________________
१२००
• प्रवाहतः कर्म-पुरुषकारयोः सापेक्षता • द्वात्रिंशिका-१७/२५ दानादिकाले भिन्नरूपतया प्रवृत्तो भावो हन्त अयं च फलभेदः तत्स्वभावभाक् = भावभेदाऽपेक्षोत्पत्तिकविचित्रस्वभाववानिति ।
परः पृच्छति - एवं किमत्र विचारे सिद्धं स्यात् ? तत्राऽऽह- अत एव कर्मणः अस्तु भावः तथा अतो हि = अत एव भावाद् अदः = कर्माऽस्तु । तथा च प्रवाहेणाऽपि परस्पराऽपेक्षत्वमनयोः सिद्धमिति भावः ।।२५।। = दैवसंज्ञितात् प्राग् = पूर्वं नानानिमित्तोपार्जितात् = चित्रनिमित्तकारणसम्पादितात् दानादिकाले = सुकृताऽवसरे भिन्नरूपतया = विलक्षणरूपेण प्रवृत्तो भावः = पुरुषार्थत्वेनाऽभिमतः परिणामः हन्त अयं च फलभेदः = फलगतोत्कर्षाऽपकर्षः भावभेदाऽपेक्षोत्पत्तिकविचित्रस्वभाववान् = दानादिकालीनपरिणामविशेषाऽऽयत्तोत्पादशालिस्वरूपविशेषाऽऽश्रयः। परमार्थतः तथाविधाऽन्तरङ्गयत्न-परिणामाऽध्यवसायलेश्यादि-बहिरङ्गसदसच्चेष्टादिलक्षणपुरुषकारोऽपि तथाविधाऽदृष्टाधीन एव । इदमेवाभिप्रेत्य तन्दुलवैचारिकप्रकरणे → पुण्णेहिं हायमाणेहिं पुरिसगारो वि हायई । पुण्णेहिं वड्ढमाणेहिं पुरिसगारो वि वड्ढई।। - (तं.वै.६३) इत्युक्तम् । ततः पूर्वकर्मप्रयुक्तो दानादिकालीनपरिणामभेदः परिणामभेदप्रयुक्तश्च फलभेद इति भावः ।।
___ अथ परः पृच्छति - एवं निरुक्तप्रकारे सति किं अत्र विचारे = दैव-पुरुषकारबलाऽबलमीमांसायां सिद्धं = निष्पन्नं स्यात् ? तत्राऽऽह - अत एव कर्मणः शुभाऽशुभरूपात् सकाशाद् अस्तु भावः = दानादिकालीनपरिणामविशेषः । तथा = तेनैव प्रकारेण अत एव भावात् = तत्तदनुष्ठानकालीनाऽध्यवसायात् कर्म तत्तदन्तरङ्ग-बहिरङ्गफलसाधनं अस्तु। पुनश्च तथाविधकर्मणः सकाशात् पुरुषकारस्तस्माच्च कर्म। तथा च प्रवाहेणाऽपि परस्पराऽपेक्षत्वं = मिथःसापेक्षत्वं अनयोः दैव-पुरुषकारयोः सिद्धमिति भावः ।।१७/२५।। વિભિન્ન સ્વરૂપે અંતઃકરણના પ્રશસ્ત પરિણામ પ્રવર્તે છે. તથા જુદા જુદા સ્વરૂપવાળા સુંદર ભાવોની અપેક્ષાએ ઉત્પત્તિ થવાનો જેનો વિલક્ષણ સ્વભાવ છે તેવો ફળભેદ પણ સિદ્ધ થાય છે.
અહીં અન્ય વ્યક્તિ પ્રશ્ન કરે છે કે “આવું કહેવાથી પ્રસ્તુત ભાગ્ય-પુરુષાર્થની વિચારણામાં શું સિદ્ધ થાય છે ?” તેનો જવાબ આપતા ગ્રંથકારશ્રી કહે છે કે આવું જણાવવાથી નક્કી થાય છે કે કર્મથી જ ભાવ તથા ભાવથી જ કર્મ ઉત્પન્ન થાય છે. આવું હોવાથી કાળપ્રવાહની અપેક્ષાએ ભાગ્ય અને પુરુષાર્થ એકબીજાને સાપેક્ષ છે - આવું સિદ્ધ થાય છે. આવું જણાવવાનો અહીં આશય છે. (૧૭/૨૫)
વિશેષાર્થ :- સુપાત્રદાન વિશે શાલિભદ્રનો જીવ સંગમ ગોવાળ અને શ્રેણિક મહારાજની કપિલા દાસીનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. શાલિભદ્રના જીવે સંગમના ભવમાં ઉત્કૃષ્ટ ભાવથી દાન કરીને નિર્મળ પુણ્ય બાંધ્યું હતું તથા તેનું વિશિષ્ટ ફળ મેળવ્યું. જ્યારે અભવ્ય કપિલાદાસીએ “હું નહિ પણ આ શ્રેણિક મહારાજનો ચમચો દાન કરે છે આવા પરિણામના લીધે તેવું પુણ્ય પણ ન બાંધ્યું તથા વિશિષ્ટ ફળ પણ ન મેળવ્યું. આ શાસ્ત્ર પ્રસિદ્ધ ઐતિહાસિક ઘટનાની વિચારણા કરીએ તો જણાશે કે શાલિભદ્રના જીવને તેવા પ્રકારના પૂર્વોપાર્જિત પુણ્યના લીધે દાન વખતે અત્યંત શુભ ભાવ જાગ્યા હતા. જ્યારે કપિલા દાસીને તેના કરતાં ઊલટું હતું. અહીં દાન વખતે ભાવભેદ થવાનું કારણ પૂર્વનું પુણ્ય-પાપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org