________________
द्वात्रिंशिका
• પ્રસ્તાવના : આ ગ્રન્થ ઉપરની સ્વોપજ્ઞ ટીકાનું નામ “તત્ત્વાર્થ દીપિકા' છે.
વિદ્વદ્વર્ય પં.શ્રી અભયશેખર વિજયગણી (હવે આચાર્ય) દ્વત્રિશદ્ દ્વાર્નિંશિકા ભા.૧ ની પ્રસ્તાવનામાં અને ‘ઉપાધ્યાય યશોવિજય સ્વાધ્યાય ગ્રંથ” (પૃ.૧૦૯-૧૧૦ માં) પ્રસ્તુત ગ્રંથ અને સ્વોપજ્ઞ ટીકા વિષે આ પ્રમાણે પરિચય આપે છે.
અષ્ટક પ્રકરણ, ષોડશક પ્રકરણ, યોગદષ્ટિ સમુચ્ચય, યોગબિન્દુ અને પાતંજલયોગદર્શન મુખ્યતયા આ પાંચ ગ્રન્થોમાંથી જાણવા મળેલી વાતોનો, સંપ્રદાય અને સ્વકીય ઈહા અનુસારે પ્રસ્તુત ગ્રન્થમાં સંક્ષેપ યા વિસ્તાર કરવામાં આવ્યો છે. એટલે કે તે તે મૂળ શાસ્ત્રમાં જ જેનો વિસ્તાર સુસ્પષ્ટ છે તેનો અહીં માત્ર સંક્ષેપથી જ ઉલ્લેખ કર્યો છે. જે જે વાતનો પોતાને વધુ સ્પષ્ટ વિસ્તાર કરવાનો સંપ્રદાય અને સ્વકીય વિચારણા-ફુરણાને અનુસારે અવસર મળ્યો તેનો તેનો અહીં વિસ્તાર કરાયો છે. એટલે ઘડીકમાં એમ લાગે છે કે અષ્ટક-ષોડશક વગેરેનો આ સમરી ગ્રન્થ છે. તો ક્યારેક એમ લાગે કે જુદા જુદા શાસ્ત્રોમાં કહેલા તે તે સંદર્ભના પ્રતિપાદનોનો આ સંકલના ગ્રન્થ છે. દા.ત. યોગબિન્દુના અમુક અધિકારથી બત્રીસીનો પ્રારંભ થયો હોય, વચ્ચે પાછો એનો જ સમાન સંદર્ભવાળો અન્ય અધિકાર આવી જાય, પછી એના જ સંદર્ભવાળો પાતંજલ યોગદર્શનનો સંદર્ભ આવે, પછી યોગદષ્ટિ સમુચ્ચયનો થોડો અધિકાર આવે, પાછો યોગબિન્દુનો મૂળ અધિકાર ચાલુ થઈ જાય... આવી આવી રીતે અષ્ટક-ષોડશક વગેરેના અધિકારો માટે પણ જાણવું. એમાં વળી વચ્ચે વચ્ચે ક્યારેક આગમપાઠોના સંદર્ભથી પણ પ્રસ્તુત અધિકારનું સમર્થન હોય, અચાન્ય ગ્રન્થોના સમાન સંદર્ભવાળા અધિકારોનું આ સંકલન પદાર્થોની ધારણા કરી પૂર્વાપર અનુસંધાન કરવાની ઉપાધ્યાયજી મહારાજની કુશળ પ્રતિભાને જણાવનારું માપક યંત્ર છે. વળી ક્યારેક તો એમ લાગે કે આ કોઈ ટિપ્પણ ગ્રન્થ છે, એટલે કે જેમ આચાર્ય ભગવંત શ્રી મુનિચન્દ્રસૂરિ મહારાજાએ કમ્મપયડી ચૂર્ણિ પર વિષમપદટિપ્પણ કર્યું છે – ચૂર્ણિગત તે તે બાબતોનું હેતુ વગેરે બતાવવા દ્વારા સ્પષ્ટીકરણ કર્યું છે તેમ ઉપરોક્ત ગ્રન્થોના તે તે અધિકારોની અમુક અમુક બાબતો પર વિશેષ પ્રકાશ પાથરવા ટિપ્પણની રચના કરી ન હોય ! એવો આ ગ્રન્થ છે. ફેર એટલો છે કે અભિપ્રેત તે તે અધિકારોનો એક સળંગ ગ્રન્થ જો હોત તો મને એમ લાગે છે કે તેઓએ એવી ટિપ્પણ જ રચી લીધી હોત, પણ એવો સળંગ ગ્રન્થ ન હોવાથી સ્વસંકલના અનુસાર એ એ ગ્રન્થાધિકારોને ગોઠવી આ નવો ગ્રન્થ રચ્યો છે અને વિશેષ બાબતો પર પ્રકાશ પાથર્યો છે.
કેટલાક મૂળ શ્લોકો પર વિસ્તૃત વૃત્તિ છે. તો કેટલાક પર સંક્ષિપ્ત અવસૂરિ જેવી. કેટલાક શ્લોકની વૃત્તિમાં સાક્ષી પાઠો જ ટાંકીને અભિપ્રેતાર્થ જણાવ્યો છે તો કેટલાક શ્લોકોની વૃત્તિમાં માત્ર દિફપ્રદર્શન કરી વિસ્તાર માટે અન્ય ગ્રન્થોનો અતિદેશ કરી દીધો છે. આ અન્ય ગ્રન્થો તરીકે બહુધા સ્વકીય જ ધર્મપરીક્ષા, સ્યાદ્વાદ કલ્પલતા, ઉપદેશ રહસ્ય વગેરે ગ્રન્યો છે. સંખ્યાબંધ શ્લોકો પર તો “સ્પષ્ટ ઇત્યાદિ કહીને વૃત્તિ જ રચી નથી. યાવત્ છેલ્લી બત્રીસીના તો એકેય શ્લોક પર વૃત્તિ નથી. વળી, ૮૦ ટકાથી ય વધુ શ્લોકોની અવતરણિકા કરી નથી. વૃત્તિ ગ્રન્થની આ બધી પ્રથમ નજરે આંખે ચઢતી વાતો કહી.
તત્ત્વાર્થ દીપિકા' માં ગ્રંથકારશ્રીએ ‘દાનધર્મ પ્રથમ હોવાથી પહેલી બત્રીસી દાનવિષયક છે.” એમ જણાવ્યું છે. આગળની બત્રીસીઓમાં પણ આ બત્રીસી પછી આ બત્રીસી શા માટે ? એના કારણ દરેક બત્રીસીના પ્રારંભમાં બતાવ્યા છે. સ્વોપજ્ઞટીકા સાથે આ ગ્રંથનું પરિમાણ ૫૦૫૦ શ્લોક જેટલું છે. એમ પ્રશસ્તિના અંતિમ ૧૦ મા પદ્યમાં જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org