SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ • સંવિનાક્ષિતમીમાંસા • १९५ મોક્ષે ન જ જઈ શકે. નિરતિચાર ચારિત્રની દૃષ્ટિથી જિનકલ્પીનો માર્ગ Super Cut છે. પણ મોક્ષે પહોંચવાની દૃષ્ટિએ Long Cut છે. જ્યારે ઉપરોક્ત સ્થવિકલ્પી આચાર્ય ભગવંતનો માર્ગ મોક્ષે પહોંચવાની દૃષ્ટિથી Short Cut પણ બની શકે છે. (૪) અવિરત ક્ષાયિક સમકિતી કરતાં ક્ષાયોપમિક સમક્તિવાળા સાધુ ચારિત્રની અપેક્ષાએ જરૂર ચઢિયાતા છે. પરંતુ તે કર્મવશ અનંતકાળ ભવભ્રમણ કરી શકે છે, તેમનો મોક્ષકાળ નિશ્ચિત કહી ન શકાય. જ્યારે અવિરતિના લીધે તેમના કરતાં નિમ્ન કક્ષાએ, નીચલા ચોથા ગુણઠાણે રહેલા બદ્ઘાયુષ્ક ક્ષાયિક સમકિતી અવશ્ય ૩ જા ભવે (ઉત્કૃષ્ટથી પાંચમા ભવે) મોક્ષે જવાના હોવાથી નિશ્ચિત શીઘ્રમોક્ષગમનદષ્ટિથી ક્ષાયોપશમિક સમકિતવાળા સાધુથી તે ચઢિયાતા છે. (૫) સામાન્ય કેવલી કરતાં તીર્થંકર ચઢિયાતા જરૂર કહેવાય. પરંતુ પ્રભુ મહાવીરના સાન્નિધ્યમાં આવીને ક્ષાયિક સમકિત પામી તીર્થંકર નામકર્મ નિકાચિત કરનાર શ્રેણિક મહારાજા કરતાં સામાન્ય કેવલી થઈ મોક્ષે પહોંચી ગયેલા અઈમુત્તા મુનિને કઈ રીતે નીચલી કક્ષાએ ગણવા ? જ્યારે બીજી બાજુ એમ પણ કહી શકાય કે શ્રી મહાવીરસ્વામીના શાસનમાં સૌપ્રથમ મોક્ષે જનાર જીવને ભગવાન મહાવીર પાસેથી શીઘ્રમોક્ષગમનદૃષ્ટિએ ગૌતમસ્વામી કરતાં પણ વધુ લાભ થયો. જ્યારે તે જીવ કરતાં ગણધરપદપ્રાપ્તિની અપેક્ષાએ પ્રભુ વીર પાસેથી ગૌતમસ્વામીને વધુ લાભ થયો. અને તીર્થંકરનામકર્મનિકાચિત કરવાની દૃષ્ટિથી મહાવીરસ્વામી ભગવાન પાસેથી શ્રેણિક મહારાજને ગૌતમસ્વામી કરતાં પણ વધુ ફાયદો થયો. શ્રેણિક મહારાજને તો તીર્થંકરનામકર્મ નિકાચિત થવા છતાં પણ નરકે જવું પડ્યું જ્યારે રેવતીસુલસા વગેરેને તો જિનનામની સાથે દેવલોક પણ મળી ગયો. તેથી ચરમતીર્થાધિપતિ પાસેથી શ્રેણિક કરતાં તેમને વધુ લાભ થયો. શ્રેણિક કરતાં સુલસા વગેરે આગળ નીકળી ગયા. વિવિધ યોગ્ય દૃષ્ટિકોણથી ઉપરની દરેક વાત સત્ય છે. બરાબર આવું જ શ્રાવક અને સંવિગ્નપાક્ષિક અંગે સમજવું. સુસાધુધર્મ મોક્ષે જવાનો Super Cut, Short Cut અને Safe Cut પણ Hard Cut છે. શ્રાવકધર્મ મોક્ષગમનનો Good Cut, Safe-Cut પણ Long Cut છે. જેણે દીક્ષા લઈ લીધેલી છે અને પરિપૂર્ણ આચારને પ્રમાદથી પાળી નથી શકતા તેવા જીવો માટે સંવિગ્નપાક્ષિક માર્ગ એ મોક્ષનો Short Cut અને Easy Cut છે. ટુંકમાં નિરતિચાર વ્રતપાલનની અપેક્ષાએ સુશ્રાવક કરતાં સંવિગ્નપાક્ષિક પાછળ હોવા છતાં કર્મનિર્જરા-મોક્ષમાર્ગપ્રગતિ આદિ દૃષ્ટિથી શ્રાવક કરતાં નિર્મળ બ્રહ્મચારી અને શુદ્ધપ્રરૂપક એવા સંવિગ્નપાક્ષિક અવશ્ય આગળ છે. જિનોક્ત સ્યાદ્વાદ સર્વત્ર વ્યાપક છે. અહીં એવી એક શંકા થઈ શકે છે કે → શ્રાવક કરતાં સંવિગ્નપાક્ષિક જો વધુ કર્મનિર્જરા વગેરે કરે તો ઉપદેશમાળા ગ્રન્થમાં (ગા.૫૦૧) ‘જો ઉત્તરગુણસહિત મૂળગુણને ધારણ કરવા માટે તું સમર્થ ન હોય તો તું સુશ્રાવકપણું પાળ.' આવું કેમ જણાવવામાં આવેલ છે ? ← આ શંકા થવી સ્વાભાવિક છે. પરંતુ એનું સમાધાન એ છે કે જેમ શત્રુને નહિ ઓળખતો બાળક શત્રુથી લલચાઈને પિતાને પૂછે કે ‘હું ત્યાં જમવા જાઉં ?' તો તેના પિતા ગુસ્સાથી એમ કહે કે ‘ઝેર ખા, ઝેર.’ તો ત્યાં તે જવાબનો મતલબ એ નથી કે પિતા તેને ઝેર ખાવાની આજ્ઞા કરે છે.’ પરંતુ ‘ત્યાં જવું એ ઝેર ખાવા બરાબર હોવાથી તું ત્યાં ન જા.' પિતાનો તેવો આશય સમજીને બાળક ત્યાં જતો નથી. તેમ ચારિત્રાચારમાં For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004938
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 1
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages478
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy