________________
• પ્રસ્તાવના
द्वात्रिंशिका કરી છે. જીવનમાં જેમ-જેમ એમનો પરિચય થાય તેમ-તેમ ગુણગ્રાહી જીવોને આ મહાત્માનાં ગુણો આનંદ આપે છે. ગુણવત્તાવાળા ગુણોનાં ધારક આ મહાત્મા શ્રીસંઘમાં સજ્ઞાન સાથે જોડાયેલ લગભગ બધી વ્યક્તિથી પરિચિત છે. તેમણે સુંદર રીતે આરાધેલ જ્ઞાન, તપ, ત્યાગ, સંયમાદિની વિશેષતા પૈકી ખાસ જ્ઞાનના ક્ષેત્રે વિશેષતા હોય તો તે ધારણાશક્તિની છે. જુજ વ્યક્તિઓ જ વાંચન માટે પસંદ કરે તેવા ગ્રંથો ઉપર તેમણે લખેલી ટીકા, તેમજ આપેલ સેંકડો સંદર્ભ ગ્રંથોના ઉલ્લેખો જ તેમની ધારણશક્તિનો પરિચય આપે છે.
તેમની પાસે નવ્ય ન્યાયની પંક્તિઓ બેસાડવાની કળા પણ સુંદર છે. તેનું દષ્ટાંત પણ જાણવા જેવું છે.
નબન્યાયનાં ઘણાં ગ્રંથો છે. તેમાં શિરમોર કહી શકાય તેવા ગ્રંથો પણ અલ્પ નથી. તેમાંનો એક મહત્ત્વનો ગ્રંથ “સામાન્ય નિરુક્તિ” છે.
આ ગ્રંથનું પઠન-પાઠન કરનારા ઘણાં ઓછાં છે. પણ જેણે આ ગ્રંથ કર્યા હોય તે જો આ ગ્રંથની આવૃત્તિ ન રાખે તો પાછી પંક્તિઓ બેસાડવી કઠીન છે.
આ મહાત્માએ આજથી ૧૮ વર્ષ પહેલાં સામાન્ય નિરુક્તિ નામનો ગ્રંથ કર્યો હતો ત્યાર પછી એ ગ્રંથ ભણાવવાના સંજોગો ન મળતાં પઠન-પાઠન વગરનો રહ્યો. ૧૮ વર્ષ પછી એક વિદ્યાર્થીએ ખૂબ વિનંતિ કરી કે સાહેબ અનુગ્રહ કરીને આ ગ્રંથ વિષયક જ્ઞાનનું દાન મને આપો. યોગ્ય સંજોગો ગોઠવાતાં તેમણે હા પાડી. સારો દિવસ નક્કી કર્યો. સારું મુહૂર્ત નક્કી કર્યું. ભંડારમાંથી ૨ નકલ મંગાવી.
નક્કી કરેલા દિવસે અને મુહૂર્ત ગ્રંથનું વાંચન ચાલું થયું. ભંડારમાંથી મંગાવેલી બે નકલ પૈકી એક નકલ મહાત્માને આપી અને એક નકલ વિદ્યાર્થીએ રાખી. સવા કલાક પછી પાઠ પૂરો થયો. મહાત્મા પાસે જે નકલ ભણાવવા માટે હતી તે નકલ મહાત્માએ વિદ્યાર્થીને પરત કરી એટલે વિદ્યાર્થીએ કહ્યું “સાહેબ! આપને કાલનો પાઠ જોવા જોઈશે. આપ આ નકલ રાખો.”મહાત્માએ તરત જવાબ આપ્યો કે “ઈશ્વરઅનુગ્રહ છે. તું લઈ જા.” આ સાંભળતા વિદ્યાર્થીવિસ્મયમાં પડી ગયો. તેને પણ ન્યાયનો પરિચય હતો. તેમાં આવતી પંક્તિની ક્લિષ્ટતાનો પણ ખ્યાલ હતો. મનમાં થયું. “જુઓ, આગળ શું થાય છે?' પણ ધારણા કરતાં કંઈક જુદું જ થયું. ગ્રંથની શરૂઆતથી લઈ અંત સુધી ઈશ્વરઅનુગ્રહથી જ તેમણે કામ ચલાવ્યું. ગ્રંથ ભણાવતી વખતે કયારેય પંક્તિ બેસાડવા ૧ મિનીટે થોભવું પડતું નહિ. પાણીનાં રેલાની જેમ અખ્ખલિત પંક્તિઓ ચાલે. મારું ચિત્ત આનાથી પ્રભાવિત થયું.
શ્રેષ્ઠ નિમિત્તકારણરૂપ ઈશ્વરઅનુગ્રહ દ્વારા પ્રાપ્ત થયેલી પ્રશસ્ત ધારણાશક્તિ અને નવ્ય ન્યાયની પંક્તિઓ બેસાડવાની કળાવાળા મહાત્માઓ શ્રીસંઘમાં ઘણાં ઓછાં છે. તે સદાય વંદનીય છે, સ્મરણીય છે.
નયેલતા ટીકા અંગે ૦ દ્વાત્રિશત્ તાત્રિશિકા ઉપર રચેલી નયલતા ટીકા અને તેમાં આપેલા સંદર્ભ ગ્રંથો પણ ઉપર જણાવેલ કળા અને શક્તિનો જ એક પુરાવો છે. એમણે અનેક સંદર્ભ ગ્રંથો ટાંક્યાં છે. તેમાં શ્રીહરિભદ્રસૂરિ મ.સા.ની બ્રહ્મસિદ્ધાંતસમુચ્ચય નામની ત્રુટિત એવી કૃતિના પણ સંદર્ભો આપેલાં છે. તેનો સંગ્રહ નીચે પ્રમાણે કરેલ છે. તેમજ અન્ય પણ બીજા રોચક સંદર્ભોનો પણ અનુપમ સંગ્રહ છે.
૧લ્મી બત્રીસીની ટીકામાં - બ્રહ્મસિદ્ધાન્તસમુચ્ચ ગ્રંથ સંદર્ભ નમસ્કારાદિ યોગો ઈચ્છા-શાસ્ત્રસામર્થ્યનાં ભેદથી ત્રિવિધ મનાયેલ છે. (પૃ.૧૧૦૧) શાસયોગની વ્યાખ્યા (પૃ.૧૧૦૭), સામર્થ્યયોગની વ્યાખ્યા (પૃ.૧૧૦૯), દીક્ષા માટે અનધિકારીનાં લક્ષણો (પૃ.૧૧૨૫), તત્ત્વજ્ઞાનયુક્ત મહાત્માનું સ્વરૂપ દર્શાવતાં શ્લોકો (પૃ.૧૧૨૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org