________________
12
૧૯ થી ૨૨ બત્રીસીનો ટ્રંક્સાર
૧૯. યોગવિવેક્વાત્રિંશિકા : ટૂંક્યાર
યોગના અધ્યાત્મ વગેરે પાંચ ભેદો છે. તેમ તેના અવાન્તર પ્રકારો અનેક છે. મહોપાધ્યાયજી મહારાજાએ ૧૯મી બત્રીસીમાં યોગના અવાન્તર પ્રકાર સંબંધી વ્યવસ્થા વર્ણવેલ છે. પ્રારંભમાં જ યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રન્થના આધારે ત્રણ પ્રકારના યોગ તેઓ બતાવે છે - ઈચ્છાયોગ, શાસ્રયોગ અને સામર્થ્યયોગ (ગા.૧) પ્રમાદાદિના કારણે કાલ, વિનય, બહુમાન વગેરે યોગના અંગોની જેમાં ઉપેક્ષા હોય તે વિક્લયોગ ઈચ્છાયોગ બની જાય છે. (ગા.૨) તીવ્ર શ્રદ્ધા અને બોધ વડે, શક્તિ છૂપાવ્યા વિના કરાતી અપ્રમત્ત સાધકની અખંડ આરાધના શાસ્રયોગ કહેવાય. (ગા.૪) મોક્ષશાસ્ત્રના દિશાસૂચન મુજબ પુરુષાર્થ કરનાર સાધકનું આત્મસામર્થ્ય જ્યારે અત્યંત પ્રબળપણે ઉછળે અને સાધક આત્મા શાસ્ત્રોક્ત વિષયથી ઉપર ઉઠીને પોતાના સામર્થ્યથી મોક્ષમાર્ગે આગળ વધે તે સામર્થ્યયોગ કહેવાય. (ગા.૫) મોક્ષના હેતુઓ – ઉપાયો અનેક છે. તે તમામ ઉપાયો સંપૂર્ણપણે જો શાસ્રથી જ જણાઈ જાય તો શાસ્ત્રથી જ કેવળજ્ઞાન પણ મળી જાય. પણ તેવું નથી થતું. માટે તાત્કાલિક કેવળજ્ઞાન મેળવવા માટે જરૂરી અમોધ આત્મસામર્થ્ય જે યોગસાધનામાં મુખ્યતયા છવાયેલ હોય તેનું નામ સામર્થ્ય-યોગ રાખેલ છે. (ગા.૬)
સામર્થ્યયોગ પ્રાતિભજ્ઞાનનો વિષય છે. કારણ કે સામર્થ્યયોગ વાણીનો વિષય નથી પણ પ્રકૃષ્ટ ઉહાપોહનો વિષય છે. તથા પ્રાતિભજ્ઞાન કેવળજ્ઞાનરૂપી સૂર્યના આગમન પૂર્વે થનાર અરૂણોદય સમાન છે. મતિ-શ્રુતાદિ પંચવિધ પ્રસિદ્ધ જ્ઞાનવિભાગને લક્ષ્ય તરીકે રાખીએ તો પ્રાતિભજ્ઞાનને શ્રુતજ્ઞાનમાં ગણી શકાય. તેવું ગ્રંથકારશ્રી યોગદૅષ્ટિસમુચ્ચય ગ્રન્થના આધારે જણાવે છે. સાથોસાથ તેઓશ્રી કહે છે કે પ્રાતિભજ્ઞાન શ્રુતજ્ઞાનથી તથા કેવળજ્ઞાનથી સર્વથા જુદું નથી. વળી, ક્ષપકશ્રેણિના સમયે જ તથાવિધ ક્ષયોપશમ પ્રગટવાથી ઉત્પન્ન થનાર પ્રાતિભજ્ઞાન પરમાર્થથી ફક્ત શ્રુતજ્ઞાન તરીકે પણ વ્યવહાર કરવા લાયક નથી. તેથી તે શ્રુતજ્ઞાનથી કથંચિત્ ભિન્ન પણ છે. તે જ રીતે તમામ દ્રવ્ય-પર્યાયને પોતાનો વિષય ન બનાવવાના કારણે તે કેવળજ્ઞાનથી પણ કથંચિત્ ભિન્ન છે. આ પ્રાતિભજ્ઞાન અન્ય દર્શનીઓ વડે ઋતંભરા વગેરે શબ્દો દ્વારા કહેવાય છે. પાતંજલ મતે ઋતંભરા નામની પ્રજ્ઞા આગમપ્રજ્ઞા અને અનુમાનપ્રજ્ઞાથી ભિન્ન છે. અને તે ધ્યાનના અભ્યાસથી નીપજે છે. આનાથી સાધક ઉત્તમ યોગને પામે છે. (ગા.૭ થી ૧૦)
=
द्वात्रिंशिका
સામર્થ્યયોગ બે પ્રકારે છે. ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ. આમાં ધર્મ શબ્દથી ક્ષમાદિ ક્ષાયોપશમિક ધર્મ લેવા. યોગ શબ્દથી મન-વચન-કાયાની ક્રિયા લેવી. અને સંન્યાસ શબ્દ ‘ત્યાગ’ને સૂચવે છે. બીજા અપૂર્વકરણ વખતે ધર્મસંન્યાસ નામનો પ્રથમ સામર્થ્યયોગ હોય છે. અને આયોજ્યક૨ણ પછી કેવલજ્ઞાનીને યોગસંન્યાસ નામનો બીજો સામર્થ્ય યોગ હોય છે. જીવ સૌપ્રથમ સમકિત પામે ત્યારે જે અપૂર્વકરણ કરે છે તેની અહીં બાદબાકી કરવા માટે ધર્મસંન્યાસયોગની વ્યાખ્યામાં અપૂર્વકરણના વિશેષણરૂપે ‘બીજા’ આવું વિશેષણ લગાડેલ છે. કારણ કે ત્યારે જીવ ક્ષમાદિ ક્ષાયોપશમિક ગુણ ધર્મ ત્યાગતો નથી. પણ મેળવે છે અને ધર્મસંન્યાસયોગમાં તો તે ક્ષાયોપશમિક ધર્મ છોડી ક્ષાયિક ધર્મ મેળવે છે. તેથી સ્કુલમાંથી L.C. મેળવી કોલેજમાં જતા વિદ્યાર્થી જેવો સાધકનો ‘સંન્યાસ' અહીં અભિપ્રેત છે. ઠોઠ વિદ્યાર્થી સ્કુલ છોડે તેવો નહિ. જીવમાં સમ્યગ્દર્શનની હાજરી પાંચ ચિહ્નોથી સૂચિત થાય છે - શમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
=