SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ 46 • નયલતાકારની હ્રદયોર્મિ • द्वात्रिंशिका હોય છે. તેમ છતાં તે સમયે ઉપલબ્ધ સામગ્રીના આધારે સટીક દ્વાત્રિંશિકા પ્રકરણને પ્રકાશિત કરનાર પૂર્વના સંપાદકોનો / પ્રકાશકોનો સશય-પરિશ્રમ-ધગશ-હિંમત વગેરે ખરેખર અંતરથી અનુમોદનીય છે. હસ્તપ્રતના આધારે ભણનારા કેટલા નીકળે ? તેથી હસ્તપ્રતને મુદ્રિત-પ્રતરૂપે પ્રકાશિત કરવા દ્વારા હજારો હાથ અને સેંકડો આંખ સુધી આ ગ્રંથને પહોંચાડવાનો યશ અને આ ગ્રંથ અંગે દિલચશ્પી જગાડવાનું સૌભાગ્ય પૂર્વના સંપાદકો-સંશોધકો-પ્રકાશકો-સહાયકોના ફાળે જાય છે. મેં સ્વયં પણ દ્વાત્રિંશિકા ગ્રંથનું અધ્યયન-અધ્યાપન વગેરે મુદ્રિત પ્રતના આધારે જ પૂર્વે કરેલ છે. તેથી મારા ઉપર પણ પૂર્વના સંપાદકોનો ઉપકાર છે જ. પરંતુ ‘બીજાને કયાંક-કયારેક પડતા જોઈને સજ્જન ચેતી જાય’ એ ઉક્તિ મુજબ ભવિષ્યના સંપાદકસંશોધક-પ્રકાશક-વાચકવર્ગ વગેરેને ખ્યાલમાં આવે તે હેતુથી આપણે પૂર્વપ્રકાશિત દ્વાત્રિંશિકા પ્રકરણ સટીક પ્રતાકારમુદ્રિત ગ્રંથના મુદ્રણ આદિ વિશે આછો-પાતળો વિચાર કરીએ છીએ. જેમ કે • મુદ્રિત પ્રતમાં ઘણા સ્થળે પાઠો છૂટી ગયા છે. જેનો અમે ‘મુદ્રિત પાઠ: વ્રુતિ:' આ રીતે ઉલ્લેખ કરેલ છે. (જુઓ પૃષ્ઠ - ૮૨, ૨૫૧, ૨૭૦, ૩૫૨, ૫૦૬, ૫૫૫, ૫૭૨, ૫૮૯, ૭૦૧, ૭૦૫, ૭૧૭, ૭૨૯, ૭૩૫, ૭૮૧, ૮૦૮, ૮૬૮, ૮૮૪, ૯૦૬, ૯૨૦, ૯૪૫, ૯૯૨, ૧૦૨૩, ૧૦૩૩, ૧૩૦૬ વગેરે) ક્યારેક મુદ્રિત પ્રતમાં મોટો પાઠ પણ ત્રુટિત જોવા મળેલ છે. (જુઓ પૃષ્ઠ ૭૭૧ વગેરે) ક્યારેક મુદ્રિત પ્રતમાં થોડો જ પાઠ ત્રુટિત હોવા છતાં પણ અનર્થકારી ભૂલ સર્જાતી જોવા મળેલ છે. (જુઓ પૃષ્ઠ ૪૫૦, ૯૯૩, ૧૦૫૪ વગેરે) ક્યારેક અધિક પાઠ હોવાથી પણ મુદ્રિતપ્રત અશુદ્ધ બનેલ છે. (જુઓ પૃષ્ઠ ૪૭૫, ૧૫૯, ૮૭૦, ૯૮૩ વગેરે) મુદ્રિત પ્રતમાં નાની છતાં અનર્થકારી ભૂલો ઘણા સ્થળે જોવા મળેલ છે. (જુઓ પૃષ્ઠ - ૩૭૮, ૪૧૬, ૧૫૮૫, ૧૬૭૪, ૧૭૨૧, ૧૯૪૦, ૧૯૪૯ વગેરે) ઘણીવાર મુદ્રિત પ્રતમાં વ્યાકરણષ્ટિએ પણ ભૂલ જોવા મળેલ છે. (જુઓ પૃષ્ઠ - ૨૮૨, ૨૮૬, · • • . ૪૦૮, ૫૬૧, ૫૮૪, ૬૪૫, ૬૫૨, ૬૫૩, ૬૫૭, ૬૬૧, ૬૬૩, ૬૬૯, ૬૯૧, ૭૧૧, ૭૩૦, ૭૪૬, ૮૩૯, ૮૯૧-૨, ૯૬૫, ૯૮૩, ૯૯૦, ૯૯૩, ૧૦૦૯, ૧૨૭૧, ૧૫૫૬, ૧૮૯૪, ૨૦૦૬ વગેરે) વ્યાકરણની દૃષ્ટિએ નાની પણ ભૂલ ગંભીર અર્થવિપર્યાસ ઊભો કરે તેવું પણ મુદ્રિત પ્રતમાં ઘણી વાર બનેલ છે. (જુઓ પૃષ્ઠ - ૬૮, ૧૪૯૯ આદિ) • ક્યારેક મુદ્રિત પ્રતમાં નાની ભૂલો હોવા છતાં પણ વાચકવર્ગને ચકડોળે ચડાવી દે તેવું પણ જોવા મળેલ છે. (જુઓ પૃષ્ઠ - ૬૭, ૭૦, ૯૨૫, ૧૦૪૫ વગેરે) • જુદી જ દિશામાં વાચકવર્ગ નીકળી જાય તેવી મોટી ભૂલો પણ મુદ્રિત પ્રતમાં જોવા મળે છે. (જુઓ પૃષ્ઠ - ૨૬૮, ૩૩૯, ૩૪૦, ૩૯૫, ૪૧૦, ૪૧૧, ૪૨૯, ૫૯૨, ૬૪૯, ૬૫૧, ૬૫૯, ૭૨૪, ૭૬૦, ૭૭૯, ૯૦૩, ૯૧૧, ૧૦૩૫, ૧૦૯૦, ૧૧૪૨, ૧૧૯૫, ૧૨૫૫, ૧૪૦૯, ૧૪૩૩, ૧૫૦૪, ૧૯૦૬, ૧૭૦૮, ૧૭૮૫, ૧૭૮૬, ૨૧૭૧, ૨૧૮૬ વગેરે) વિદ્વાનોને પણ અર્થસંગતિ કરવામાં મૂંઝવણ ઊભી કરે તેવી ભૂલો પણ મુદ્રિત પ્રતમાં ઘણી વાર = Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy