________________
द्वात्रिंशिका
22
• પ્રસ્તાવના .
ઈશ્વરના સ્વરૂપમાં કદાચ તફાવત પડે તો ય સર્વગુણપ્રકર્ષવાળા રૂપે ઈશ્વરની/દેવની આરાધનાનું ફળ તો સર્વકલેશના ક્ષય રૂપ એક જ મળે છે. સર્વોત્કૃષ્ટ સર્વગુણવાળા પણ પુરુષને વિશે બહુમાનભાવ જ ફળદાયક હોવાથી તેવું સ્વરૂપ તો સર્વત્ર મુક્ત આદિને વિષે સમાન જ છે.
આમ આ ચારે ય કારણોસર પ્રકૃષ્ટ ગુણવાળા પુરુષના સ્વરૂપના ભેદની ચિંતા કરવા યોગ્ય નથી. આમ અતીન્દ્રિય દેવ, કર્મ આદિના ભેદની ચિંતા ન કરવી પણ ‘ઐદમ્પર્યથી તે એક જ વસ્તુ છે' એમ કદાગ્રહમુક્ત બની સ્વીકારવાથી મુખ્ય સર્વજ્ઞની ભક્તિ થાય છે અને ‘ચારિસંજીવની ચાર' ન્યાયથી તે સરળાત્મા નિશ્ચિત રૂપે યોગમાર્ગે આગળ વધે છે. એને આત્માદિ તત્ત્વની ઉપલબ્ધિ થાય છે.
આમ આવી સમન્વય દૃષ્ટિ કેળવવી, પરંતુ અતીન્દ્રિય પદાર્થોના વિશેષસ્વરૂપની કેવળ તર્ક દ્વારા વિચારણા ન કરવી. કારણ કે તેમાંથી કદાગ્રહ અને કુતર્કો પેદા થાય છે. તેથી આગમનો જ આશ્રય કરવો હિતકર છે. અર્થાત્ કુતર્ક-કદાગ્રહને શાંત કરી યોગમાર્ગની જ જિજ્ઞાસા કરવી જોઈએ. યોગમાર્ગની જિજ્ઞાસા પણ કોરા શબ્દશાસ્ત્રી કરતાં ચડી જાય છે. કેમ કે કોરો શબ્દશાસ્ત્રી કશું કરતો નથી. જ્યારે યોગમાર્ગનો જિજ્ઞાસુ યોગની દિશામાં કાંઈને કાંઈ પ્રગતિ કરે છે. મહોપાધ્યાયજીએ અધ્યાત્મસારમાં ભગવદ્ગીતાનો અભિપ્રાય દર્શાવતાં કહ્યું છે કે નિજ્ઞાસાઽપિસતાં ચાવ્યા વત્વરેઽપિવવત્ત્તવઃ जिज्ञासुरपि योगस्य शब्दब्रह्मातिवर्तते ।। (ગ.સા.યોધિ.શ્તો.૭૬) આગળ ૨૩મી બત્રીસીમાં (૧) સંસારાતીત અને (૨) સંસારી એવા બે દેવોનો ભેદ વર્ણવી તેઓની ઉપાસનાના ફળનો ભેદ પણ વર્ણવ્યો છે.
1
કપિલાદિ મહર્ષિની ભિન્ન-ભિન્ન દેશનાનું હાર્દ :- સર્વજ્ઞ એક જ હોય તો તેઓની દેશનામાં તફાવત શાથી પડે છે ? આનો જવાબ ગ્રન્થકારે ખૂબ સુંદર આપેલો છે. શિષ્યોની માનસિક ભૂમિકાને આશ્રયીને જુદા-જુદા પ્રકારની દેશના જુદા-જુદા શાસ્ત્રકારોએ આપી છે. કપિલ વગેરે મહર્ષિઓએ ભાવીમાં આવનારા મૃત્યુ આદિ ઉપદ્રવોથી ડરનારા બ્રાહ્મણાદિ શિષ્યોને ઉદ્દેશીને પર્યાયને ગૌણ કરીને દ્રવ્ય-પ્રધાન દેશના આપી. જ્યારે ગૌતમ બુદ્ધની સામે ક્ષત્રિયપ્રધાન શ્રોતાવર્ગ હતો. મૃત્યુથી નહીં ડરનારો ક્ષત્રિયવર્ગ ભોગની આસ્થાવાળો હોવાથી તેને ઉદ્દેશીને દ્રવ્યને ગૌણ કરીને પર્યાયની પ્રધાનતાવાળી ‘અર્થાત્ સર્વ વસ્તુ ક્ષણિક નાશવંત છે. માટે ભોગોમાં આસક્ત ન થવું' ઈત્યાદિ રૂપ દેશના આપી. આમ તે તે ભિન્ન પ્રકારની દેશના જ શ્રોતાઓને હિતકર હોવાથી તેવી ભિન્ન દેશના આપી. આ રીતે ‘નયલતા’ વૃત્તિકાર મુનિવર્યે આ વિષયને ગુજરાતી વિશેષાર્થમાં એકદમ સ્પષ્ટ અને મંદમતિને ય ગળે ઉતરે તેમ સરળ બનાવી દીધો છે.
અહીં ગ્રન્થકારે એકાંત નિત્યત્વ કે અનિત્યત્વને સંમતિ આપી નથી. પણ તેના પ્રધાન-ગૌણભાવવાળી (અર્થાત્ નિત્યાનિત્યના સ્વીકારવાળી) જ દેશનાને સંમતિ આપી છે. જો પ્રમાણથી સિદ્ધ આ બન્ને ગુણધર્મોને ન માને તો તેઓ સર્વજ્ઞ જ ન કહેવાય.
આથી જ દ્રવ્યાર્થિક નય પ્રધાન દેશનાને આપનારા કપિલાદિને પર્યાયાર્થિક નય અને પર્યાયાર્થિક નયપ્રધાન દેશનાને આપનારા ગૌતમ બુદ્ધને દ્રવ્યાર્થિક નય પણ સંમત જ હતો. આથી તેઓ વસ્તુને પરિણામી નિત્ય (નિત્યાનિત્ય) સ્વીકારતાં જ હતાં. અહીં ‘નયલતા’ વૃત્તિકા૨ે યોગસૂત્રભાષ્ય, ઉપનિષદ્ આદિ અનેક ગ્રન્થોના સંદર્ભ આપીને અન્યદર્શનીઓને પણ નિત્યાનિત્ય રૂપ જ વસ્તુ માન્ય છે- એમ સ્થાપિત કર્યું છે. વળી ‘અદ્વૈત’ દેશનાનું પ્રયોજનાદિ દર્શાવતાં સંદર્ભો ટાંકીને ‘અન્યને પણ અદ્વૈતપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org