________________
द्वात्रिंशिका
• પ્રસ્તાવના : સાહિત્ય. તેના ૬ પેટા વિભાગ છે. (ક) જ્ઞાનમીમાંસા (ખ) ન્યાય યાને તર્કશાસ્ત્ર (ગ) પદાર્થ પરામર્શ યાને દ્રવ્યવિચારણા (ઘ) પરમત સમીક્ષા (ચ) અધ્યાત્મ (છ) જીવનશોધન
(ક) જ્ઞાનમીમાંસામાં જ્ઞાનબિંદુ જેવા જ્ઞાનની વિશદ ચર્ચા કરતા ગ્રંથોનો સમાવેશ થાય છે.
જ્ઞાનબિંદુમાં ધ્યાન ખેંચે તેવી વાત- કેવલજ્ઞાન અને કેવલદર્શન અંગે ત્રણ મતો અને તેમાં પૂજ્ય ઉપાધ્યાયજી મ.નો મત ક્યા પક્ષને મળતો આવે છે ? તે અને તપરાંત ત્રણેયનો અલગ અલગ નયથી ઘટાવી સમન્વય સાધ્યો છે.
કેવલજ્ઞાન કેવલદર્શન ભિન્ન છે. તે ક્રમસર થાય છે તેવા પૂ. જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના મતને વ્યવહારનયથી ઘટાવ્યો છે, જ્યારે બન્ને યુગપ છે તેવા યૌગપઘના પુરસ્કર્તા પૂ.શ્રી મલ્લવાદિજી મહારાજના મતને ઋજુસૂત્રનયથી સમાવેશ કર્યો છે. ને બન્ને વચ્ચે અભેદ છે' તેવા અભેદના ઉદ્ગાતા પૂ.શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજના મતને સંગ્રહનયથી ઘટાવેલ છે.
(ખ) ન્યાય યાને તર્કશાસ્ત્ર - આ વિભાગના તો પૂજ્યશ્રી વિશારદ હતા. તર્કભાષા, ન્યાયસિદ્ધાન્તમંજરી, નયપ્રદીપ, નયરહસ્ય, નયોપદેશ, અનેકાંતવ્યવસ્થા, સ્યાદ્વાદ રહસ્ય ઈત્યાદિ અનેકાનેક કૃતિઓ આ વિભાગમાં આવે છે. પૂ. ઉપાધ્યાયજી મ.ની ન્યાયવિષયક રચનાઓનું પ્રમાણ “બે લાખ શ્લોક જેટલું તો છે જ. કારણ કે એક કાગળમાં તેમણે જ લખ્યું છે કે “ન્યાયગ્રંથ ૨ લક્ષ કીધો છંઈ'... કાશીમાં શ્રી ભટ્ટાચાર્યે એમને “ન્યાયાચાર્યનું ગૌરવશાળી બિરુદ આપ્યું હતું.
(ગ) પદાર્થપરામર્શ યાને દ્રવ્યવિચારણા :- દાર્શનિક સાહિત્યના “પદાર્થપરામર્શ' નામના ત્રીજા પ્રકરણમાં દ્રવ્યો ઉપર વિચારણા, દ્રવ્ય-ગુણ-પર્યાય ઉપર અનુયોગ કરવામાં આવેલ હોય તેવા ગ્રંથો આ વિભાગમાં આવે છે.
તત્ત્વાર્થસૂત્ર ઉપરની પૂજ્યશ્રીની ટીકા, દ્રવ્ય ગુણ પર્યાયનો રાસ, કમ્મપડિ ઉપર ટીકા ઈત્યાદિ અનેક રચનાઓ દ્વારા પદાર્થની વિચારણાઓ કરાઈ છે.
(ઘ) પરમતસમીક્ષા - દાર્શનિક સાહિત્યમાં સ્વમતના સમર્થનપૂર્વકની પરમતની સમાલોચનનું પણ સ્થાન છે. એમાં પણ ખરી ખૂબી તો પરમતનાં મંતવ્યોનો સમન્વય સાધવામાં રહેલી છે. એ કાર્ય સમભાવભાવિત પૂ. હરિભદ્રસૂરિજી મહારાજે શાસ્ત્રવાર્તાસમુચ્ચયમાં કર્યું છે. ને એના ઉપર ટીકા પૂ. ઉપાધ્યાયજીએ હૃદયંગમ રીતે બનાવી સમન્વય સારો સાધી આપ્યો છે. ટીકાનું નામ સ્યાદ્વાદકલ્પલતા... અને પૂ. હેમચન્દ્રસૂ.મ. રચેલ અન્યયોગવ્યવચ્છેદ દ્વત્રિશિકા નામની કૃતિ ઉપર પૂ. મલ્લિણજીએ રચેલ સ્યાદ્વાદમંજરી ઉપર સ્યાદ્વાદમંજૂષા નામની ટીકા પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે રચેલ છે. આ મળતી નથી.
આ સિવાય ન્યાયાલોક, ન્યાયખંડખાઘ (વરસ્તોત્ર-મહાવીરસ્તવ), પ્રમેયમાલા, વાદમાલા, વાદરહસ્ય, વાદાર્ણવ ઈત્યાદિ પરમતની સમીક્ષાના ગ્રંથો છે તો સ્વમતમાં પણ કેટલાક જૂથોની સમીક્ષા જેમાં કરાઈ છે તે ગ્રંથો અક્ઝમયપરિક્રમા- (દિગંબરને ઉદેશીને) (અધ્યાત્મમત પરીક્ષા) પ્રતિમાશતક (સ્થાનકવાસી ઉદેશીને) ધર્મપરીક્ષા (શ્રી ધર્મસાગરજી ગણિના મંતવ્યોનું ખંડન)..
આ વિભાગમાં સુશ્રાવક હરરાજ અને દેવરાજ નામનાં બે અભ્યાસી શ્રાવકો ઉપર પૂજ્યશ્રીએ લખેલા પત્રો ધ્યાન ખેંચે તેવા છે. તેમાં પણ ઘણી સારી વાતો લખી છે. આ ઉપરથી એક બીજી ૧. જુઓ યશોદોહન પૃ. ૨૮ (ઉપોદ્ધાત) ૨. જુઓ યશોદોહન પૃ.૨૩૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org