________________
द्वात्रिंशिका
• પ્રસ્તાવના :
ગુણનો સુંદર વિકાસ થાય છે, જે સમ્યગદર્શનના બીજરૂપ છે. સરળાત્મા જ સ્વમતના રાગ અને પરમતના વૈષના ત્યાગરૂપ મધ્યસ્થતા લાવીને આગળ વધતા પરમાર્થને પામી શકે છે.
કુતર્કનું સ્વરૂપ અને ઉત્પત્તિસ્થાન :- કુતર્ક એ કેવળ શબ્દના, અર્થના કે બેયના વિકલ્પોની કલ્પનારૂપ શિલ્પ છે. આ કલ્પનાઓ સ્વમતિથી શાસ્ત્રનિરપેક્ષ રીતે થતી હોય છે. ૩જા શ્લોકની નવ્ય “નયેલતા' વૃત્તિમાં પણ કુતર્કના અર્થની “કુતર્વે = શાસ્ત્રનિરપેક્ષતને” એમ સુંદર સ્પષ્ટતા કરેલી છે. આમ કુતર્કનું સ્વરૂપ જ ગંદું છે.
વળી, જેની ઉત્પત્તિ બિભત્સ-ગંદકીમાંથી થતી હોય એ પોતે શી રીતે સુંદર હોઈ શકે? પ્રથકારે કુતર્કની ઉત્પત્તિ અવિદ્યામાંથી જણાવી છે. અવિદ્યા એટલે વિપરીત બોધ. અસુખ-અહિત-અધર્મ-અનિત્યઅપવિત્ર વસ્તુમાં ક્રમશઃ સુખત્વ-હિતત્વ-ધર્મત્વ-નિયત્વ અને પવિત્રપણાની બુદ્ધિ તે અવિદ્યા. જૈન પરિભાષામાં આને મિથ્યાજ્ઞાન અથવા અજ્ઞાન કહેલ છે. જો શ્રદ્ધાયુક્ત ન હોય તો ૯ પૂર્વનું પણ શ્રુતજ્ઞાન અજ્ઞાન જ કહેવાય. અજ્ઞાનતા એટલે જ્ઞાનનો અભાવ નહીં, કિંતુ વિપરીત જ્ઞાન.
આથી જ કહ્યું છે, “તા વિદ્યા યા વિમુ .” અન્યત્ર કહ્યું છે કે - तज्ज्ञानमेव न भवति यस्मिन्नुदिते विभाति रागगणः । तमसः कुतोऽस्ति शक्तिः दिनकरकिरणाग्रतः स्थातुम् ।।१।।
પોતાની હાજરીમાં ય જો રાગાદિ દોષ ક્ષીણ ન થતાં હોય કિંતુ તગડાં જ રહેતાં હોય, બહેકી ઉઠતાં હોય તો તે જ્ઞાનને જ્ઞાન જ ન કહેવાય, કિંતુ અજ્ઞાન કહેવાય. શું સૂર્યનો ઉદય થતાં અંધકાર ટકી શકે ખરો ?
ખુદ મહોપાધ્યાયજીએ “જ્ઞાનસાર'ના પાંચમાં જ્ઞાનાષ્ટકમાં માવનામસંસ્કાર... (જ્ઞા..૧/૩) શ્લોકમાં કહ્યું છે કે સ્વભાવની પ્રાપ્તિ કરાવી આપનારા સંસ્કારો તૈયાર કરી આપે તેને જ્ઞાન કહેવાય. બાકી તો દુનિયાભરની માહિતીની જાણકારી હોય તો ય તે સમ્યગૂ જ્ઞાનનો તો અંધાપો જ છે.
આમ આવા વિપરીત જ્ઞાન-અજ્ઞાન-અવિદ્યામાંથી પેદા થાય છે કુતર્ક. આથી તે શી રીતે શોભન હોઈ શકે ? “કારણ” સારું હોય તો કાર્ય પણ સારું થાય ને ? અહીં “નયલતા’ વૃત્તિકાર મુનિવર્યો સરસ સ્પષ્ટતા કરી છે કે અહીં કારણ તરીકે ઉપાદાન-કારણ લેવું, નિમિત્ત નહીં.. તેથી કાદવ નિમિત્તે કમળ થાય, નીચકુળમાંથી હરિકેશી જેવા તપસ્વી-ક્ષમાશીલ મુનિવર પ્રગટ થાય તો ય “જેવું કારણ તેવું કાર્ય” એ નિયમ નહિ ભાંગે. ઇત્યાદિ રીતે પ્રસ્તુત વાતને ન્યાયસંગત કરી છે.
આપણે જોયું કે અજ્ઞાનતા-અવિદ્યા એ કુતર્કની જનની છે. અપેક્ષાએ આ જ સર્વે દોષોનું મૂળ છે. આ અજ્ઞાનનું જ જાડી ભાષામાં પૃથક્કરણ કરાય તો તેના ચાર સ્વરૂપો (પ્રકારો) કલ્પી શકાય. (૧) અનાગ્રહ (૨) અણસમજ (૩) પૂર્વગ્રહ અને (૪) કદાગ્રહ. ચાલો, સંક્ષેપથી આની – કુતર્કજનનીની વિચારણા કરી લઈએ.
(૧) અનાગ્રહ :- જેમાં કોઈ પણ દેવ-ગુરુ-ધર્મનો આગ્રહ ન હોય. ગોળ અને ખોળ બે ય સરખાં. જિનવાણીનું શ્રવણ કરવા જાય અને રજનીશને ય સાંભળે ! ક્યાંય નિશ્ચય નહીં. ટકે શેર ભાજી, ટકે શેર ખાજા. જો કે બીજાની વાત સમજવાની તૈયારી હોવાથી આ મંદ અજ્ઞાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org