________________
द्वात्रिंशिका
• પ્રસ્તાવના :
આ બત્રીસીના અંતમાં યોગનું અંતિમ લક્ષણ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે બતાવ્યું છે કે
જ્ઞાન પરિણામની અપેક્ષાએ તથા વીર્ષોલ્લાસની અપેક્ષાએ આત્મવ્યાપાર સ્વરૂપ જે હોય તે યોગ છે. અંતિમ શ્લોકોમાં પૂજ્યશ્રીએ શુદ્ધ નિશ્ચયનય, અશુદ્ધ નિશ્ચયનય, ભેદનય, અભેદનયની અપેક્ષાએ આત્મવ્યાપાર (= યોગ) અને આત્મા બન્ને વચ્ચે ભેદભેદ સ્વરૂપની અનેકાંતતા બતાવી છે.
આત્મપરિણામો જેવા કે જીવસ્થાન, ગુણસ્થાન, માર્ગણા આ બધું પરિવર્તનશીલ છે. પરિણામો પરિણામ પામ્યાં જ કરે છે. છતાં આત્માનો જે શુદ્ધ સ્વભાવ-માત્ર જ્ઞાયકસ્વરૂપ -જાણવું –અસંગભાવે માત્ર સાક્ષી તરીકે રહેવું તે નિત્ય છે.
અશુદ્ધ નિશ્ચયનયથી જીવસ્થાનાદિ ઔપાષિક પરિણામો છે તો આત્મસ્વરૂપ જ. છતાં શુદ્ધ નિશ્ચયનયથી આત્માનું કાર્ય શુદ્ધ ઉપયોગ છે. માત્ર શાયક સ્વભાવતા.. ને વર્ણાદિ પરિણામો (જીવસ્થાનાદિમાં) જે છે તે તો પુદ્ગલનું કાર્ય છે. તેથી જીવસ્થાનાદિ પરિણામો તે કેવળ આત્માનું કે કેવળ પુદ્ગલનું કાર્ય નથી. પરંતુ બન્નેનું સંયુક્ત કાર્ય છે. છતાં ભેદનયને આશ્રયીને તે કાર્યને કોઈપણ માત્ર એકમાં ન સમાવી શકવાથી શુદ્ધ નિશ્ચયનયની દૃષ્ટિએ તે ભાવો મિથ્યા છે. આ પદાર્થને સમજવા આપેલ સફેદ દિવાલનું દર્શત ખાસ વાંચવા/વિચારવા જેવું છે. ગા.૩૦ ની ટીકા તથા વિશેષાર્થ.. પૃ. ૭૩૧ થી..
અભેદનયથી યોગપરિણત આત્મા જ યોગ છે. માટે ભગવતીસૂત્રમાં કષાયાત્મા, ચારિત્રાત્મા, યોગાત્મા ઈત્યાદિ બતાવેલ છે.
આ રીતે ભેદભેદનયથી આત્મા અને આત્મપરિણામ અથવા આત્મા અને યોગ વચ્ચે કથંચિત ભેદભેદ બતાવી અનેકાંતવાદથી યોગની ચર્ચા કરી છે.
જ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ તથા પતંજલિનષિ. ૦ ૧૧મી બત્રીસી વાંચતા પૂર્વે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજનો ઋષિ પતંજલિ પ્રત્યેનો સદ્ભાવ/ સમભાવ સમજવા જેવો છે.
યશોદોહન નામના પુસ્તકમાં શ્રી હીરાલાલ રસિકદાસ કાપડિયા જણાવે છે કે શ્રી પતંજલિ ઋષિ પર પૂ. હરિભદ્રસૂરિજી મ.ને ઘણો સારો સમભાવ છે. કારણ કે તેઓશ્રીએ સહૃદયતાપૂર્વક કયાંક કયાંક પતંજલિ ઋષિનો આભાર પણ માન્યો છે તથા યોગદર્શન તથા તેના પર શ્રી વ્યાસે રચેલ ભાષ્યના અમુક અમુક અંશોનો જૈન પ્રક્રિયા સાથે સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો છે.
પૂ. હરિભદ્રસૂરિજી મ.સા.ના આ સ્તુત્ય પ્રયાસને અનુલક્ષીને પૂ. ઉપાશ્રી યશોવિજયજી મહારાજ એમનાં કરતાં પણ એક કદમ આગળ વધ્યાં છે.
શ્રી પાતંજલ યોગદર્શનનો “યોગાનુશાસન' તરીકે ઉલ્લેખ પૂજ્યશ્રીએ આ જ ગ્રંથની આ જ અગ્યારમી બત્રીસીના ૨૧મા શ્લોકની ટીકામાં કર્યો છે. અને ૨૧ શ્લોકમાં “કૈવલ્યપાદ' તરીકે યોગસૂત્રના ચોથા પાદનો ઉલ્લેખ કર્યો છે. - શ્રી પાતંજલ યોગદર્શન ઉપરના એક-એક સૂત્ર ઉપર કોઈ જૈન મુનિવરે સંસ્કૃત વિવરણ રચ્યું હોય એમ જણાતું નથી. આ પરિસ્થિતિમાં ન્યાયાચાર્ય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજે કેટલાંક સૂત્રો ઉપર વૃત્તિ રચી છે. અને કેટલાંક સૂત્રો સમુચિત નહીં હોવાનું જણાવ્યું છે અને કેટલાંક સૂત્રોનો જૈનદર્શન સાથેનો સમન્વય સાધ્યો છે. આ એક અતિસ્તુત્ય પ્રયાસ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org