________________
द्वात्रिंशिका
5
નયલતાકારની હ્રદયોર્મિ
અમર ઉપાધ્યયજીની એક અમરકૃતિનું નામ છે દ્વાત્રિંશિ દ્વાત્રિંશિકા. નયલતા ટીકા અને ગુજરાતી વ્યાખ્યા સાથે આઠ ભાગમાં એકી સાથે પ્રકાશિત થતી પ્રસ્તુત દ્વાત્રિંશિકાના જુદા-જુદા ભાગોમાં સ્વ-૫૨ સમુદાયના અલગ-અલગ વિદ્વાન્ સંયમીઓ પાસે અને કુશળ પંડિતો પાસે પ્રસ્તાવના લખાવવાના કોડ હૃદયમાં જાગ્યા. મુનિસંમેલનના કુશળ શિલ્પી પૂજ્યપાદ સ્વ.ૐકારસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના વિદ્વાન આચાર્ય ભગવંતશ્રી મુનિચન્દ્રસૂરિજી મ.સા.ની નિશ્રામાં કલિકુંડતીર્થ- ધોળકામાં પંદરેક દિવસ રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. એ સમયે મારી ઉપરોક્ત ભાવના તેઓશ્રી સમક્ષ રજૂ કરી. બત્રીસી ગ્રંથના બીજા ભાગની પ્રસ્તાવના લખી આપવાની મારી વિનંતીને તેઓશ્રીએ પ્રેમથી સ્વીકારીને આત્મીયતા દર્શાવી.
તે સમયે મારી પાસે ૪ થી ૧૧ બત્રીસીના પ્રુફ હતા. લગભગ બધું જ ઉપસ્થિત મેટર તેઓશ્રીની નજ૨ નીચેથી પસાર થઈ ગયું. પાંચથી આઠ બત્રીસીનો બીજા ભાગમાં સમાવેશ થતો હોવા છતાં ૪ થી ૧૧ બત્રીસીઓમાં આવતા વિષયોનો નિર્દેશ તેઓશ્રીએ પ્રસ્તાવનામાં કરેલ છે. અર્થાત્ પ્રથમ ભાગ તેમજ તૃતીય ભાગની પણ અનેક બાબતોનો ઉલ્લેખ તેઓશ્રીએ બીજા ભાગની પ્રસ્તાવનામાં વાચકવર્ગના લાભ માટે કરેલ છે. આ બાબતની વાચકવર્ગે નોંધ લેવી.
મુંબઈનો લાંબો વિહાર–આવશ્યકનિર્યુક્તિ ટિપ્પણ સંશોધન આદિ અનેક કાર્યોની વ્યસ્તતા વચ્ચે પણ અમૂલ્ય સમય ફાળવીને બીજા ભાગની પ્રસ્તાવના લખી આપવાની ઉદારતા દાખવનાર, અનેક નૂતનગ્રંથ સંશોધક-સંપાદક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય મુનિચન્દ્રસૂરિ મ.સા.નો ઉપકાર ચિરસ્મરણીય રહેશે. મારું વક્તવ્ય મેં પ્રથમ ભાગમાં જ વિસ્તારથી જણાવેલ છે. તેથી અત્ર વિશેષ લખાણ અનાવશ્યક છે.
પ્રાન્ત, વિજ્ઞ વાચકવર્ગ આ ગ્રન્થરત્નના શ્રવણ-પઠન-પાઠન-મનન-નિદિધ્યાસન આદિ દ્વારા યોગ-અધ્યાત્મમાર્ગે વિવેકપૂર્વક આગળ ધપી પરમશ્રેય સાધે તો મારી મહેનતને સાર્થક ગણીશ.
તરણતારણહાર જિનાજ્ઞાથી વિરુદ્ધ કાંઈ લખાયું હોય તો ક્ષમાયાચના.
૪ મુનિ યશોવિજય
શ્રીનેમિજિનજન્મકલ્યાણક શ્રાવણ શુકલ પંચમી, વિ.સં.૨૦૫૯ ઓપેરા સોસાયટી સંઘ, અમદાવાદ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org