________________
द्वात्रिंशिका
• પ્રસ્તાવના .
19
અચરમાવર્ત કાળમાં ભવ્ય જીવને પણ યોગમાર્ગની સ્વરૂપયોગ્યતા હોવા છતાં યોગ નથી. આ ગાથા ૧૭ની ટીકા પર નયલતામાં ‘યોગ્યતા' શબ્દને ઉપાડી જે વિસ્તાર ન્યાયના સંદર્ભમાં અપાયો છે તે ખાસ વાંચવાની ભલામણ કરું છું. જેનાથી બીજા ગ્રંથોના વાંચનમાં ઘણી સરળતા રહેશે. (જુઓ પૃ.૭૦૫/૭૦૬/૭૦૭)
જૈનેતર હોવા છતાં પણ યોગમાર્ગના પ્રવાસી શ્રી ગોપેન્દ્રજીના વચનને નોંધતાં જણાવાયું છે કે યોગમાર્ગની જિજ્ઞાસા | તત્ત્વમાર્ગના પરિજ્ઞાનની ઈચ્છા પણ કર્મનો અધિકાર ઉઠાવવામાં કારણ બની શકે છે. તેથી તત્ત્વગોચર જિજ્ઞાસાનું પ્રાધાન્ય છે.
ત્યાં નયલતા ટીકામાં તત્ત્વપ્રેમી-નિશ્ચયવ્યવહારના અભ્યાસીના મુનિવરે સુંદર વાત લખી છે. જિજ્ઞાસાનું વ્યવહારથી પ્રાધાન્ય હોવા છતાં પણ નિશ્ચયથી તો તત્ત્વમાર્ગના પરિાનનું જ પ્રાધાન્ય છે. આ વાત માટે સાક્ષી આપી છે ‘વેદાન્તકલ્પતરુ પરિમલ' નામના ગ્રંથની તથા રામાનુજ દ્વારા રચિત શ્રીભાષ્યની... જૈનેતર ગ્રંથોની પણ સાક્ષીઓ આ નયલતા ટીકામાં લગભગ પૃ પૃષ્ઠ જોવા મળશે. આ જ તો વિશેષતા છે આ ટીકાની...
‘ભાવ મોક્ષનું મુખ્ય કારણ છે' એ પદાર્થને કેટલાય દૃષ્ટાંતો તથા ગ્રંથો દ્વારા નયલતા ટીકામાં પુષ્ટ કરેલ છે. જીવના ‘શુદ્ધ જ્ઞાયક સ્વભાવ' પદાર્થની વિચારણામાં આપેલા સાક્ષીપાઠોમાં કૂર્મપુરાણ, શીવગીતા, અવધૂતગીતા, અન્નપર્ણોપનિષદ્, મૈત્રેય્યપનિષદ્, તેજોબિન્દુઉપનિષદ્ ઈત્યાદિ જૈનેતર ગ્રંથો ધ્યાન ખેંચે છે.
પાતંજલયોગ લક્ષણ દ્વાત્રિંશિકામાં તો પૂજ્ય ઉપાધ્યાયજી મ.ની ટીકાને સારી રીતે ખોલવાનું કાર્ય કર્યું છે. અને જગ્યાએ જગ્યાએ અન્ય અન્ય ગ્રંથોના અવતરણો મૂકી વિષયને વધુ સ્પષ્ટ કરવા પ્રયાસ કર્યો છે.
યોગ બે પ્રકાર છે સમ્પ્રજ્ઞાત અને અસમ્પ્રજ્ઞાત. એકમાં ધ્યેયથી અતિરિક્ત વૃત્તિનો નિરોધ છે. અન્યમાં સર્વવૃત્તિનો નિરોધ છે. બન્નેમાં વૃત્તિનિરોધ એ તત્ત્વ સાધારણ છે. યોગસૂત્ર ૨/૨ પર ટીકાકાર ભાવાગણેશજીનું આ વિધાન ટાંક્યું છે. (૧૧/૨)
-
પાતંજલ યોગસૂત્ર પરની અન્ય ટીકાઓ શ્રી નાગોજી ભટ્ટ કૃત ટીકા, મણિપ્રભાવૃત્તિ, ભોજ રાજર્ષિકૃત્ રાજમાર્તંડ ટીકા ઈત્યાદિ અનેક ટીકાઓ છે તેના ઉલ્લેખો નયલતામાં તે તે સ્થળોએ વારંવાર અપાયાં છે જેનાથી વિષયનું સરસ સ્પષ્ટીકરણ થયું છે.
યોગદર્શનના અભ્યાસી મુનીવરે ગા.૧૨ની ટીકા પછીના ગુજરાતીમાં એક સરસ સૂક્ષ્મભેદ સાંખ્યમત અને પાતંજલદર્શન વચ્ચે બતાવ્યો છે. સાંખ્યદર્શનમાં પુરુષના સન્નિધાનથી પ્રકૃતિ પુરુષને ભોગ કરાવવા માટે જગતરૂપે પરિણમવા લાગે છે. તેથી સાંખ્ય અનુયાયીઓ જગત્ પ્રત્યે પ્રકૃતિને કારણ માને છે. જ્યારે પાતંજલ યોગદર્શનના અનુયાયીઓ જગત પ્રત્યે ઈશ્વરની પ્રેરણાને કારણ માને છે. અર્થાત્ તેઓ કહે છે કે ઈશ્વરની પ્રેરણાથી પ્રેરિત થઈ પ્રકૃતિ જગત્ સ્વરૂપે પરિણમે છે.
આ પાતંજલયોગલક્ષણ બત્રીસી પર પૂજ્ય ઉપાધ્યાયજી મ.ની સંક્ષિપ્ત તત્ત્વાર્થદીપિકા ટીકાનાં એક એક શબ્દને પ્રસ્તુત નયલતા ટીકાકારશ્રીએ સ્પષ્ટ રીતે ખોલીને મૂકેલ છે. ત્યાં આ નૂતન ટીકામાં તે તે પાતંજલ યોગસૂત્રને અનુસરતી અન્ય અન્ય ટીકાઓ ઉતારીને વિષયને સ્પષ્ટ બનાવ્યો છે.
પૂર્વસેવામાંથી પસાર થયેલા મુનિવરશ્રી યશોવિજયજી મહારાજે નયલતા ટીકામાં ગુરુગીતા/ અદ્વયતારકોપનિષદ્ અને યતારકોપનિષદ્ના વચનના આધારે ગુરુશબ્દની સુંદર વ્યાખ્યા બતાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org