________________
• વિશવર-શ્રોતાશ્ર્વરસિદ્ધાન્તમેવોપવર્શનમ્ १९५५ પુલાક, નિગ્રન્થ અને સ્નાતક- એમ દીક્ષાના પાંચ ભેદો બતાવેલ છે. પાંચેય ભેદોમાં દીક્ષા તો માન્ય જ છે.
હા, દીક્ષાની શુદ્ધિમાં તરતમભાવ ઉપરોક્ત ભેદોમાં પડી જાય છે તે વાત અલગ છે. પણ દીક્ષાનું સામાન્યસ્વરૂપ તો ઉપરના પાંચેય પ્રકારોમાં રહેલ જ છે. આવું શ્વેતાંબર વિદ્વાનોનું કથન છે. શ્વેતાંબરોનો આશય એ છે કે સોનું ૧૦૦ % શુદ્ધ હોય તો જેમ સોનું કહેવાય છે. તેમ તે સોનામાં ફક્ત ૫%, ૧૦ % કે ૧૫ % તાંબુ મિશ્રિત કરેલ હોય તો પણ તે સુવર્ણ જ કહેવાય, તાંબુ નહિ. તે રીતે જે પરમ ઉપેક્ષાભાવસ્વરૂપ ઉચ્ચતમ વિશુદ્ધ સંપૂર્ણ દીક્ષા કેવળજ્ઞાની પાસે હોય છે તે તો દીક્ષા છે જ. પણ તે સિવાય ૬ઠ્ઠા, સાતમા વગેરે ગુણસ્થાનકોએ કષાયની તરતમમાત્રાઓ ઉદયમાં હોવા છતાં ત્યાં દીક્ષા જ કહેવાય. છઠ્ઠા વગેરે ગુણઠાણે રહેલા દીક્ષિત જ કહેવાય. ભલે ને તેઓ ગોચરી-વિહાર-પડિલેહણ વગેરે ચારિત્રાચારનું પાલન કરતા હોય. પોતાની ભૂમિકાએ ઉચિત એવો શાસ્ત્રવિહિત વ્યવહાર પાળવા માત્રથી તેઓ સંસારી થઈ ન જાય. તેઓમાંથી દીક્ષાના પરિણામ રવાના થઈ નથી જતા. માટે જ દીક્ષાના પાંચ ભેદ શાસ્ત્રમાં બતાવેલા છે. આવું શ્વેતાંબરોના પ્રતિનિધિ સ્વરૂપે ગ્રંથકારશ્રી જણાવે છે.
અહીં મહત્ત્વની એક વાત એ પણ ધ્યાન દેવા લાયક છે કે – દિગંબરોને માન્ય પરમ ઉપેક્ષાસ્વરૂપ દીક્ષા શ્વેતાંબરમાન્ય ‘સ્નાતક’ નામના નિગ્રન્થ પાસે હાજર હોય છે. તથા બકુશ વગેરે આદ્ય ચાર ભેદોમાં તરતમભાવ સ્વરૂપે પરભાવઉપેક્ષા હોય છે. તેથી સ્નાતક કરતાં નીચલી ભૂમિકાની દીક્ષા બકુશ વગેરે નિગ્રંથો પાસે શ્વેતાંબર મતે માન્ય છે. તથા સ્નાતક વગેરે સાધુ તો વર્તમાનમાં છે જ નહિ. માત્ર બકુશ અને કુશીલ નામના બે પ્રકારના જ નિર્પ્રન્થોથી પ્રભુવીરનું શાસન વર્તમાનમાં ચાલે છે અને ભવિષ્યમાં પણ ચાલશે. તેથી જો ‘બકુશ વગેરે સાધુની પાસે દીક્ષા નથી' - એવું માનવામાં આવે તો શ્રીમહાવીરસ્વામી ભગવાને સ્થાપેલા શાસનનો ઉચ્છેદ થઈ ગયો - તેવું માનવાની સમસ્યા આવે અથવા તો ફક્ત જ્ઞાન-દર્શનના આધારે જ વર્તમાનકાલીન ભરતક્ષેત્રીય વીરશાસન ચાલી રહ્યું છે . તેવું માનવાની સમસ્યા આવે. પરંતુ આ બાબતનું તો વ્યવહારસૂત્રભાષ્ય, તીર્થોદ્ગાલી પયજ્ઞા, દર્શનશુદ્ધિપ્રકરણ, ગુરુતત્ત્વવિનિશ્ચય વગેરે ગ્રંથોમાં વિસ્તારથી નિરાકરણ કરવામાં આવેલ છે. ઉપરોક્ત ગ્રંથોમાં જણાવેલ છે કે બકુશ, કુશીલ વગેરે નિર્રન્થો પાસે પણ ભાવદીક્ષા-સંયમ-ચારિત્ર હોય જ છે. “જીવનભર શ્રમણદશાની પ્રતિજ્ઞા કર્યા પછી પણ કષાયના કણિયા જીવંત હોવાથી જેઓ સમસ્ત પરદ્રવ્યનિવૃત્તિમાં પ્રવર્તનાર એવા આત્મસ્વભાવની પ્રવૃત્તિ સ્વરૂપ શુદ્ધ ઉપયોગસ્વરૂપ મુખ્યદીક્ષાને પામી ન શકવા છતાં શુદ્ધદીક્ષાવાળા અર્રિહત પરમાત્મા વગેરે ઉપર ભક્તિ અને શુદ્ધદીક્ષાપ્રતિપાદક ગુરુ ઉપર બહુમાન દ્વારા શુદ્ધોપયોગવિષયક અનુરાગસ્વરૂપ શુભ ઉપયોગને પકડે છે તેઓ ગૌણ દીક્ષાને મેળવે છે. પરંતુ મુખ્ય દીક્ષાને મેળવી શકતા નથી.” - આવું કહેવા દ્વારા દિગંબરો ભિક્ષાટન, વિહાર, પડિલેહણ વગેરે વ્યવહાર સમયે શુદ્ધદીક્ષા નથી માનતા તે તેઓનો એક ભ્રમ છે.
શ્વેતાંબરો એમ કહે છે કે અરિહંતભક્તિ, ગુરુબહુમાન, પ્રવચનવાત્સલ્ય, ભિક્ષાટન વગેરે જો મુખ્ય દીક્ષાનું કારણ હોવાથી આદરણીય હોય તથા ગૌણ = આપવાદિક દીક્ષારૂપે વર્તમાનકાલીન સાધુમાં માન્ય હોય તો વર્તમાનમાં પ્રથમ સંઘયણનો, ઉપશમશ્રેણિનો, ક્ષપકશ્રેણિનો, સ્નાતકચારિત્રનો, નિર્પ્રન્થપુલાકચારિત્રનો ઉચ્છેદ હોવાથી વર્તમાનમાં જે દિગંબર સાધુઓ છે તેમની પાસે દિગંબર મત અનુસાર આપવાદિક ગૌણ દીક્ષા જ માન્ય બનશે, નહિ કે ઔત્સર્ગિક મુખ્ય દીક્ષા. આટલું સિદ્ધ થવાથી
For Private & Personal Use Only
www.jainelibrary.org
-
-
Jain Education International