________________
२०२०
• અપ્રમત્તયતીનામાહારપરામર્શ: ૦
द्वात्रिंशिका - ३०/११
न च तद्विशेषे तद्धेतुत्वमेवाऽप्रमत्तादीनां चाऽऽहाराऽभावान्न व्यभिचार इति कुचोद्यमाशङ्कनीयम्, आहारसंज्ञाया अतिचारनिमित्तत्वेन कदापि निरतिचाराहारस्य साधूनामप्राप्तिप्रसङ्गात् ॥ १० ॥ अनन्तं च सुखं भर्तुर्ज्ञानादिगुणसङ्गतम् । क्षुधादयो न बाधन्ते पूर्ण त्वस्ति महोदये ॥ ११ ॥
न च तद्विशेषे = कवलाहारे तद्धेतुत्वमेव = आहारसंज्ञायाः कारणत्वमेव, न चैवमप्रमत्तादीनामाहारसंज्ञामृतेऽपि कवलाहारदर्शनात्प्रकृतकार्यकारणभावे व्यतिरेकव्यभिचार इति वाच्यम्, यतः अप्रमत्तादीनां केवलिपर्यन्तानां आहाराभावात् = कवलाहारविरहाद् न आहारसंज्ञायाः कवलाहारकारणतायां व्यभिचारः व्यतिरेकव्यभिचारावकाशः इति कुचोद्यं आशङ्कनीयम्; इत्थं कार्य-कारणभावस्वीकारे आहारसंज्ञायाः अतिचारनिमित्तत्वेन भावयतीनां चारित्राऽतिचारनिमित्ततया कदापि निरतिचाराऽऽहारस्य साधूनां अप्राप्तिप्रसङ्गात्, दिगम्बरमताऽनुसारेणाऽप्रमत्तादियतीनां कवलाहारवद् भिक्षाटनस्याऽप्ययोगात् प्रमत्तयतीनां च भिक्षाटने आहारसंज्ञया चारित्रातिचारप्रसङ्गात् ||३०/१० ।
=
=
=
શંકા :- કવલાહાર પ્રત્યે તો આહારસંજ્ઞા કારણ છે જ. આવો કાર્ય-કારણભાવ વિસંવાદી નથી. કારણ કે અપ્રમત્ત મુનિઓને આહારસંજ્ઞા નથી હોતી અને તેથી જ તેઓ કવલાહાર નથી કરતા. ૭ થી ૧૪ ગુણસ્થાનક સુધી આહારસંજ્ઞા અને કવલાહાર બન્ને નથી હોતા. તેની પૂર્વે આહારસંજ્ઞા હોવાથી કવલાહાર હોય છે. આમ આહારસંજ્ઞા ન હોવાથી કેવલજ્ઞાની કવલાહાર ન કરે - એમ સિદ્ધ થાય છે. કારણ વિના કાર્ય કઈ રીતે સંભવે ?
સમાધાન :- આવી ખોટી શંકા ન કરવી. કારણ કે આહારસંશા અતિચારનું નિમિત્ત હોવાથી સાધુઓને નિરતિચાર એવો આહાર ક્યારેય મળી જ નહિ શકે. (૩૦/૧૦)
:
વિશેષાર્થ :- ઓજ આહાર, લોમ આહાર અને કવલાહાર - આમ ત્રણ પ્રકારના આહાર પ્રસિદ્ધ છે. તમામ પ્રકારના આહાર પ્રત્યે આહારસંજ્ઞા કારણ બની ન જ શકે. કારણ કે અપ્રમત્ત મહાત્માઓને આહારસંજ્ઞા ન હોવા છતાં પણ લોમાહાર તો ચાલુ જ હોય છે. માટે દિગંબર વિદ્વાનો કવલાહાર પ્રત્યે આહારસંશાને કારણ તરીકે ઓળખાવે છે. તથા અપ્રમત્ત મહાત્માઓ કવલ આહાર કરતા નથી.. આમ આહાર સંજ્ઞા અને કવલાહાર વચ્ચે દિગંબરો કાર્યકારણભાવ બતાવીને એમ સિદ્ધ કરે છે કે કેવલજ્ઞાનીમાં આહારસંજ્ઞા ન હોવાથી તેનું કાર્ય કવલાહાર પણ ન હોય.
આના પ્રતિવાદમાં ગ્રંથકારશ્રી કહે છે કે → આહારસંજ્ઞા ચારિત્રમાં અતિચાર લગાડવાનું નિમિત્ત છે. તથા દિગંબર મત મુજબ તો અપ્રમત્તાદિ મહાત્માઓ જેમ કવલાહાર નથી કરતા તેમ ભિક્ષાટનાદિ પણ નથી કરતા. તેથી દિગંબર મત મુજબ તો એવું જ સિદ્ધ થશે કે છઠ્ઠા ગુણઠાણે રહેલા મહાત્માઓ આહારસંજ્ઞાના ઉદયથી જ ભિક્ષાટનાદિ કરે છે. તેથી તેમની ભિક્ષાટનાદિ પ્રવૃત્તિ આહારસંશાપ્રયુક્ત હોવાથી તેમને નિરતિચાર ગોચરી-ભિક્ષા-આહાર ક્યારેય પણ મળી જ નહિ શકે. માટે આહારસંજ્ઞાને કવલાહારનું કારણ માનવું વ્યાજબી નથી. – (૩૦/૧૦)
દિગંબરની ચોથી દલીલનું ગ્રંથકારશ્રી નિરાકરણ કરે છે.
ગાથાર્થ :- સર્વજ્ઞ પ્રભુનું જ્ઞાનાદિ ગુણોથી યુક્ત જે અનંત સુખ છે તેને ક્ષુધા વગેરે તકલીફ આપતા નથી. તથા પિરપૂર્ણ સુખ તો મોક્ષમાં જ હોય છે. (૩૦/૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org