકામાં પૃષ્ઠ ૨૦૨૧૨૨ ઉપર શાયિકસુખ અંગે વિસ્તારથી
સમજાવ્યું છે અને ઉપરાંતમાં “સ્વસમાનાધિકરણ..' વગેરે ન્યાયની ભાષાના શબ્દો વાપરી પોતાની વિદ્વત્તા પણ બતાડી છે. કેટલાક સ્થળોમાં ગૂઢ પદાર્થને દષ્ટાંત દ્વારા એકદમ સરળ બનાવી દર્શાવેલ છે. જેમ કે ર૯મી બત્રીસીનો ૧૬મો શ્લોક (પૃષ્ઠ ૧૯૮૭-૮૯) વગેરે.
• દ્વાચિંશિકા પ્રકાશ' ગુજરાતી અનુવાદ અંગે કાંઈક મૂળ શ્લોકો અને તેના પરની ઉપાધ્યાયજીની ટીકા પર પૂ. મુનિ યશોવિજયજીએ સરળતાથી સમજી શકાય તેવો અનુવાદ કર્યો છે. તથા કેટલાક સ્થાનોમાં માત્ર અનુવાદથી સમજી શકાય તેમ ન હોય ત્યાં વિશેષાર્થ આપી પદાર્થને સ્પષ્ટ કર્યો છે. જેમકે, • શ્લોક ૨૯/૧૨માં વિદ્યાગુરુના વિનય અંગે સુંદર સમજાવ્યું છે. • શ્લોક ૨૯/૧૩માં દીક્ષાપર્યાયથી અને જ્ઞાનથી રત્નાધિકમાં ક્યારે કોને વંદન કરવા જોઈએ ? જેથી રત્નત્રયીની વૃદ્ધિ થાય. આ અંગે સુંદર નિરૂપણ કરેલ છે.
શ્લોક ૨૯/૧૫માં જ્ઞાનાદિના અભ્યાસાર્થે શિથિલાચારીને વંદન કરવા વગેરેની સ્પષ્ટ સમજણ આપી છે. પાના નં.૨૦૨૯ પર ઈન્દ્રિયજન્યપ્રત્યક્ષ અંગે વિસ્તારથી સમજાવ્યું છે. ઉપરાંતમાં કેટલાક સ્થાને જરૂરી ઉદાહરણો આપી ગ્રંથકારના કથનને બરોબર સ્પષ્ટ કરી બતાવ્યું છે. જેમ કે, પૃ.૧૯૨૯માં સાધુ દેહને ક્યા કારણસર સાચવે તેમ જ ક્યારે શરીર પાસેથી ઈષ્ટસાધના પણ
મેળવી લે તે અંગે કોલસાનું દષ્ટાંત આપી સૂક્ષ્મ દૃષ્ટિથી સમજાવ્યું છે. • પૃ.૧૯૬૩માં “દીકરો જ રસોઈઓ છે તે સમજાવી કાર્યની મુખ્યતા બતાવી છે. • “ચાંદલાવાળા ચોર હોય' દ્વારા એકની આશાતનાથી સહુની આશાતના કેવી રીતે થાય? તે સમજાવ્યું છે.
(પૃ.૧૯૭૭). ૩૦મી બત્રીસીના અનુવાદમાં શ્લોક ૧૧ના વિશેષાર્થમાં પૃ.૨૦૨૨ ઉપર દિગંબરવિલ..” વગેરેથી સાહિત્યિક શબ્દોની મનોહર રચના બતાવી છે. દરેક બત્રીસીના વિવરણના અંતે બત્રીસીનો સ્વાધ્યાય અને નયલતાની અનુપ્રેક્ષા પ્રશ્નપત્રરૂપે મૂકીને વાચકવર્ગની સ્મૃતિશક્તિ/ધારણાશક્તિ તીવ્ર બનાવવા માટે તથા સુષુપ્ત વિચારશક્તિ ઢંઢોળવાનો પણ પ્રયાસ વર્તમાનકાળમાં વિશેષ આદરણીય તથા અન્ય સંપાદકો માટે પણ અનુકરણીય છે.
અંતે, આ બત્રીસીઓનું વાંચન-મનન કરી સહુ જીવો શીધ્ર મોક્ષને પામે તેમજ પૂ.મુનિ યશોવિજયજી આવા અનેક ગ્રંથો પર કલમ ચલાવી જ્ઞાનોપાસકોને સહાય કરતા રહે તેવી શુભાભિલાષા. જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તેનું ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્..
શિવમસ્તુ સર્વ-જગતઃ જેઠ સુદ૧૨, ૨૦૫૯
ગુરૂપાદપઘરેણુ કાંદિવલી, મુંબઈ
8 - મુનિ યોગીરત્નવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org