________________
• તેવ-પુરુષારોઃ સ્વતંત્રીન્દ્રથમિક્તમ્ •
११६७ વે ? તુમ મચત્ર ? | चक्रस्याऽन्यथासिद्ध्यसम्भवात्, अन्यथा स्वतन्त्रसिद्धान्वयव्यतिरेकव्याकोपाऽऽपत्तेः इति निश्चयाऽभिप्रायः चेत् ? तुल्यमिदं समाधानं अन्यत्र दैव-पुरुषकारस्थलेऽपि । कार्यत्वावच्छिन्नं प्रति दैव-पुरुषकारयोः स्वतन्त्राऽन्वय-व्यतिरेकदर्शनात् उत्कटदैवेनाऽनुत्कटपुरुषार्थाऽन्यथासिद्ध्यसम्भवात्, अन्यथा स्वतन्त्रसिद्धान्वयव्यतिरेकव्याकोपापत्तेः । न हि सर्वथा दैवविरहे उत्कटयत्नेनाऽपि किञ्चिदपि कार्यं सिध्यति न वैकान्तेन पुरुषकाराभावे तादृशदैवेनाऽपीति तुल्यमुभयत्र कारणत्वम् । यथोक्तं कुमारिलभट्टेन श्लोकवार्तिके
કરવોમયોસમો રોષ: પરિદારસ્તયોઃ સમઃ | નૈવ: પર્વનુયોજીવ્યતામાર્થવિવાર || ૯ (ફક્તો. વા.શૂન્યવા-૨૧૨) રૂતિ પૂર્વ વાવત્રિશિછાયાં (ા.ઠા.૮/9રૂ-મા I-૨,પૃ.૧૭૪) તમેવ ન99/૧૦ તેથી નસીબ દ્વારા પુરુષાર્થને કે પુરુષાર્થ દ્વારા નસીબને અન્યથાસિદ્ધ કહી ન શકાય. (૧૭/૧૦)
વિશેષાર્થ - ચોથા શ્લોકમાં નિશ્ચયનયવાદીએ જણાવેલ હતું કે “કાર્યજન્મ સમયે અવસૂર્યસન્નિધિરૂપે હાજર રહેલ અન્ય પદાર્થ અન્યથા સિદ્ધ બને છે. આ સિદ્ધાન્ત મુજબ ભાગ્ય હાજર હોવા છતાં પુરુષાર્થની ગેરહાજરીના લીધે ઉત્પન્ન ન થતું કાર્ય પુરુષાર્થ થતાં ઉત્પન્ન થાય તો તે કાર્ય પ્રત્યે ભાગ્ય અન્યથાસિદ્ધ = અકારણ બને. પરંતુ આ બાબતમાં વ્યવહારનય એમ કહે છે કે જ્યાં સુધી કાર્યમાં વૈજાત્ય = વૈલક્ષણ્ય = વૈશિસ્ત્ર સિદ્ધ ન થાય ત્યાં સુધી કારણભેદની કલ્પના વ્યાજબી ન કહેવાય. કાર્યગત વૈજાત્ય પ્રમાણસિદ્ધ હોય તો જ વિશેષરૂપે ભિન્ન-ભિન્ન કારણ દર્શાવી શકાય. જેમ કે તૃણજન્ય અગ્નિ કરતાં અરણિજન્ય, સૂર્યકાંત મણિજન્ય અગ્નિ વિજાતીય - વિલક્ષણ હોવાના કારણે તાર્ણ અગ્નિ પ્રત્યે તૃણ કારણ, આરણેય અગ્નિ પ્રત્યે અરણિ કારણ અને માણેય અગ્નિ પ્રત્યે સૂર્યકાન્ત મણિ કારણ-આમ વિશેષરૂપે કાર્ય-કારણભાવ સ્વીકારી શકાય છે. પરંતુ નિશ્ચયમાન્ય ભાગ્યજન્ય કાર્ય કે પુરુષાર્થજન્ય કાર્યમાં કોઈ વિલક્ષણતા-વૈજાત્ય જ પ્રમાણસિદ્ધ નથી. ધન નસીબથી મળે કે પુરૂષાર્થથી મળે પણ તેટલા માત્રથી ધનમાં કોઈ ફરક પડતો નથી. માટે અમુક કાર્ય પ્રત્યે ભાગ્ય કારણ અને અમુક કાર્ય પ્રત્યે પુરુષાર્થ કારણ- આમ કહી શકાતું નથી.
જો કાર્યમાં વૈજાત્ય ન હોય તે છતાં એકને તેના પ્રત્યે કારણ માની બીજા વિદ્યમાન કારણોને અન્યથાસિદ્ધ = અકારણ ઠરાવવામાં આવે તો જેમ શાહજહાંને થયેલ ધનપ્રાપ્તિ, રાજ્યપ્રાપ્તિ વગેરે વિવક્ષિત કાર્ય પ્રત્યે નિશ્ચયનય નસીબને કારણ બતાવીને પુરુષાર્થને અન્યથાસિદ્ધ બતાવે છે બરાબર તે જ રીતે ઘટ પ્રત્યે દંડને કારણ માની ચક્રાદિને અન્યથાસિદ્ધ = અકારણ સાબિત કરી શકાય છે. પરંતુ આવું તો દુનિયામાં કોઈ માનતુ નથી. નિશ્ચયનયને પણ આ વાત માન્ય નથી. માટે અમુક કાર્ય પ્રત્યે નસીબ કારણ અને અમુક કાર્ય પ્રત્યે પુરુષાર્થ કારણ - આવો નિશ્ચયનયમાન્ય કાર્યકારણભાવ વ્યવહારનયને માન્ય નથી.
“દંડની જેમ ચક્રાદિ હાજર હોય તો જ ઘડો ઉત્પન્ન થાય છે. ચક્રાદિ ગેરહાજર હોય તો ઘડો ઉત્પન્ન થતો નથી. માટે ચક્રાદિને પણ ઘડાના કારણ માનવા જરૂરી છે.” આવું જો નિશ્ચયવાદી બોલે તો એની સામે વ્યવહારનયવાદી કહી શકે છે કે નસીબની જેમ પુરુષાર્થ હોય તો કાર્ય ઉત્પન્ન થાય છે. પુરુષાર્થ ન હોય તો કાર્ય ઉત્પન્ન થતું નથી. સૂતેલા સિંહના મોઢામાં કાંઈ સસલું સામે ચાલીને શિકાર થવા જતું નથી સિંહ પુરુષાર્થ કરે તો જ ભાગ્યમાં હોય તે મુજબ શિકાર તેને મળે છે. તથા નસીબમાં ન હોય તો આખી રાત ફરવા છતાં પણ શિકાર મળતો નથી. માટે નસીબ પણ કારણ છે જ. આમ અન્વય અને વ્યતિરેક દ્વારા પ્રત્યેક કાર્ય પ્રત્યે ભાગ્ય અને પુરુષાર્થ બન્નેને કારણે માનવા જરૂરી છે. આ વ્યવહાર નયનું મંતવ્ય છે. (૧૭/૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org