SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ द्वात्रिंशिका • આ અમૃત છે. લો, ચાખો • 35 આચારસમાધિ. પ્રત્યેક સમાધિના ચાર પ્રકાર છે. ગુરુના વચનને (૧) સાંભળવું, (૨) સ્વીકારવું, (૩) આચરવું અને (૪) નિરભિમાનતા રાખવી. તેનાથી વિનયસમાધિ મળે છે. (૧) આગમ ભણવા, (૨) તેમાં એકાગ્ર થવું, (૩) તેનાથી ભાવિત થવું અને (૪) બીજા જીવોને તેમાં જોડવા તે શ્રુતસમાધિ છે. (૧) આલોકની ઈચ્છા વિના, (૨) પરલોકની ઈચ્છા વિના, (૩) કીર્તિની આશંસા વિના (૪) નિષ્કામભાવે તપ કરવો તે તપસમાધિ છે. અને તે જ પ્રકારે આચાર પાળવા તે આચારસમાધિ છે. • આવી સમાધિથી સ્પર્શજ્ઞાન પ્રાપ્ત થાય છે. અર્થાત્ જીવને હેય-ઉપાદેયનો અભ્રાન્ત સ્પષ્ટ બોધ થાય છે. અને તે બોધ પણ સંવેદનાત્મક હોય છે. માત્ર જાણકારી-સ્વરૂપ હોતો નથી.(ગાથા.૨૦-૨૫) • “પ્રશમરતિ ગ્રંથમાં વિનયને જિનશાસનનું મૂળ કહ્યું છે. જેમ સૂર્યકિરણોથી અંધકાર નાશ પામે છે તેમ વિનયથી બધા દોષો નાશ પામે છે. કૂરગડુમુનિ અને ગૌતમસ્વામી આના જ્વલંત દૃષ્ટાંતો છે. (ગાથા.ર૬-૨૮) • બધા યોગમાં વિનયની મુખ્યતા જણાવવા માટે જ કૃતાર્થ એવા પણ તીર્થંકર ભગવાન સમવસરણમાં તીર્થને નમસ્કાર કરીને જ ધર્મદેશના આપે છે. નિર્દોષ ગોચરી વગેરેમાં આગ્રહી પણ જે સંયમીઓ વિનયનો ઉચ્છેદ કરે છે તેઓ તો મોક્ષમાર્ગનો જ ઉચ્છેદ કરે છે. (ગાથા.૨૯-૩ર) ઉપર્યુક્ત વિધાનો વિનય ગુણની અદ્ભુતતાને અદ્ભુત રીતે જણાવે છે. ૪ (૩૦) કેવલિભુક્તિ વ્યવસ્થાપન-બત્રીસી : ટૂંકસાર ૨૯મી બત્રીસીમાં વિનય-ગુણની વાત કરી. વિનયયુક્ત સંયમની આરાધના કરતાં કરતાં હળુકર્મી બનેલો ઉપાસક કેવળજ્ઞાનને પામે છે. કેવળજ્ઞાની નિયતિ-વશ જીવોની યોગ્યતા પ્રમાણે ધર્મદેશના આપીને લોકોપકાર કરે છે. દેહધારણાર્થે કવલાહાર (ભોજન) પણ કરે છે. આ શ્વેતામ્બર-માન્યતા છે. તેને સાંભળીને દિગંબરો ખળભળી ઊઠે છે : “કેવળી તે કદી કવલાહાર કરતા હશે?” આ પ્રશ્નના સંદર્ભમાં ચર્ચા ઉપાડીને “કેવળી પણ કવલાહાર કરે એ વાતનું ચોટદાર સમર્થન પૂ. ઉપાધ્યાયજી મહારાજ આ બત્રીસીમાં કરે છે. • દિગંબરોના કેટલાક કુતર્કોની સામેના પૂ.ઉપાધ્યાયજી મ.ના શ્વેતામ્બર-તરફી ચોટદાર જવાબો • દિગંબર : કેવલી અઢાર દોષથી મુક્ત હોય છે. અઢાર દોષમાં સુધાનો સમાવેશ થાય છે. માટે કેવલી ગોચરી ન કરે. શ્વેતાંબર : ૧૮ દોષ ઘાતિકર્મજન્ય છે. સુધા અઘાતિકર્મજન્ય છે. માટે અઘાતી કર્મના ઉદયવાળા કેવળીને સુધા હોય અને તેઓ ગોચરી વાપરે. દિગંબરઃ જો કેવલીને ભૂખનું દુઃખ માનો તો આત્માના ગુણસ્વરૂપ અવ્યાબાધ સુખની ગેરહાજરી થશે. માટે ભૂખનું કલંક કેવળીને ન હોય. શ્વેતાંબર : જો ભૂખનું દુઃખ અવ્યાબાધ સુખનો વ્યાઘાત કરવાથી કલંક હોય તો મનુષ્યપણું પણ સિદ્ધત્વ-દશા પ્રગટ થવામાં બાધક હોવાથી કેવલીમાં તે કલંકસ્વરૂપ બનશે. માટે મનુષ્યપણાની જેમ ભૂખ પણ દોષ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy