________________
11
द्वात्रिंशिका
• ર૭ થી ૩૦ બત્રીસીનો ટૂંકસાર • અપકારીક્ષમા અને વિપાકક્ષમાં હોય છે. વચનઅનુષ્ઠાનમાં વચનક્ષમ અને અસંગ અનુષ્ઠાનમાં ધર્મક્ષમા હોય છે. (ગા.૮).
વચનક્ષમાં અને વચનાનુષ્ઠાનની હાજરીમાં કષાયો મંદ થાય છે અને અતિચારો નાના થાય છે. જિનવચનસ્મૃતિ બળવાન બને છે. જીવ ઈરાદાપૂર્વક આરાધનામાં ગોલમાલ કરતો નથી. ધર્મક્ષમા અને અસંગાનુષ્ઠાન સુધી પહોંચતા-પહોંચતા અતિચારો લાગવાનું પ્રાયઃ બંધ થઈ જાય છે. ભગવતીસૂત્ર અને પંચસૂત્ર વગેરેમાં બતાવ્યા મુજબ દીક્ષાજીવનના ૧૨ માસ બાદ મુનિ શુકલાભિજાત્ય થઈ જાય છે. તેનો શુભ અધ્યવસાય-પ્રસન્નતા તેજોવેશ્યા અનુત્તર દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. આવી તેજોવેશ્યાને વિવિધ શાસ્ત્રોમાં સુખાસિકા, સુખની પ્રાપ્તિ, ચિત્તની સુખાકારી અવસ્થા વગેરે વિવિધ નામો વડે ઓળખાવેલ છે. અહીં એક વર્ષની ગણતરી છદ્દે-સાતમે ગુણસ્થાનકે રહેલ સાધક પોતાના આત્મગુણોમાં દોષો ન લગાડે તેવી ક્ષણોના સમૂહથી કરવી - એમ ગ્રંથકારશ્રી જણાવે છે. (ગા.૯-૧૨)
પાપોને તોડનારી દીક્ષા પણ ભોગતૃષ્ણાથી ગ્રસ્ત મન વાળા જીવ માટે દુઃખદાયી જ બને છે. જેમ જે હોળીનો રાજા બને તે વ્યક્તિને ગધેડા પર બેસાડી, મોઢે મેશ ચોપડી તેની પરમાર્થથી વિડંબણા જ કરવામાં આવે છે. તેથી તેને માટે “રાજા” શબ્દ વાસ્તવમાં વિડંબના રૂપ બને છે. તેમ ભોગગ્રસ્ત મનવાળા જીવન માટે દીક્ષા વિડંબનારૂપ બને છે. (ગા.૧૩) ઈન્દ્રિય અને કષાયોના મુંડન પછી મસ્તકમુંડન જેમાં થાય છે તે સદ્દીક્ષા છે. આવા સાધુ માર્મિક શાસ્ત્રબોધ ન મળે ત્યાં સુધી તેને મેળવવાના લક્ષથી “શરીરમાં ઉતુ ઘર્મસાધનમ્' આ ઉક્તિને નજર સામે રાખીને એકાસણા વગેરે તપ કરે અને ગીતાર્થ થયા બાદ અઠ્ઠમ વગેરે વિકૃષ્ટ તપ કરે. તથા અંતિમ અવસ્થામાં સંલેખના કરીને શરીરનો ત્યાગ કરે. (ગા.૧૪-૧૫).
ગ્રંથકારશ્રી જણાવે છે કે દીક્ષા તો મોક્ષગામી વીરોનો માર્ગ છે. આ માર્ગ દુષ્કર છે. અહીં પ્રાજ્ઞ જીવો પોતાના આત્માના શત્રુ એવા શરીરની સાથે યુદ્ધ કરે છે. આત્માને અગણિત દુઃખો આપનાર શરીરને પાળવું તે ઝેરી સાપને પાળવા સમાન તેઓ માને છે. અને તેથી શરીરનો કસ કાઢવામાં દીક્ષાર્થી ઉત્સાહી હોય છે. ગ્રંથકારશ્રી આગળ મહત્ત્વની વાત જણાવે છે કે જે જીવને શરીર, ઈન્દ્રિય અને તેના વિષયનું આકર્ષણ ખલાસ થયું ન હોય તેવા જીવો નિર્દોષ ગોચરી વગેરે નિમિત્તે એકલા વિચરે તો પણ તે એકલા નથી પણ કષાયાદિની સાથે છે. અને સમુદાયમાં અનેકની વચ્ચે રહેવા છતાં પણ દેહાધ્યાસથી મુક્ત સાધુ પરમાર્થથી એકલા જ = આત્મામાં જ રહેલા હોય છે- એમ સમજવું. (ગા.૧૬-૧૯)
ભાવસાધુને શરીરાદિનો અનુરાગ ન હોય તો ભિક્ષાટન વગેરે કેવી રીતે સંભવે ? આનું સમાધાન કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે પોતાનાથી ભિન્ન એવું શરીર પણ શાસનની મૂડી છે, સંયમસાધનામાં સહાયક છે. માટે રત્નત્રયી સાધવાના લક્ષથી ધર્મસાધનીભૂત શરીરને સાચવવું તે અનુચિત નહિ કહેવાય. રસોઈ માટે કોલસો ઉપયોગી છે. એટલા માત્રથી કોલસાને પૂજવાનો નથી પરંતુ ભેજ વગેરે લાગી ન જાય તે રીતે સાચવવાનો તો છે જ. તે રીતે આમાં પણ સમજવું. સંગ = આસક્તિ, પ્રતિપત્તિ = સ્વીકૃતિ. અસંગપ્રતિપત્તિ = અનાસક્તિના પરિણામની સ્વીકૃતિ સાથે મોક્ષની ઈચ્છાપૂર્વકની ભિક્ષાટનની પ્રવૃત્તિ. તેનાથી સાધુનો મોક્ષ નજીક આવતો જાય છે. અનાદિ કાળથી ચાલી આવતી સંગવાસના તત્ત્વજ્ઞાનથી અનુગત એવી દીક્ષાથી જ દૂર થાય છે. તત્ત્વજ્ઞાન એટલે દેહાધ્યાસનો ત્યાગ તથા સર્વ જીવોને વિશે સમભાવ. માટે જ સંપ્રદાય - સમુદાય, સગા-સંબંધી કે અન્ય જીવોને આશ્રયીને તીવ્ર રાગ કે દ્વેષ ઉભો થઈ ન જાય તેવી આંતરિક સાવધાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org