________________
द्वात्रिंशिका
• પ્રસ્તાવના :
ગ્રન્થ-પ્રસ્તુતિ
લેખક :- વૈયાકરણ મુનિરાજશ્રી રત્નવલ્લભવિજયજી મ.સા. મહામહોપાધ્યાયશ્રી યશોવિજય મહારાજના નામથી કોઈ જૈન પ્રાયઃ અજાણ નહિ હોય. ફક્ત ૩૫૦ વર્ષ પૂર્વે થયેલાં અને દક્ષિણપંડિતો સામે વિજયી બનનાર ન્યાયવિશારદ શ્રી યશોવિજય મહારાજની પ્રતિભાથી જૈનેતરો પણ સુપ્રભાવિત છે.
અધ્યાત્મ, આચાર, ન્યાય આદિ અનેક વિષયો ઉપર સચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત વિપુલ સાહિત્યના સર્જક જેઓનું વચન ટંકશાળી અને સર્વમાન્ય ગણાય છે એવા મહોપાધ્યાયશ્રી યશોવિજય મહારાજે જુદાં જુદાં ૩૨ વિષયો ઉપર બત્રીસ-બત્રીસ શ્લોકમાં સંક્ષિપ્ત છતાં અર્થગંભીર વિશદ છણાવટ જેમાં કરી છે તે બત્રીસ-બત્રીસી (દ્વાત્રિશત્ દ્વાáિશિકા) ગ્રન્થ અહીં પ્રસ્તુત છે. આ ગ્રન્થ ઉપર મહોપાધ્યાયશ્રીની જ સ્વોપજ્ઞ સંક્ષિપ્ત વૃત્તિ પણ વર્તમાનમાં ઉપલબ્ધ છે.
આ સ્વપજ્ઞ ટીકાને અનુસરીને વર્તમાનમાં આગમિક, દાર્શનિક અને યોગવિષયક ગ્રન્થોનો ઊંડાણથી ઠોસ અભ્યાસ કરનાર બહુશ્રુત મુનિરાજશ્રી યશોવિજય મ. સાહેબે મહોપાધ્યાયજીની રચનાને ન્યાય આપવાને સક્ષમ એવી સુંદર-સુવિશદ-સારાર્થસભર તથા મહોપાધ્યાયજીના ગુરુદેવના નામથી ગર્ભિત “નયેલતા” નામની વૃત્તિની રચના કરી છે. વળી, તેઓશ્રીએ ગુજરાતીમાં ગાથાર્થ, ટીકાર્થ, અને વિશેષાર્થ લખીને આ ગ્રન્થને સરળ અને સર્વગ્રાહ્ય બનાવેલ છે. આ તમામ વિભાગોનો પ્રસ્તુત ગ્રન્થમાં સમાવેશ કરવાથી મૂળમાં લઘુકાય આ ગ્રન્થ મહાકાય બનવા પામ્યો છે. આથી સમસ્ત ગ્રન્થને ૮ ભાગમાં પ્રકાશિત કરવામાં આવેલ છે. દરેક ભાગમાં પ્રાયઃ ચાર-ચાર બત્રીસીનો સમાવેશ કરેલો છે. તે દરેક ભાગનું કદ એક સ્વતંત્ર ગ્રન્થ જેટલું બનવા પામ્યું છે.
આ પૈકી પ્રસ્તુત છઠ્ઠા ભાગમાં પ્રગટ થનારી ૨૩ થી ૨૬મી બત્રીસીના નામો આ પ્રમાણે છે૧. કુતર્કગ્રહનિવૃત્તિ બત્રીસી
૨. સદ્દષ્ટિ બત્રીસી ૩. કલેશતાનોપાય બત્રીસી
૪. યોગમાયાભ્ય બત્રીસી
• બત્રીસીઓનો આધાર છે મહોપાધ્યાયશ્રી યશોવિજય મહારાજે પ્રસ્તુત બત્રીસીઓની રચના કેટલાક ગ્રન્થોને અનુસરીને કરી છે. જૈનાગમો ઉપર ન્યાય - નય - નિક્ષેપ - પ્રમાણાદિ દ્વારા જબરદસ્ત ચિંતન – મનન - નિદિધ્યાસન કરીને જેમણે જિનાગમના રહસ્યોને તર્કબદ્ધ રીતે પ્રકાશિત કર્યા છે એવા સૂરિપુરંદર આચાર્યશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે નેત્રદીપક મુમુક્ષુજનપ્રિય અનેક યોગવિષયક ગ્રન્થોની રચના કરી છે. તેમાં ય “યોગદૃષ્ટિ-સમુચ્ચય” ગ્રન્થમાં ૮ યોગ-દૃષ્ટિઓમાં મોક્ષમાર્ગનું ચમત્કારિક પ્રતિપાદન અષ્ટાંગ – યોગના સમવતારપૂર્વક કરેલું છે. તેથી યોગદષ્ટિસમુચ્ચય ગ્રન્થ પ્રાજ્ઞ મુમુક્ષુઓના પ્રબળ આકર્ષણનું કેન્દ્ર બનેલો છે. ૮ દૃષ્ટિઓમાં પહેલી જ દષ્ટિઓ મિથ્યાત્વ (ભલે મંદ હોય) અવસ્થાયુકત જણાવી અને તેમાં ય દેવગુરુની વિશિષ્ટ ભક્તિ, સંસાર પ્રત્યે કંટાળો, ધર્મક્રિયામાં વિધિનું બહુમાન, તીવ્ર તત્ત્વજિજ્ઞાસા - તત્ત્વશ્રવણની ઈચ્છા, ધર્મના રાગથી ધર્મ ખાતર પ્રાણત્યાગની તૈયારી વગેરે ગુણોનો જે સ્પષ્ટ વિકાસ જણાવ્યો છે તે
જાણી ભલભલાં સાધકોની “ઊંચી અવસ્થાના સાધક” હોવાની ભ્રમણા ભાંગી જાય તેમ છે. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org