SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ 83 द्वात्रिंशिका • નલતાકારની હૃદયોર્મિ • સેટીંગ આદિ કાર્યોમાં ઉત્સાહ તથા ધીરજપૂર્વક સહયોગ ન મળ્યો હોત તો આ ગ્રન્થરત્નનું પ્રકાશન અત્યંત દુષ્કર બની જાત. ૪/૫ વખત મુફ આપવામાં, નવું ઉમેરેલું પુષ્કળ મેટર સેટીંગ કરવામાં વિમલભાઈએ દર્શાવેલી કુશળતા અને હુર્તિ ખરેખર દાદ માગી લે તેમ છે. શ્રી કૈલાસસાગરસૂરીશ્વર જ્ઞાનમંદિર-કોબાના કોમ્યુટર વિભાગના ઈન્ચાર્જ કેતનભાઈ શાહ અને તેની ટીમ દ્વારા પ્રસ્તુત ગ્રન્થરત્નના આઠેય ભાગના પરિશિષ્ટો તૈયાર કરવામાં ખૂબ જ ખંતપૂર્વક સુંદર સહયોગ મળેલ છે. તે પણ વિસરાશે નહિ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વર જ્ઞાનમંદિર-કોબાના લાઈબ્રેરી વિભાગના ઈન્ચાર્જ મનોજભાઈ શાહ, બાલાજી, રામપ્રકાશભાઈ, અરુણભાઈ વગેરે દ્વારા મહિનાઓ સુધી ઉત્સાહપૂર્વક જે સહયોગ મળેલ છે તે ચિરસ્મરણીય બની રહેશે. અંધેરી ગુજરાતી જૈન સંઘ ઈર્લા (વેસ્ટ) મુંબઈ દ્વારા પ્રસ્તુત ગ્રંથરત્નના આઠેય ભાગની ૫૦૦૫૦૦ નકલો છપાવવાનો સંપૂર્ણ આર્થિક લાભ સામે ચાલીને લેવાયેલ છે. તેની અનુમોદના કરીએ તેટલી ઓછી છે. આ ઉપરાંત સહયોગ દેનારા અન્ય નામી-અનામી સર્વેનો પણ ઋણસ્વીકાર કરતાં ગદ્ગદ ભાવ અનુભવાય છે. પ્રાન્ત, પ્રસ્તુત ગ્રંથરત્નના આઠેય ભાગોના પઠન-પાઠન-ચિંતન-મનન-નિદિધ્યાસન યથાશક્ય આજ્ઞાપાલન દ્વારા, સહુ આરાધક જીવો આંતરિક મોક્ષમાર્ગને અંતઃકરણમાં ઉગાડી-ઉઘાડી વહેલી તકે પરમાનંદ પદને પ્રાપ્ત કરો એ જ સદાની શુભકામના. ચારથી પાંચ વાર મુફરિડીંગ થયા બાદ પણ પ્રસ્તુત પ્રકાશનમાં જાણે-અજાણે કોઈ ત્રુટિ રહી ગઈ હોય તો અધિકૃત ગુણાનુરાગી વાચકવર્ગ તેને જણાવવાનો ઉપકાર કરે તેવી નમ્ર વિનંતિ. જેથી પુનઃ પ્રકાશનમાં ક્ષતિઓનું પરિમાર્જન કરવા યથાશક્ય અવશ્ય પ્રયત્ન કરી શકાય. તરણતારણહારશ્રી જિનાજ્ઞાવિરુદ્ધ કાંઈ લખાયું હોય, છપાયું હોય તો ત્રિવિધ-ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્ કાર્તિક સુદ ૧૫, વિ.સં. ૨૦૬૦ ઓપેરા સોસાયટી, અમદાવાદ 8 શ્રી ભુવનભાનુસૂરિશ્વર શિષ્યરત્ન પંન્યાસપ્રવરશ્રી વિશ્વકલ્યાણવિજયજી મહારાજના શિષ્યાણ યશોવિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy