________________
द्वात्रिंशिका • પ્રસ્તાવના :
17 થયું છે. સતત પ્રભુકૃપા તથા ગુરુકૃપા તેમના પર વરસી તો રહી જ છે પણ ઝીલવાની ક્ષમતા તેમણે પ્રગટાવી છે.
દરેક બત્રીસીની ટીકામાં તે તે વિષયને પુષ્ટ કરતાં તે તે સ્થળે હજારો ગ્રંથોના ઉદાહરણ/ઉદ્ધરણ સ્થળો આપ્યા તે તેમની ટીકાની આગવી વિશેષતા છે. કોઈ પણ પેઈજને તમે ગમે ત્યાંથી ખોલો પણ ઉદાહરણ ઉદ્ધરણ સ્થળો ન હોય તેવું ન બને..
વિશદબોધ, તત્પણ સ્મૃતિ ને જેની જ્યાં જરૂર છે તે સાક્ષીપાઠની ઉપલબ્ધિ- આ એક પ્રકારની લબ્ધિ જ છે ને !
પ્રસ્તુત દ્વાત્રિશત્ દ્વત્રિશિકાની તત્ત્વાર્થદીપિકા વૃત્તિ પર મુનિ યશોવિજયજી દ્વારા રચિત શ્રી નયલતા ટીકા એટલે જાણે ખજાનો... બહુ મૂલ્ય ખજાનો... ૧૧૫૦ કરતાં વધુ ગ્રંથોના ૧૧૫૦૦ કરતાં વધુ સાક્ષીપાઠો આ ગ્રંથમાં મૂકવામાં આવ્યા છે.
કથા દ્વાર્નાિશિકાની નયેલતા ટીકામાં કામકથાનાં રેફરન્સમાં વાત્સ્યાયનસૂત્રના ઉદ્ધરણો જોતાં વ્યાખ્યાનકારના પ્રૌઢબોધની પ્રતીતિ થાય છે.
અર્થકથામાં ચાણક્યના સૂત્રો ધ્યાન ખેંચે તેવા છે.
ધર્મકથામાં આપણી વગેરે ૪ પ્રકારની કથાની વ્યાખ્યાઓ સ્થાનાંગસૂત્ર વગેરે શ્વેતાંબર ગ્રન્થો અને મૂલાચાર વિગેરે દિગંબર ગ્રન્થોના આધાર સાથે જ મૂકાઈ છે તે જોવા મળે છે. (પૃ.૬૪૦).
સંવેજની કથામાં દિગંબર ગ્રંથો ધવલા અને ગોમ્મસારના સાક્ષી પાઠો દ્વારા કંઈક નવીન વાત પણ પ્રકાશમાં લાવી છે.
સંવેજની કથા પુણ્યફળસંકથા છે. તીર્થંકર-ગણધર-ઋષિ-ચક્રવર્તી-બલદેવ-દેવ-વિદ્યાધરની ઋદ્ધિઓનું વર્ણન તથા તેમના ઐશ્વર્ય-પ્રભાવ-તેજ-વીર્ય-જ્ઞાન-સુખાદિનું વર્ણન પણ સંવેજની કથામાં આવે છે. (પૃ.૬૫૨)
(૧) શ્રોતાને કુશલ પરિણામ જે કથાથી ન ઉત્પન્ન થાય તે અકથા. (૨) શ્રોતાને અકુશલ પરિણામ જે કથાથી ઉત્પન્ન થાય તે વિકથા. (૩) શ્રોતાને કુશલ પરિણામ જે કથાથી ઉત્પન્ન થાય તે કથા.
આવો નિષ્કર્ષ નયેલતા ટીકામાં વિર્ય મુનિવર્યશ્રીએ રજૂ કરી સંક્ષેપમાં સાર આપી દીધો છે. શૃંગારકથા સાધુથી ન કરાય એ વિષયમાં નિશીથભાષ્યાદિના ઉદ્ધરણો પણ અપાયાં છે જેનાથી તેમને છેદ ગ્રંથોનો અભ્યાસ પણ કેવો સચોટ છે ? તે પ્રતીત થાય છે.
સૂત્ર, અર્થ વગેરે ક્રમથી સાધુને ત્રણ પ્રકારના અનુયોગ કરવાનો કહ્યો છે. તે વિષયમાં આગમગ્રંથોનાં સાક્ષીપાઠો આપી વિષયને સ્પષ્ટ કરેલ છે.
પહેલાં સૂત્રાર્થ ભણાવવા, પછી નિયુક્તિમિશ્ર પદાર્થો ભણાવવા અને તેથી વધુ જિજ્ઞાસા હોય તો યોગ્ય શિષ્યને ત્રીજી વખતે તમામ બાબતો નય-નિક્ષેપ-પ્રમાણ વગેરેના ઊંડાણ સાથે સમજાવવી.. (પૃ.૬૭૨).
કથા બત્રીસીના અંતિમ શ્લોક-૨૯/૩૦/૩૧/૩૨ પર પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે “સુગમ' કહીને ટીકા કરવાનું છોડી દીધું છે. જ્યારે આપણા આ ઉદારદિલ, દીર્ઘદ્રષ્ટા મુનિવરે બાલ જીવોને પણ હિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org