________________
द्वात्रिंशिका
• પ્રસ્તાવના • ચરમ યથાપ્રવૃત્તકરણ વખતે કંઈક મંદ-મિથ્યાત્વની અવસ્થામાં રાગ-દ્વેષથી નિબિડ-ગૂઢ-રૂઢ-વક્ર ગ્રન્થિ પાસે આવવા સુધીનો વિકાસ કરી ચૂકેલો જીવ પ્રથમની ચાર યોગદષ્ટિઓ સંબંધી ગુણોનો વિકાસ કરી શકે છે. જો કે ગ્રન્થિભેદ ન થવાથી તે વાસ્તવિક યોગવાળા સમ્યગુષ્ટિ ગુણસ્થાનકને પામેલો નથી તો પણ તે મિથ્યાત્વની અવસ્થામાં જ મિથ્યાત્વની મંદતા થવાથી વાસ્તવિક યોગની ભૂમિકા તૈયાર કરી શકે છે. તેથી અનેક ગુણોની ખિલવટ કરી શકે છે. એકાએક કાંઈ ગ્રંથિભેદલભ્ય સમ્યગદર્શન આવી જતું નથી. આમ અહીં જીવમાં કંઈક યોગબીજનું આધાન થાય છે.
પ્રન્થિભેદમાં જરૂરી અપૂર્વ વિશુદ્ધપરિણામ અને વર્ષોલ્લાસની ભૂમિકા અહીં પેદા થવા છતાં ય જ્યાં સુધી ગ્રંથિભેદ થયો નથી ત્યાં સુધી અવેઘસંવેદ્ય પદની હાજરી રહેવાની જ... અને તે રવાના ન થાય, વેદ્યસંવેદ્યપદની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સૂક્ષ્મબોધની પ્રાપ્તિ ન થવાથી કુતર્કો પણ થયા કરવાના.
ભાવયોગીઓને જે પદાર્થો (વેદ્ય) જે રીતે (હયાદિ રૂપે) વેદાવા જોઈએ એ રીતે ભાવિત ન થાય, અનુભવાય નહીં અને જે રીતે અનુભવાવા ન જોઈએ તે રીતે અનુભવાય એવું જે આશય સ્થાન તે અવેધ સંવેદ્ય પદ. અહીં કુકૃત્ય કૃત્ય રૂપે ભાસે, દુઃખમાં ય સુખબુદ્ધિ થાય છે. આથી ઉલટું વેધસંવેદ્ય પદ. જો કે પ્રથમ ચાર યોગદષ્ટિમાં દેવ, ગુરુ, ધર્મરૂપે તત્ત્વો ઉપાદેય લાગતાં હોવાથી કંઈક યથાર્થ સંવેદન પણ હોય છે, છતાં ય હજી કંચન-કામિની-કુટુંબ-કાયા-કીર્તિ આદિમાં ઉપાદેયબુદ્ધિ હોવાથી અર્થાત્ વિષયજન્ય ભોગોનું કાંઈક આકર્ષણ હોવાથી અવેદ્યનું સંવેદન/અનુભવ થવાથી અવદ્ય-સંવેદ્યપદની હાજરી હોય જ છે. આથી સૂક્ષ્મબોધ ન હોવાથી કુતર્કો પણ થતા હોય છે.
આ અવેદ્યસંવેદ્યપદ (વિપરીત આશય) ઉપર વિજય મેળવવા કાંઈ હાથમાં તલવાર લેવાની નથી. ધોકા મારવાથી અંધકાર જતો નથી. તે માટે તો દીવો પ્રગટાવવો પડે. અહીં પણ યોગદષ્ટિ સમુચ્ચયના ૮પમા શ્લોકમાં આ. હરિભદ્રસૂરિજીએ “સત્સમયોનિ નેયમ્ ” કહેવા દ્વારા ઉપાય બતાવેલો છે કે આના ઉપર ભવવ્યાધિના વૈદ્યસમાન જ્ઞાની મહાપુરુષના સત્સંગ(ગુરુગમ)પૂર્વક આગમનો શ્રુતજ્ઞાનનો યોગ કરવા દ્વારા અવેદ્યસંવેદ્ય પદ ઉપર વિજય મેળવવા યોગ્ય છે.
કુતર્કની ભયાનકતા :- આ અવેદ્યસંવેદ્યપદ ઉપર વિજય પ્રાપ્ત થાય છે ત્યારે કુતર્કોનો વળગાડ આપોઆપ દૂર થઈ જાય છે. જેમ કે, રાજા જીતાતાં શેષ સૈન્ય-સેનાપતિ આદિ પરિવાર સ્વયં જીતાય છે. “કુતર્કગ્રહનિવૃત્તિ” બત્રીસીમાં શરૂઆતમાં આ જ વાત મહોપાધ્યાયજીએ કરી છે.
આ આખીય બત્રીસીમાં એક યા બીજી રીતે કુતર્કોની ખતરનાક્તા જ બતાવીને તેને છોડવાની હિતશિક્ષા આપી છે. ઉપશમ એ બગીચો છે તો કુતર્ક અગનજવાળા છે. જ્ઞાન કમળ છે તો કુતર્ક હિમ છે. શ્રદ્ધાને માટે કુતર્ક શલ્ય છે- આગળ વધવા જ ન દે. અહંકારને બહેકાવે છે કુતર્ક. સાચી દષ્ટિ મેળવવામાં કુતર્ક સ્ટોપરનું આગળીઆનું કામ કરે છે.. | મુક્તિની ઇચ્છાવાળા મુમુક્ષુને તો કુતર્કમાં થોડો પણ આગ્રહ રાખવો હિતકર નથી. મુમુક્ષુઓએ તો શ્રુતજ્ઞાનમાં, શીલપાલન(પરદ્રોહથી વિરામ)માં અને સમાધિમાં જ આદર/આગ્રહ રાખવો જોઈએ.
કાંટાથી જ કાંટો નીકળે અને દીવેલથી જ કબજીયાત નીકળે. પછી દીવેલ એની મેળે જાય. તેમ મિથ્યાજ્ઞાનાદિ અતત્ત્વનો આગ્રહ- પક્કડ કે રાગ કાઢવા તત્ત્વમાં આગ્રહ/રાગ પેદા કરવો જરૂરી છે. અહીં આ પદાર્થને સ્પષ્ટ સમજાવવા “નયેલતા” વૃત્તિકાર મુનિરાજશ્રી યશોવિજય મહારાજે સુંદર દષ્ટાંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org